ચૂંટણીમાં પ્રચંડ વિજય બદલ મોદીએ જનતાનો આભાર માન્યો, કહ્યું- દેશના કોટી કોટી નાગરિકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી

 Election Results 2019 Updates: લોકસભાની 543 માંથી 542 સીટો પર થયેલા મતદાન બાદ મતગણતરી (Election Result)ચાલી રહ્યું છે. જો કે એનડીએને સ્પષ્ટ બહુમતી મળી ચુકી છે. ભાજપ સરકાર રચશે તે ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યું છે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાટર્સ આવી પહોંચ્યા હતા અને વિજય માટે જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જનતાનો આભાર માનતાં કહ્યું કે, દેશના કોટી કોટી નાગરિકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે. જ્યારે અમિત શાહે આ વિજયને ભાજપનો નહીં પરંતુ દેશનો વિજય ગણાવ્યો હતો. 

Updated By: May 23, 2019, 09:41 PM IST
ચૂંટણીમાં પ્રચંડ વિજય બદલ મોદીએ જનતાનો આભાર માન્યો, કહ્યું- દેશના કોટી કોટી નાગરિકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી

નવી દિલ્હી : Election Results 2019 Updates: લોકસભાની 543 માંથી 542 સીટો પર થયેલા મતદાન બાદ મતગણતરી (Election Result)ચાલી રહ્યું છે. જો કે એનડીએને સ્પષ્ટ બહુમતી મળી ચુકી છે. ભાજપ સરકાર રચશે તે ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યું છે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાટર્સ આવી પહોંચ્યા હતા અને વિજય માટે જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જનતાનો આભાર માનતાં કહ્યું કે, દેશના કોટી કોટી નાગરિકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે. જ્યારે અમિત શાહે આ વિજયને ભાજપનો નહીં પરંતુ દેશનો વિજય ગણાવ્યો હતો. 

LokSabha Election Results 2019 LIVE:સમગ્ર દેશ નમો નમ: રાહુલનો હારનો સ્વિકાર કર્યો...

વડાપ્રધાન ભાજપ મુખ્યમથક ખાતે પહોંચ્યા હતા. જ્યાં કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓ દ્વારા અવિરત પુષ્પવર્ષા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, વડાપ્રધાન મોદી સતત કાર્યકર્તાઓનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. જેમાં તેઓ વિક્ટ્રી સાઇન સાથે કાર્યકર્તાઓને નમન કરતા પણ જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજનાથ સિંહ શિવરાજસિંહ ચૌહાણ સહિતનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય રીતે વડાપ્રધાનનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. 

વડાપ્રધાન મોદીનું સંબોધન લાઇવ
- ભાજપનાં યશસ્વી, પરિશ્રમી અધ્યક્ષ અમિત શાહ, ભાજપનાં તમામ વરિષ્ઠ સાથી અને દેશનાં તમામ ભાઇઓ- બહેનો.
- આજે સ્વયં મેઘરાજા પણ આ વિજયોત્સવમાં ભાગ લેવા માટે આપણી વચ્ચે પધાર્યા છે. 
- 2019નો જનાદેશ આપણા બધા દેશવાસીઓ પાસે નવા ભારતનો જનાદેશ છે. 
- દેશનાં કોટી કોટી નાગરિકોએ આ ફકીરની ઝોળીને ભરી દીધી છે.
- આ મતદાનનો જે આંકડો છે તે લોકશાહીનાં વિશ્વનાં ઇતિહાસની સૌથી મોટી ઘટના છે. 
- સમગ્ર વિશ્વની આ ચૂંટણી પરિણામ સૌથી મોટી ઘટના છે. 
- દેશ આઝાદ થયો અને લોકસભા ચૂંટણી થઇ પરંતુ આઝાદી બાદ અનેક ચૂંટણી થયા બાદ સૌથી વધારે મતદાન આ ચૂંટણીમાં થયું. 
- આટલું મતદાન 40-42 ડિગ્રી ગરમી છતા પણ અભુતપુર્વ મતદાન થયું, તે ભારતનાં મતદાતાઓની જાગૃતતા અને લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. સમગ્ર વિશ્વએ તેની નોંધ લેવી પડશે. 
- સમગ્ર વિશ્વએ ભારતની લોકશાહીક શક્તિને ઓળખવી પડશે. 
- લોકશાહીને સિંચવા માટે જે લોકોએ બલિદાન આપ્યું છે, ઘાયલ થયા છે તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂ છું. 
