Corona Updates: છેલ્લા 24 કલાકમાં 89 હજારથી વધુ નવા દર્દીઓ, કુલ આંકડો 43 લાખ પાર
કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 89,706 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 43,70,129 પર પહોંચ્યો છે. જેમાંથી 8,97,394 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 89,706 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 43,70,129 પર પહોંચ્યો છે. જેમાંથી 8,97,394 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 33,98,845 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાએ એક જ દિવસમાં 1,115 લોકોનો ભોગ લીધો છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 73,890 થયો છે.
India's #COVID19 case tally crosses 43 lakh mark with a spike of 89,706 new cases & 1,115 deaths reported in the last 24 hours.
The total case tally stands at 43,70,129 including 8,97,394 active cases, 33,98,845 cured/discharged/migrated & 73,890 deaths: Ministry of Health pic.twitter.com/a3xVEkeo0O
— ANI (@ANI) September 9, 2020
દેશમાં મોટા પાયે થઈ રહ્યાં છે કોરોના ટેસ્ટિંગ, અત્યાર સુધી 5 કરોડથી વધુ ટેસ્ટ
ભારતમાં Covid-19 ટેસ્ટિંગની વ્યૂહરચના ઘડવા માટેની પ્રમુખ સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) એ 8 સપ્ટેમ્બર, 2020ના રોજ કોરોનાના 5 કરોડ સેમ્પલ ટેસ્ટિંગ પૂર્ણ કર્યા છે. દરરોજ 10 લાખ કરતા વધુની સરેરાશ સાથે ભારતે 8 સપ્ટેમ્બર, 2020 સુધીમાં 5,18,04,677 સેમ્પલ ટેસ્ટ્સ પૂરાં કર્યા છે. છેલ્લા 1 કરોડ સેમ્પલ ટેસ્ટિંગ ફક્ત 10 દિવસમાં હાંસલ કર્યા છે. ભારતભરમાં આવેલી કોવિડ-19 ટેસ્ટિંગ ડાયાગ્નોસ્ટિક લેબ તેમજ કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સક્રિય સહયોગને કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકી છે. તાજેતરમાં ભારતે દરરોજ 10 લાખ ટેસ્ટ્સ કરવાનો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આ માઇલસ્ટોન્સ દર્શાવે છે કે ભારત ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની સ્ટ્રેટેજીનું અસરકારક અમલીકરણ કરવામાં સફળ રહ્યું છે.
A total of 5,18,04,677 samples tested up to 8th September 2020. Of these, 11,54,549 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/MdDvDizsa8
— ANI (@ANI) September 9, 2020
'ટેસ્ટિંગ ઓન ડિમાન્ડ'
દેશમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે આઇસીએમઆર દ્વારા સમયાંતરે ટેસ્ટિંગની સ્ટ્રેટેજીને રિવાઇઝ કરવામાં આવતી હતી. કોવિડ-19 પરની તેમની લેટેસ્ટ એડવાઈઝરી પ્રમાણે, હવે વ્યક્તિગત રીતે ‘ટેસ્ટિંગ ઓન ડિમાન્ડ’ માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ટેસ્ટિંગ ઓન ડિમાન્ડની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પદ્ધતિઓનું સરળીકરણ કરી શકે છે.કોવિડ-19 ના ટેસ્ટિંગને સંબંધિત પ્રવર્તમાન સૂચનોને 4 ભાગોમાં વિસ્તારિત અને વિભાજિત કરવામાં આવ્યા છે- કન્ટેઇનમેન્ટ ઝોન્સમાં રૂટિન સર્વેલન્સ અને એન્ટ્રી પોઇન્ટ પર સ્ક્રીનીંગ, નોન-કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં રૂટિન સર્વેલન્સ, હોસ્પિટલોની સ્થાપના અને ટેસ્ટિંગ ઓન ડિમાન્ડ અને પ્રાથમિકતા અનુસાર ચોઇસ ઓફ ટેસ્ટ (RT-PCR, TrueNat or CBNAAT અને રેપિડ એન્ટિજન ટેસ્ટ).
ભારત દ્વારા દેશભરમાં કોવિડ-19 માટે લેબોરેટરીઓની સુવિધા વધારવામાં આવી રહી છે. દેશમાં કોવિડ-19 સ્પેસિફિક ટેસ્ટિંગ લેબોરેટરીઓની કુલ સંખ્યા આજે 1668 પર પહોંચી છે, જેમાં 1035 સરકારી લેબરેટરીઓ અને 633 ખાનગી લેબોરેટીઓ છે.
(ઈનપુટ- અતુલ તિવારી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે