Corona Latest Update: દેશમાં કોરોનાના નવા 9996 કેસ સાથે આંકડો 2.86 લાખને પાર, 24 કલાકમાં 357 લોકોના મૃત્યુ
Trending Photos
નવી દિલ્હી: અનલોક 1 (Unlock 1.0) લાગુ થતા જ દેશમાં કોરોના (Coronavirus) ના કેસ રોજેરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા (Coronavirus latest update) મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 9996 કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં કોવિડ 19થી 357 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 286579 થયા છે. જેમાંથી 137448 એક્ટિવ કેસ છે જ્યારે 141029 લોકો સાજા થયા છે. કોરોનાથી કુલ 8102 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
India reports the highest single-day spike of 9996 new #COVID19 cases & 357 deaths in the last 24 hours. Total number of cases in the country now at 286579, including 137448 active cases, 141029 cured/discharged/migrated and 8102 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/L985uo6o9V
— ANI (@ANI) June 11, 2020
મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 94041 કેસ નોંધાયા છે જેમાંથી 46086 એક્ટિવ કેસ છે જ્યારે 44517 લોકો સાજા થયા છે. 3438 લોકોએ જીવ ગુમાવ્યાં છે. બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાના કુલ 36841 કેસ નોંધાયા છે જ્યારે 17182 એક્ટિવ કેસ છે અને 19333 લોકો ડિસ્ચાર્જ થયા છે. તામિલનાડુમાં 326 લોકોના મૃત્યુ થયા છે. ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે જ્યાં કોરોનાના કુલ 32810 કેસ છે જેમાંથી 19581 એક્ટિવ કેસ છે અને 12245 લોકો સાજા થયા છે. જ્યારે 984 લોકોના મૃત્યુ થયા છે.
જુઓ LIVE TV
ચોથા નંબરે ગુજરાત છે જ્યાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 21521 કેસ નોંધાયા છે. જેમાંથી 14735 લોકો સાજા થયા છે. જ્યારે 5439 એક્ટિવ કેસ છે. કોરોનાથી 1347 લોકોના મૃત્યુ થયા છે. પાંચમા નંબરે રાજસ્થાન છે જ્યાં કોરોનાના કુલ 11600 કેસ છે જેમાંથી 2772 એક્ટિવ કેસ છે અને 8569 લોકો સાજા થયા છે. જ્યારે 259 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે