Malabar Drill: ચીન પર નજર, ભારતે માલાબાર ડ્રિલમાં સામેલ થવા માટે ઓસ્ટ્રેલિયાને બોલાવ્યું

પૂર્વી લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા સૈન્ય ટકરાવ વચ્ચે ભારતે સોમવારે ઔપચારિક રૂપથી અમેરિકા અને જાપાનની સાથે ત્રિપક્ષાય માલાબાર નૌસૈનિક અભ્યાસમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયાને આમંત્રણ આપ્યું છે. 

Malabar Drill: ચીન પર નજર, ભારતે માલાબાર ડ્રિલમાં સામેલ થવા માટે ઓસ્ટ્રેલિયાને બોલાવ્યું

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં ચીન  (China)ની સાથે ચાલી રહેલા સૈન્ય ટકરાવ વચ્ચે ભારત (India)એ સોમવારે ઔપચારિક રૂપથી અમેરિકા અને જાપાનની સાથે ત્રિપક્ષીય માલાબાર નૌસૈનિક અભ્યાસમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયાને આમંત્રિત કર્યું છે. છેલ્લા ચાર દાયકામાં બેઇજિંગ અને નવી દિલ્હી વચ્ચે સરહદ પર સૌથી ખરાબ તણાવ છે. તેવામાં પ્રથમવાર ક્ષેત્રીય સમૂહના બધા સભ્યો જેને ક્વાડના રૂપમાં ઓળખવામાં આવે છે, તેની સાથે નૌસૈનિક અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયાને તેમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. 

આ માલાબાર નૌસૈનિક અભ્યાસ વર્ષના અંતમાં બંગાળની ખાડીમાં ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની નૌસેનાઓની સાથે કરવામાં આવશે. તેમાં સામેલ થવા માટે ઓસ્ટ્રેલિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, 'ભારત સમુદ્રી સુરક્ષા ક્ષેત્રમાં અન્ય દેશોની સાથે સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છે. તેને ધ્યાનમાં રાખી ઓસ્ટ્રેલિયાની સાથે સહયોગ વધારવા માટે માલાબાર 2020મા ઓસ્ટ્રેલિયન નૌસેનાને આમંત્રિત કરવામાં આવી છે. જલદી તેની ભાગીદારી જોવા મળશે.'

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ વર્ષની કવાયતમાં નોન સંપર્ક સમુદ્રમાં ફોર્મેટ પર યોજના બનાવવામાં આવી છે. મંત્રાલયે કહ્યું, અભ્યાસમાં ભાગ લેનારા દેશોની નૌસેનાઓ વચ્ચે સમન્વય મજબૂત થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે તેનાથી ક્વાડ રાષ્ટ્ર સમુદ્રી ડોમેનમાં સુરક્ષા વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. 

મહત્વનું છે કે 2007મા માલાબાર નૌસૈનિક અભ્યાસમાં ભાગ લેવા માટે જ્યારે ભારત-અમેરિકાએ જાપાન, ઓસ્ટ્રેલિયા અને સિંગાપુરને પણ સામેલ કરવાની વાત કહી હતી ત્યારે ચીને વિરોધ વ્યક્ત કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news