- લોકશાહીના ઇતિહાસમાં લોકશાહી માટે મરવું આ નિશાન આગામી પેઢીઓને પ્રેરણા આપશે. 
- હું ચૂંટણી પંચ, સુરક્ષાદળો, લોકશાહીના ઉત્સવને સુચારુ બનાવનાર દરેક વ્યક્તિનો આભારી છું.
- મિત્રો જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે શ્રી કૃષ્ણને પુછવામાં આવ્યું કે, તમે કોના પક્ષમાં હતા ? હું સમજુ છું કે તે સમયે ભગવાન શ્રીકૃષ્ણએ જે જવાબ આપ્યો તે આજે 21મી સદીમાં 2019ની આ ચૂંટણી હિન્દુસ્તાનના જનતા જનાર્દનને શ્રીકૃષ્ણ સ્વરૂપે જવાબ આપ્યો છે. 
- શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો હતો હું કોઇના પક્ષમાં નથી હું તો માત્ર હસ્તીનાપુર માટે, હસ્તીનાપુરના પક્ષમાં ઉભો હતો. 
- આજે દેશનાં કરોડો નાગરિક શ્રીકૃષ્ણ સ્વરૂપે ભારત સાથે ઉભા છે, ભારત માટે ઉભા છે. 
- દેશનાં સામાન્ય નાગરિકની ભાવના ભારતનાં ઉજ્વળ ભવિષ્યની ગેરેન્ટી છે
- આ ચૂંટણીમાં હું પહેલા દિવસથી કહી રહ્યો હતો આ ચૂંટણી કોઇ દળ નથી લડી રહ્યું, કોઇ ઉમેદવાર નથી લડી રહ્યુ, કોઇ નેતા નથી લડી રહ્યું પરંતુ દેશી જનતા લડી રહી છું. 
- જે જનતાના આંખ, કાન બંધ હતા તેમના માટે મારી વાત સમજવી મુશ્કેલ હતી, પરંતુ આજે મારી તે ભાવનાને જનતા જનાર્દને પ્રકટ કરી દીધી છે. 
- આજે મારો નહી પરંતુ હિન્દુસ્તાનનો વિજય થયો છે, મારો નહી લોકશાહીનો વિજય છે, મારો નહી જનતા જનાર્દનનો વિજય થયો છે. 
- ભાજપના કાર્યકર્તાઓ, એનડીએનાં સાથીઓ આ વિજયને જનતા જનાર્દનનાં ચરણોમાં સમર્પિત કરીએ છીએ. 
- આ લોકસભાની ચૂંટણીમાં જે વિજયી થયા છે તે તમામ ઉમેદવારોને હું હૃદયપુર્વક શુભેચ્છાઓ પાઠવું છું.કોઇ પણ દળમાંથી હોય, કોઇ પણ ભુમિકામાંથી હોય પરંતુ દેશના ઉજ્વળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધતા સાથે ખભે ખભો મિલાવીને દેશાં ઉજવળ ભવિષ્ય માટે કામ કરે.
- ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ હતી. તેમાં જે નવી સરકારો રચાઇ છે તેમને પણ અભિનંદન. હું તમામ રાજ્ય સરકારોને વિશ્વાસ વ્યક્ત કરતા કહું છું કે ભાજપ ભારતના સંવિધાન પ્રત્યે સમર્પિત છે. 
- કેન્દ્ર સરકાર તે તમામ રાજ્યોની વિકાસ યાત્રામાં ખભે ખભો મિલાવીને તેમની સાથે રહેશે. 
- ભાજપના કરોડો કાર્યકર્તાઓ, તેમના પરિશ્રમ, પુરૂષાર્થ પર એટલો ગર્વ થાય છે કે જે દળમાં હું છું તે દળમાં આવા દિલદાર લોકો છે. 
- કોટી-કોટી કાર્યકર્તા માત્ર અને માત્ર એક જ ભાવ ભારત માતા કી જય માટે કામ કરતા રહ્યા. તેમણે નિસ્વાર્થ ભાવના સાથે દેશનો ઝંડો ઉંચો રાખ્યો.
- દેશના સામાન્ય નાગરિકની આકાંક્ષાઓની પુર્તિ માટે લોકશાહી પદ્ધતીથી સમગ્ર લોકશાહીનાં ઉત્સવમાં કાર્યકર્તાઓએ યશસ્વી ભુમિકા નિભાવી છે. 
- ભારતીય જનતા પાર્ટીની વિશેષતા છે કે અમે ક્યારેક 2 સીટ પર હતા તો પણ આદર્શોને ઓઝલ નથી થવા દીધા. 
