J&Kમાં સરકારી નોકરીની સુવર્ણ તક, પહેલીવાર દેશભરમાંથી અરજી મંગાવાઈ, જાણો સમગ્ર વિગતો
Trending Photos
જમ્મુ: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માંથી કલમ 370 (Article 370) હટાવાયા બાદ દેશભરના યુવાઓ માટે ત્યાં નોકરી કરવા માટે જાહેરાત બહાર આવી છે. આવું પહેલીવાર બન્યું છે કે કાશ્મીર ઘાટીમાં સરકારી જોબ માટે યોગ્યતા કાશ્મીર અને લદ્દાખના સ્થાનિક નાગરિકો સુધી સિમિત નથી. અત્રે જણાવવાનું કે રાજ્યમાંથી 5 ઓગસ્ટે કલમ 370 અને કલમ 35એ ખતમ કરાઈ હતી.
હાઈકોર્ટ તરફથી બહાર પડેલી જાહેરાતમાં સ્ટેનોગ્રાફર, ટાઈપિસ્ટ, અને ડ્રાઈવરની નોકરી સામેલ છે. કોઈ પણ અરજીકર્તા એકથી વધુ પદો માટે અરજી કરી શકે છે. અનામત પદો માટેની પસંદગી જમ્મુ કાશ્મીર અનામત નિયમ 2005 હેઠળ થશે જેમાં કહેવાયું છે કે ઉપલબ્ધ નોકરીઓ સ્થાનિક નિવાસીઓના પક્ષમાં રહેશે.
જાહેરાતમાં કુલ 33 પદો માંથી 17 ઓએમ (ઓપન મેરિટ) શ્રેણીની છે. જેનો અર્થ એ છે કો જમ્મુ અને કાશ્મીરના બહારના કોઈ પણ વ્યક્તિ આ પદો માટે પસંદ થઈ શકે છે. આ અગાઉ ભાજપના સ્થાનિક યુનિટોએ હાલમાં જ દિલ્હીમાં પોતાની પાર્ટીના ટોચના નેતાઓને મેમોરેન્ડમ આપ્યું હતું જેમાં માગણી કરાઈ હતી કે નોકરીઓમાં ભરતી અગાઉ કાશ્મીરી યુવાઓને 'કેટલીક છૂટ' આપવામાં આવે.
જુઓ LIVE TV
ભાજપે સ્થાનિક લોકોને છૂટછાટ આપવાની વાત કરી
ભાજપના યુનિટોએ માગણી કરી હતી કે એવા નાગરિકો જે 20 વર્ષથી રાજ્યમાં રહેતા હોય તેમને જ રાજ્યના સ્થાનિક નાગરિક ગણવામાં આવે. ભાજપના જમ્મુ યુનિટના સૂત્રોએ જણાવ્યું કે તેમને આશા છે કે કેન્દ્ર સરકાર ફક્ત એસસી, એસટી અને ઓબીસી શ્રેણીને અનામત આપવાની જગ્યાએ રાજ્યના તમામ સ્થાનિક નાગરિકોને અનામત આપશે.
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખની બહારના લોકોએ ઓનલાઈન જમ્મુમાં રજિસ્ટાર જનરલને પોતાની અરજી સોંપવાની રહેશે. કાશ્મીર અને લદાખમાં રહેતા લોકોએ પોતાની અરજી પ્રધાન જિલ્લા જજોને સોંપવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે