VIDEO : ઈન્ડિયન એરફોર્સે લોન્ચ કરી વીડિયો ગેમ, જાણો તેની વિશેષતાઓ

આ ગેમને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે અને એન્ડ્રોઈડ તથા IOS બંને પ્લેટફોર્મ પર તે ઉપલબ્ધ છે 
 

VIDEO : ઈન્ડિયન એરફોર્સે લોન્ચ કરી વીડિયો ગેમ, જાણો તેની વિશેષતાઓ

નવી દિલ્હીઃ ભારતના યુવાનો અને બાળકોને ઈન્ડિયન એરફોર્સ તરફ આકર્ષવા માટે ભારતીય વાયુસેના દ્વારા એક મોબાઈલ ગેમ લોન્ચ કરવામાં આી છે. આ એક 3D એર કોમ્બેટ ગેમ છે, જેને સિંગલ પ્લેયર ઓનલાઈન અને મલ્ટી પ્લેયર ઓનલાઈન રમી શકાય છે. ઈન્ડિયન એરફોર્સના વડાએ આ ગેમ લોન્ચ કરી છે. 

જોકે, અત્યારે ઈન્ડિયન એરફોર્સ દ્વારા સિંગલ પ્લેયર ગેમ જ લોન્ચ કરવામાં આવી છે. બીજા તબક્કામાં આગામી એરફોર્સ ડે પ્રસંગે મલ્ટી પ્લેયર ગેમ લોન્ચ કરવામાં આવશે. આ ગેમ અત્યારે તો એન્ડ્રોઈડ અને IOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને તેને ફ્રીમાં જ ડાઉલોડ કરી શકાય છે. 

— Indian Air Force (@IAF_MCC) July 31, 2019

ગેમનું નામ 'INDIAN ARI FORCE- A Cut Above' રાખવામાં આવ્યું છે. પબજી અને બ્લૂવ્હેલ ગેમ યુવાનોમાં ભલે નશો ચઢાવતી હોય, પરંતુ ઈન્ડિયન એરફોર્સની ગેમ યુવાનો માટે નુકસાનકારક નહીં હોય. આ ગેમમાં કુલ 10 મિશન આપવામાં આવ્યા છે. દરેક મિશનમાં 3 સબમિશન પણ છે, એટલે એક ગેમમાં કુલ 30 મિશન હશે. 

આ ગેમમાં એરફોર્સના વર્તમાન ફાઈટર વિમાન, હેલિકોપ્ટર, એર ડિફેન્સ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની સાથે-સાથે ભવિષ્યમાં ભારતીય વાયુસેનામાં સામેલ થનારા ફાઈટર અને કોમ્બેટ એરક્રાફ્ટ પણ જોવા મળશે. એટલે કે, બાળકો રાફેલ વિમાન પણ ગેમની મદદથી ઉડાવી શકશે. વર્ષ 2014માં એરફોર્સે પ્રથમ વખત મોબાઈલ ગેમ લોન્ચ કરી હતી. આ નવી ગેમ છે. 

— Indian Air Force (@IAF_MCC) July 20, 2019

એરફોર્સના વડા બી.એસ. ધનોઆએ જણાવ્યું કે, એરફોર્સે પોતાનું કામ સારી રીતે કરી રહી છે અને આ ગેમ બાળકો તથા યુવાનોને એરફોર્સ તરફ વધુ આકર્ષિત કરશે એવો વિશ્વાસ છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news