મુંબઈ: કોરોના સંકટમાં સૌથી મોટા સમાચાર, આ વખતે 'લાલબાગ ચા રાજા' ગણપતિનું સ્થાપન નહીં થાય

કોરોનાકાળમાં ગણપતિ ઉત્સવ મામલે સૌથી મોટા સમાચાર આવ્યાં છે. મુંબઈમાં લાલબાગ ચા રાજા ગણપતિનું આ વખતે સ્થાપન નહીં થાય. લાલબાગ ચા રાજા ગણપતિ મંડળે આ નિર્ણય લીધો છે કે આ વખતે ગણપતિનું સ્થાપન કરવામાં આવશે નહીં. 

મુંબઈ: કોરોના સંકટમાં સૌથી મોટા સમાચાર, આ વખતે 'લાલબાગ ચા રાજા' ગણપતિનું સ્થાપન નહીં થાય

મુંબઈ: કોરોનાકાળમાં ગણપતિ ઉત્સવ મામલે સૌથી મોટા સમાચાર આવ્યાં છે. મુંબઈમાં લાલબાગ ચા રાજા ગણપતિનું આ વખતે સ્થાપન નહીં થાય. લાલબાગ ચા રાજા ગણપતિ મંડળે આ નિર્ણય લીધો છે કે આ વખતે ગણપતિનું સ્થાપન કરવામાં આવશે નહીં. 

મંડળે જણાવ્યાં મુજબ આ વખતે 11 દિવસ બ્લડ ડોનેશન અને પ્લાઝમા થેરાપી કેમ્પ યોજાશે. અત્રે જણાવવાનું કે 86 વર્ષથી સતત લાલબાગ ચા રાજા ગણપતિનું સ્થાપન થતું આવ્યું છે. દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ગણપતિબાપ્પાના દર્શન કરે છે. 

— ANI (@ANI) July 1, 2020

લાલબાગ ચા રાજા ગણપતિ પંડાલ મુંબઈનું સૌથી પ્રસિદ્ધ ગણપતિ પંડાલ છે. મોટી મોટી સેલેબ્રિટીઓ અને નેતાઓ ગણપતિબાપ્પાના આશીર્વાદ લેવા આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news