- ક્યારેક અમે 2 થઇ ગયા તો પણ આદર્શો નથી ભુલ્યા આજે  દોથી દોબારા આવવાની આ યાત્રામાં અનેક ઉતાર ચડાવ આવ્યા છે. 
- 2 સીટો હતી ત્યારે પણ અમે નિરાશ નહોતા અને આજે દોબારા આવ્યા છીએ તો પણ અમારા આદર્શો, નમ્રતા અને સંસ્કારને અમે ભુલ્યા નથી. 
- અમારા અધ્યક્ષ ચૂંટણી પરિણામોની કેટલીક હાઇલાઇટ્સ બતાવી રહ્યા હતા. હું ખુબ જ વ્યસ્ત હતો, જેના કારણે ચૂંટણી પરિણામો પર નજર નહોતી, જેથી મને પુરતી માહિતી નથી. 
- જો કે અધ્યક્ષે જે વિસ્તારથી કહ્યું, તે હું સમય કાઢીને અભ્યાસ કરીશ. પરંતુ અધ્યક્ષે જે કહ્યું કે હિન્દુસ્તાનનાં પોલિટીકલ પંડિતોએ પોતાની જુની માનસિકતા છોડવી પડશે. આ 21મી સદી છે અને નવુ ભારત છે. 
- આ ચૂંટણી મોદીનો વિજય નથી, આ દેશમાં ઇમાનદારી માટે તડપતા નાગરિકની આકાંક્ષા, અપેક્ષાનો વિજય છે, 21મી સદીનાં નવયુવાનનો વિજય છે. આત્મ સન્માન માટે એક શૌચાલય માટે તડપતી માંનો વિજય છે. આ તે બિમાર વ્યક્તિનો વિજય છે જે 4-5 વર્ષથી પૈસાના અભાવથી સારવાર નહોતો કરાવી શકતો હતો. જે આજે શક્ય બન્યું છે. આ વિજય દેશનાં તે ખેડૂતોનો છે જે પરસેવો વહેવડાવીને રાષ્ટ્રનું પેટ ભરવા માટે પોતાનાં પેટ ખાલી રાખે છે. આ તે 40 કરોડ અસંગઠીત મજુરોનો વિજય છે જેમને પહેલીવાર દેશની સરકારે પેન્શનર યોજના આપી તેમનો વિજય છે. બેઘર લોકોનો વિજય છે જેમને પાક્કુ મકાન મળ્યું છે. આ વિજય તેમનો છે જે મધ્યમવર્ગીય પરિવારનો છે જે કાયદા અને નિયમોનો પાલન કરતો રહ્યો અને દેશની ભલાઇ માટે પ્રયાસ કરતો રહ્યો પરંતુ તેને ક્યારે પણ સન્માન ન મળ્યું. આ મધ્યવર્ગીય માણસના સંતોષનો વિજય છે. ઇમાનદારીને જે શક્તિ મળી છે તેનો આ વિજય છે. 
- જે પરિવર્તન આવ્યું છે તે તેનો આ વિજય છે. 
- દેશમાં 30 વર્ષ સુધી સતત ડ્રામેબાજી ચાલતી રહી, એક એવા પ્રિન્ટઆઉટની ફેશન થઇ ગઇ હતી કે તેને લગાવો તમને ગંગા સ્નાનનું પુણ્ય મળતું હતું. આ ટેગનું નામ હતુ સેક્યુલારિઝમ. સેક્યુલારિઝમનાં નારાઓ લાગતા હતા. 
- 2014થી 19 આવતા સુધી આ તમામ સેક્યુલારિઝમ જમાતે બોલવાનું જ બંધ કરી દીધું. 
- આ ચૂંટણીમાં એક પણ રાજનીતિક દળ સેક્યુલારિઝમનું નકાબ પહેરીને દેશને ગુમરાહ કરવાનું હિમ્મત નથી કરી શક્યા. તેઓ બેનકાબ થઇ ગયા. 
- દેશની એક પણ ચૂંટણી એવી નથી ગયું જેમાં મોંઘવારી મુદ્દો ન હોય, પરંતુ આ વખતે એક પણ વિરોધી દળે મોંઘવારીનો આરોપ નથી લગાવ્યો. 
- આ એક માત્ર ચૂંટણી એવી છે જેમાં ભ્રષ્ટાચારનો એક પણ મુદ્દો ઉઠ્યો નથી.
- પોલિટિકલ પંડિતો પણ ભુલી ગયા કે કયા ત્રાજવે આ ચૂંટણીને તોળવી. 
