ભારતીય વાયુસેનાને સપ્ટેમ્બરમાં મળશે ઈઝરાયેલી ગાઈડેડ બોમ્બ 'સ્પાઈસ-2000'નું નવું વર્ઝન

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સપ્ટેમ્બરમાં ભારત આવવાના છે ત્યારે અવાક્સ (એરબોર્ન વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ) અને હવાથી હવામાં પ્રહાર કરતી ડર્બી મિસાઈલનો કરાર પણ બંને દેશ વચ્ચે થવાની સંભાવના છે.  

Updated By: Aug 28, 2019, 11:59 PM IST
ભારતીય વાયુસેનાને સપ્ટેમ્બરમાં મળશે ઈઝરાયેલી ગાઈડેડ બોમ્બ 'સ્પાઈસ-2000'નું નવું વર્ઝન
ફાઈલ ફોટો

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના સપ્ટેમ્બર મહિનામાં ઈઝરાઈલ પાસેથી હવાથી જમીન પર પ્રહાર કરતા ગાઈડેડ બોમ્બ સ્પાઈસ-2000નું નવું વર્ઝન મળશે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલના વડાપ્રધાન નેતેન્યાહુ સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસે આવવાના છે. આ અંગે ભારત અને ઈઝરાયેલ વચ્ચે ચાલુ વર્ષ જુન મહિનામાં જ રૂ.300 કરોડનો કરાર કરાયો હતો. 

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સપ્ટેમ્બરમાં ભારત આવવાના છે ત્યારે અવાક્સ (એરબોર્ન વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ) અને હવાથી હવામાં પ્રહાર કરતી ડર્બી મિસાઈલનો કરાર પણ બંને દેશ વચ્ચે થવાની સંભાવના છે. ભારતીય વાયુસેનાને અત્યારે ડર્બી મિસાઈલની પણ ખાસ જરૂર છે. 

ભારત પાસે અત્યારે 5 અવાક્સ સિસ્ટમ છે. ભારત વધુ બે અવાક્સ સિસ્ટમ ખરીદવા માગે છે. યુદ્ધની સ્થિતિનું નિર્માણ થતાં ભારતની યોજના અવાક્સ સિસ્ટમને રશિયન વિમાન એ-50માં ફીટ કરવાની યોજના છે. આ પ્રસ્તાવને કેબિનેટની મંજુરી મળે તેની રાહ જોવાઈ રહી છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતે જ્યારે બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો ત્યારે મિરાજ-200- ફાઈટર પ્લેનમાંથી પાકિસ્તાનના ખયબર પખતુનવા પ્રાંતમાં આવા 12 સ્પાઈસ-2000 બોમ્બનો ઉપયોગ કર્યો હતો. બાલાકોટ હુમલામાં વપરાયેલા સ્પાઈસ બોમ્બ જુનું વર્ઝન હતા અને તેમાં 70થી 80 કિલો જેટલો દારૂગોળો હોય છે. હવે ઈઝરાયેલ પાસેથી જે નવા સ્પાઈસ-2000 બોમ્બ મળવાના છે તે નવી ટેક્નોલોજીથી સજ્જ છે. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....