VIDEO: ફ્રાન્સમાં મુસલમાનોએ ત્રિરંગા સાથે PM મોદીનું કર્યું ભવ્ય સ્વાગત, પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું

ફ્રાન્સના રાજકીય પ્રવાસે ગયેલા નરેન્દ્ર મોદીનું પેરિસમાં ભવ્ય સ્વાગત થયું. પેરિસના એરપોર્ટ પર ગુજરાતના વોરા મુસલમાનોએ તિરંગા સાથે પીએમ મોદીનું જોરદાર સ્વાગત કર્યું.

VIDEO: ફ્રાન્સમાં મુસલમાનોએ ત્રિરંગા સાથે PM મોદીનું કર્યું ભવ્ય સ્વાગત, પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું

પેરિસ: ફ્રાન્સના રાજકીય પ્રવાસે ગયેલા નરેન્દ્ર મોદીનું પેરિસમાં ભવ્ય સ્વાગત થયું. પેરિસના એરપોર્ટ પર ગુજરાતના વોરા મુસલમાનોએ ત્રિરંગા સાથે પીએમ મોદીનું જોરદાર સ્વાગત કર્યું. આ દરમિયાન ભારત માતા કી જયના નારા પણ લગાવ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને મુસલમાન વિરોધી સાબિત કરવા માટે સમગ્ર દુનિયામાં અભિયાન ચલાવી રહેલા પાસિસ્તાનને આ જરાય ગમ્યુ નહીં અને બરાબર ચીડાયું. ઈમરાન ખાનની સરકારમાં મંત્રી ફવાદ ચૌધરી પીએમ મોદીના આ ભવ્ય સ્વાગતથી એટલા બધા ચીડાઈ ગયા કે તેમણે ટ્વીટ કરીને પોતાની હતાશા વ્યક્ત કરી દીધી. 

ફવાદ ચૌધરીની આ ટ્વીટ બાદ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. ફવાદ ચૌધરીએ ટ્વીટ કરીને લખ્યું કે આ ડ્રામા બદલ કેટલાક પૈસા લાગ્યાં. તો પ્રકાશ ચૌધરી નામના એક યૂઝરે લખ્યું કે ફવાદ ચૌધરી...હરકતો પણ નામ જેવી જ છે. ટામેટા અને રોટીમાં વેચાનારા લોકો પૈસાનું પૂછી રહ્યાં છે. 

A glimpse of how Indians based in France welcomed PM @narendramodi. pic.twitter.com/IDWijoNfoD

— PMO India (@PMOIndia) August 22, 2019

મોહમ્મદ સાજિદ ડાર નામના યૂઝરે લખ્યું કે 'પૈસાની ચિંતા ન કરો સાહેબ. જે ચીજ તમારી પાસે નથી તે અંગે વાત કરવી જોઈએ નહીં.' મનિષ જોશીએ લખ્યું કે 'તમને દરેક મુસલમાન કેમ બિકાઉ લાગે છે. ભાઈ તમારા દેશના મુસલમાન વેચાતા હશે 2-2 રૂપિયામાં અમારા દેશના નહીં.' એક યૂઝરે તો ફવાદ ચૌધરીને તેમની સામે જ 'ચોર'કહેતો વાઈરલ વીડિયો પોસ્ટ કરી દીધો. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે આ એજ ફવાદ ચૌધરી છે જેણે ભારતીય સેનાના શીખોને અપીલ કરી હતી કે તેઓ કાશ્મીરમાં પોતાની ડ્યૂટી કરવાની ના પાડી દે. ત્યારબાદ કેપ્ટન અમરિન્દર સિંહ કે જેઓ પંજાબના મુખ્યમંત્રી છે તેમણે તેમને બરાબર ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે 'ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરો. હું સ્પષ્ટ કરું છું કે ભારતીય સેના એક અનુશાસિત અને રાષ્ટ્રવાદી સેના છે. આ તમારી પાકિસ્તાની સેના જેવી નથી. તમારું ભડકાઉ નિવેદન કામ નહીં કરે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news