Big Breaking: રાજ્યસભામાં તમામ કાર્યવાહી રદ્દ, ફક્ત જમ્મુ કાશ્મીર પર ચર્ચા, ગૃહ મંત્રી આપશે જવાબ
રાજ્યસભાના સભાપતિએ એક મોટા નિર્ણય અંતર્ગત આજે સદનમાં અન્ય તમામ કાર્યવાહીઓ રદ્દ કરી નાખી છે. આજે સવારે 11 કલાકે રાજ્યસભામાં ફક્ત જમ્મુ અને કાશ્મીર ઉપર જ ચર્ચા થશે.
Trending Photos
નવી દિલ્હી: રાજ્યસભાના સભાપતિએ એક મોટા નિર્ણય અંતર્ગત આજે સદનમાં અન્ય તમામ કાર્યવાહીઓ રદ્દ કરી નાખી છે. આજે સવારે 11 કલાકે રાજ્યસભામાં ફક્ત જમ્મુ અને કાશ્મીર ઉપર જ ચર્ચા થશે. ગૃહ મંત્રી અમિત શાહ રાજ્ય સભામાં જમ્મુ કાશ્મીર પર જવાબ આપે તેવું કહેવાય છે.
કેબિનેટ અને CCS બેઠક યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન પર કેબિનેટની મહત્વની બેઠક અગાઉ જ સુરક્ષા પર કેબિનેટ કમિટી (CCS)ની બેઠક યોજાઈ અને ત્યારબાદ કેબિનેટની બેઠક થઈ. કાશ્મીર મુદ્દે કોઈ મોટી જાહેરાતની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ બેઠકના લગભગ એક કલાક પહેલા જ ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) વડાપ્રધાન નિવાસસ્થાને પહોંચ્યાં. સૂત્રોના જણાવ્યાં મુજબ તે અગાઉ આજે સવારે ગૃહ મંત્રીની કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે ચર્ચા થઈ. એવી અટકળો થઈ રહી છે કે આ કેબિનેટ મીટિંગમાં આર્ટિકલ 35એને લઈને કોઈ મોટી જાહેરાત થવાની શક્યતા છે.
જુઓ LIVE TV
સંસદના બંને સદનમાં નિવેદન આપશે ગૃહ મંત્રી અમિત શાહ
કેબિનેટની બેઠક હાલ પૂરી થઈ ગઈ છે. આ બેઠક લગભગ 40 મિનિટ ચાલી. ગૃહ મંત્રી અમિત શાહ આજે સંસદના બંને સદનમાં નિવેદન આપશે. સવારે 11 કલાકે રાજ્યસભામાં અને ત્યારબાદ લોકસભામાં બપોરે 12 કલાકે તેઓ નિવેદન આપશે. એવી અટકળો છે કે તેઓ જમ્મુ અને કાશ્મીર અંગે નિવેદન આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે