કેન્દ્ર સરકારે ચીની કંપનીઓને આપ્યો વધુ એક મોટો ઝટકો, રદ કર્યું હજારો કરોડનું ટેન્ડર

કેન્દ્ર સરકારે ગંગા નહી પર બનેલા મહાત્મા ગાંધી સેતુને સમાંતર બનનારા મહાસેતુ પ્રોજેક્ટ સંબંધિત ટેન્ડરને રદ કરી દીધુ છે. આ પ્રોજેક્ટમાં ચીની કંપનીઓ સામેલ હતી. બિહાર સરકારના ટોચના અધિકારીઓએ રવિવારે કહ્યું કે કેન્દ્ર સરકારે ટેન્ડર રદ કરી દીધુ. કારણ કે પ્રોજેક્ટ માટે પંસદ કરાયેલા ચારમાંથી બે કોન્ટ્રાક્ટર ચીની કંપનીઓ હતી. 
કેન્દ્ર સરકારે ચીની કંપનીઓને આપ્યો વધુ એક મોટો ઝટકો, રદ કર્યું હજારો કરોડનું ટેન્ડર

પટણા: કેન્દ્ર સરકારે ગંગા નહી પર બનેલા મહાત્મા ગાંધી સેતુને સમાંતર બનનારા મહાસેતુ પ્રોજેક્ટ સંબંધિત ટેન્ડરને રદ કરી દીધુ છે. આ પ્રોજેક્ટમાં ચીની કંપનીઓ સામેલ હતી. બિહાર સરકારના ટોચના અધિકારીઓએ રવિવારે કહ્યું કે કેન્દ્ર સરકારે ટેન્ડર રદ કરી દીધુ. કારણ કે પ્રોજેક્ટ માટે પંસદ કરાયેલા ચારમાંથી બે કોન્ટ્રાક્ટર ચીની કંપનીઓ હતી. 

સમગ્ર પ્રોજેક્ટ પર 2900 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. જેમાં 5.6 કિલોમીટર લાંબો મુખ્ય પૂલ, અન્ય નાના પૂલ, અંડરપાસ અને રેલ ઓવરબ્રિજ પૂલ સામેલ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ અને 15 જૂનની પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલા ઘર્ષણમાં 20 ભારતીય જવાનોના શહીદ થયા સંદર્ભે લેવામાં આવ્યો છે. 

નોંધનીય છે કે ચીન સાથે સરહદ પર થનારા ઘર્ષણને ધ્યાનમાં રાખીને ચીની ઉત્પાદનો અને વ્યવસાયિક સંસ્થાઓના બહિષ્કારના દેશવ્યાપી આહ્વાન વચ્ચે અનેક ચીની પ્રોજેક્ટ અને ટેન્ડરો રદ કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બર 2019ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક મામલાઓ પર કેન્દ્ર સરકારની કેબિનેટ સમિતિએ આ મહાસેતુ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. 

જુઓ LIVE TV

અધિકારીઓએ જણાવ્યું કે પ્રસ્તાવિત મહાસેતુને ગંગા નદી પર મહાત્મા ગાંધી સેતુ સમાંતર બનાવવામાં આવનાર છે જેનાથી પટણા, સારણ અને વૈશાલી જિલ્લાને ફાયદો થશે. તેમણે જણાવ્યું કે યોજના મુજબ મુખ્ય સેતુ સાથે ચાર અંડરપાસ, એક રેલવે ઓવરબ્રિજ પૂલ, 1.58 માર્ગ સેતુ, ફ્લાઈઓવર, ચાર નાના પુલ, પાંચ બસ સ્ટોપ, અને 13 રોડ જંકશનનું નિર્માણ થવાનું છે. પ્રોજેક્ટ માટે નિર્માણની સમય મર્યાદા સાડા ત્રણ વર્ષની હતી અને જાન્યુઆરી 2023 સુધીમાં પૂરો થવાનો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news