પીએમ મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર કરી અડધો કલાક વાત, ક્ષેત્રીય મુદ્દાઓ પર કરી ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી છે. બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાક સુધી આ વાતચીત ચાલી હતી. 
 

પીએમ મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર કરી અડધો કલાક વાત, ક્ષેત્રીય મુદ્દાઓ પર કરી ચર્ચા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી છે. બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાક સુધી આ વાતચીત ચાલી હતી. 

બંને દેશના વડા વચ્ચે દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. 

— ANI (@ANI) August 19, 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથે આતંકવાદ અને સરહદની સુરક્ષાના મુદ્દે વાતચીત કરી હતી. પીએમ મોદીએ ઈમરાન ખાનનું નામ લીધા વગર કહ્યું કે, કેટલાક નેતાઓના નિવેદન શાંતિ માટે ખતરો પેદા કરે તેવા છે. સરહદ પારનો આતંકવાદ રોકવો જરૂરી છે. 

મોદીએ જણાવ્યું કે, આતંક અને હિંસાથી મુક્ત વાતાવરણના નિર્માણ માટે સીમા પારના આતંકવાદને કોઈ સ્થાન ન હોવું જોઈએ. જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનના વલણના કારણે ક્ષેત્રમાં પેદા થયેલી અશાંતિના મુદ્દે વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિશેષ ચર્ચા કરી હતી અને તેમને વાસ્તવિક્તાથી માહિતગાર કર્યા હતા. 

આ વાતચીત દરમિાયન પીએમ મોદીએ જી-20 સમિટ દરમિયાન બંને નેતાઓ વચ્ચે થયેલી મિટિંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આશા છે કે આપણી દ્વીપક્ષીય વાટાઘાટો પછી ભારતના વાણિજ્ય મંત્રી અને અમેરિકાના વ્યાપાર મંત્રીની વહેલાસર દ્વીપક્ષીય વાટાઘાટો યોજાશે અને વેપારના મુદ્દે જે કોઈ મુશ્કેલીઓ છે તેનું સમાધાન શોધવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબુદ કરવી અને રાજ્યના બે ભાગ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન ધૂંધવાઈ ગયું છે. તેના નેતાઓ ક્ષેત્રમાં અશાંતિ પેદા થાય તેવા નિવેદનો કરી રહ્યા છે. પાકિસ્તાન આ મુદ્દાને છેક સંયુક્ત રાષ્ટ્રમાં પણ ચીનની મદદથી ઢસડી ગયું હતું. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news