Bihar વિધાનસભામાં મર્યાદા ભૂલ્યો વિપક્ષ, હંગામા અને મારપીટના શરમજનક દ્રશ્યો આવ્યા સામે

બિહાર વિધાનસભાના ઈતિહાસમાં ક્યારેય આવું થયું નથી. વિપક્ષના ધારાસભ્યોએ ગૃહ અને ભવનમાં હંગામો મચાવ્યો હતો. વાત એટલી વધી ગઈ કે પટનાના ડીએમ અને એસપીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસને વિધાનસભામાં બોલાવવી પડી હતી. 

Bihar વિધાનસભામાં મર્યાદા ભૂલ્યો વિપક્ષ, હંગામા અને મારપીટના શરમજનક દ્રશ્યો આવ્યા સામે

પટનાઃ બિહાર વિધાનસભામાં મંગળવારે રજૂ સશસ્ત્ર પોલીસ બળ વિધેયક-2021 ને લઈને હંગામો અને ઉપદ્રવ થયો, તેને શાંત કરવા માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. કોઈપણ સ્થિતિમાં બિલ પાસ થવાથી રોકવાની જિદ કરી રહેલા રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના ધારાસભ્યો વિરુદ્ધ પોલીસકર્મીઓએ બળ પ્રયોગ પણ કરવો પડ્યો. વિપક્ષી ધારાસભ્યોને ધક્કામારી-ટીંગાટોળી કરી ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા. વિપક્ષની મહિલાઓને પણ આ રીતે બહાર કાઢવામાં આવી હતી. 

ગૃહની અંદર-બહાર અભૂતપૂર્વ ઉપદ્રવ
બિહાર વિધાનસભાના ઈતિહાસમાં ક્યારેય આવું થયું નથી. વિપક્ષના ધારાસભ્યોએ ગૃહ અને ભવનમાં હંગામો મચાવ્યો હતો. વાત એટલી વધી ગઈ કે પટનાના ડીએમ અને એસપીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસને વિધાનસભામાં બોલાવવી પડી હતી. ધારાસભ્યો અને પોલીસકર્મીઓ વચ્ચે મારામારી પણ થઈ હતી. ગૃહમાં યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. વિપક્ષાના ભારે હંગામા વચ્ચે વિઠધાનસભામાં સશસ્ત્ર પોલીસ બળ વિધેયક (2021) પાસ થઈ ગયું હતું. બહાર કાઢવામાં આવેલા ધારાસભ્યો સિવાય વિપક્ષના જે ધારાસભ્યો ગૃહમાં હતા તેમણે પણ વોકઆઉટ કરી દીધું હતું. વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર સિન્હાએ કહ્યુ કે, ઉપદ્રવ કરનાર ધારાસભ્યો પર આકરી કાર્યવાહી કરવામાં આવશે. 

— ANI (@ANI) March 23, 2021

સ્પીકરની ઘેરાબંધી થવા પર પહોંચી પોલીસ
વાત ત્યારે બગડી જ્યારે વિપક્ષના ધારાસભ્યોએ સ્પીકરના કાર્યાલયને ઘેરી લીધુ અને કક્ષના દરેક દરવાજા બહાર ધરણા પર બેસી ગયા હતા. આરોપ છે કે દરવાજાને દોરડાથી બાંધવામાં આવ્યો. જ્યારે સ્થિતિ બગડી તો પટનાના જિલ્લાધિકારી અને એસએસપીને માહિતી આપવામાં આવી. મોટી સંખ્યામાં પોલીસ જવાનોની સાથે એસએસપી વિધાનસભા ભવન પહોંચ્યા હતા. ત્યારબાદ તોફાન મચાવી રહેલા ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન રાજદ નેતા તેજસ્વી અને તેજપ્રતાર વિધાનસભામાં હાજર હતા. 

"The SP has hit me on my chest. This is the murder of democracy," says a Bihar MLA Satyendra Kumar pic.twitter.com/dDawg1yr62

— ANI (@ANI) March 23, 2021

વિપક્ષી ધારાસભ્યોએ તોડફોડ કરી, કાગળ ફાડ્યા
આ પહેલા વિપક્ષના ધારાસભ્યોએ રિપોર્ટર ટેબલ પર ખુરશીઓ ફેંકી. રિપોર્ટર ટેબલને ઉચકી દેવાનો પ્રયાસ થયો. હંગામા વચ્ચે પશ્નકાળ સ્થગિત કરવો પડ્યો હતો. 12 કલાકે ગૃહ ફરી શરૂ થયું તો શૂન્યકાળમાં વિપક્ષે વધુ હંગામો કર્યો. ફરી ગૃહ સ્થગિત કરવાની ફરજ પડી હતી. આમ આજે આખો દિવસ બિહાર વિધાનસભામાં હોબાળો જોવા મળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news