કર્ણાટક સંકટઃ મુંબઈમાં ડી.કે. શિવકુમાર તો બેંગલુરુમાં ગુલામ નબી આઝાદ પોલીસ કસ્ટડીમાં

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોને રાજી કરવા માટે પહોંચેલા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે. શિવકુમારને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે, બળવાખોર ધારાસભ્યો દ્વારા ના પાડવા છતાં પણ તેઓ તેમને મળવાની જીદ કરીને ધરણા પર બેસી ગયા હતા 
 

કર્ણાટક સંકટઃ મુંબઈમાં ડી.કે. શિવકુમાર તો બેંગલુરુમાં ગુલામ નબી આઝાદ પોલીસ કસ્ટડીમાં

મુંબઈ/બેંગલુરુઃ કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોને રાજી કરવા માટે પહોંચેલા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે. શિવકુમારને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે, બળવાખોર ધારાસભ્યો દ્વારા ના પાડવા છતાં પણ તેઓ તેમને મળવાની જીદ કરીને ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન શાંતિ ભંગની આસંકાને ધ્યાનમાં રાખીને પવઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉથી જ ધારા-144 લાગુ કરવામાં આવી હતી. પોલીસે ધારા-144ના ભંગ બદલ ડીકે. શિવકુમારને કસ્ટડીમાં લઈ લીધા છે. 

બીજી તરફ જેડીએસ દ્વારા પણ બેંગલુરુમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા પણ હાજર હતા. વિરોધ પ્રદર્શનના આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ, સિદ્ધારમૈયા અને કે.સી. વેણુગોપાલ પણ સામેલ થયા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા આ નેતાઓને અટકમાં લઈ લીધા હતા. 

— ANI (@ANI) July 10, 2019

આ અગાઉ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ. યેદીયુરપ્પાએ બેંગલુરુમાં જણાવ્યું કે, 'અમે આજે બપોરે 3.00 કલાકે કર્ણાટક વિધાનસભાના સ્પીકરને મળવા જઈ રહ્યા છીએ. બળવાખોર ધારાસબ્યોને રાજીનામા ફાડી નાખનારા ડી.કે. શિવકુમાર સામે સ્પીકરે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. રાજીનામા ફાડી નાખવા એક અપરાધ છે અને તેને માફ કરી શકાય નહીં.'

— ANI (@ANI) July 10, 2019

મુંબઈમાં બળવાખોર ધારાસભ્યોએ પોલીસને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, "અમારી જાનને ખતરો છે અને એટલે ડી.કે. શિવકુમારને હોટલમાં પ્રવેશવા દેવા નહીં. તેઓ અમારા મિત્ર છે, પરંતુ કોઈ કારણસર અમે તેમને હાલ મળી શકીએ એમ નતી. અમારી તેમને વિનંતી છે કે અમે તેમને એક વિશેષ કારણસર મળી શકીએ એમ નથી."

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news