- આ ચૂંટણીએ 21મી સદીને એક મજબુત પાયો આપણા સામાજિક, જાહેર જીવન માટે નિર્મિત કરી છે. 
- ભારતના ઉજ્વળ ભવિષ્યની દેશની એકતા, અખંડિતતા, ભારતની જનતા આ ચૂંટણીમાં એક નવું નેરેટિવ દેશ સમક્ષ મુકી દીધું છે. 
- તમામ સમાજ શાસ્ત્રીઓ પોતાની જુની વિચારધારા પર વિચાર કરવા માદે દેશનાં ગરીબમાંગ રીબ વ્યક્તિએ મજબુર કર્યા છે. 
- હવે આ દેશમાં માત્ર બે જ જાતીના લોકો બચ્યા છે. એક ગરીબ અને બીજા છે જે દેશને ગરીબીથી મુક્ત કરાવવા માંગે છે. આ બે જજાતી છે. 
- જાતીનાં નામે રમત રમનારા લોકો પર એક ખુબ જ મોટો પ્રહાર છે. 
- આ બે શક્તિઓ ભેગી થઇને આપણા દેશમાંથી ગરીબી જડમુળમાંથી ઉખેડી ફેંકશે.
- આ ચૂંટણી એટલા માટે મહત્વપુર્ણ છે કારણ કે આ જ સમયમાં પ્રચંત બહુમતી ખુબ જ મોટી ઘટના છે. વિશ્વને ચકીત કરનારી ઘટના છે. 
- એક સેકન્ડ માટે યાદ કરો આ જ સમય છે જ્યારે મહાત્મા ગાંધીનાં 150 વર્ષ પુર્ણ કરશે. 2022માં દેશની આઝાદીને 75 વર્ષ પુર્ણ થવા જઇ રહ્યા છે.
- 1942-1947 દેશનો દરેક વ્યક્તિ જે કાંણ પણ કરતો હતો દેશની આઝાદી માટે કરતો હતો. એક જનઆંદોલને દેશને આઝાદ કર્યો. 
- આજે આપણે 120 કરોડ લોકો છીએ આપણે સંકલ્પ કરીએ કે દેશને તમામ મુસિબતોથી દુર કરવો છે, દેશને એક સમૃદ્ધ રાજ્ય બનાવવું છું. દેશનાં ગરીબથી ગરીબ વ્યક્તિની જરૂરિયાત પુર્ણ કરવાની છે. 
- આ ચૂંટણીને આપણે નમ્રતાથી સ્વિકારવાની હતી. 
- સરકાર તો બહુમતીથી બને છે, જનતાએ સરકાર બનાવી પણ દીધી પરંતુ લોકશાહીનાં સારોકાર ભારતના સંવિધાનને સાચવવાની જવાબદારી સ્વિકારે છે. સરકાર ભલે બહુમતીથી બનતી હોય પરંતુ દેશ સર્વમતથી ચાલે છે. 
- હું આજે જાહેર રીતે કહુ છું કે આપણે આગળ જોવાનું છે, આપણે બધાને આગળ લઇને ચાલવાનું છે. દેશ હિતને આગળ લઇને ચાલવાનું છે. 
- હું પુરતી નમ્રતા સાથે લોકશાહીની મર્યાદાઓ અને સંવિધાન જ દેશનું સુપ્રીમ છે. તેના દરેક ભાવને પકડતા દરેક કામ માટે ભારતીય જનતા પાર્ટીનો કોઇ કાર્યકર્તા નવા ઉત્સાહ સાથે કામ કરતો રહેશે તેવો મારો વિશ્વાસ છે. 
- દેશે મને ઘણુ આપ્યું ત્યારે હું દેશને કહેવા માંગુ છું કે, દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માંગુ છું કે, તમે આ ફરીકની ઝોળી તો ભરી દીધી. 
- તમે જે આશા અપેક્ષા સાથે આ ફકીરની ઝોળી ભરી છે, તે આશા અપેક્ષા અને સંકલ્પ મારી સાથે જોડાયેલા છે તેને હું સારી રીતે જાણુ છું. 
- તમે 2014માં મને ઓળખતા નહોતા છતા ભરોસો કર્યો, 2019માં મને ઓળખ્યા બાદ વધારે વિશ્વાસ કર્યો છે. 
- હું આ વિશ્વાસ અને તેની પાછળની ભાવનાને સારી રીતે સમજુ છું, ઘણા વર્ષો બાદ એક પસંદગી થયેલી સરકાર, પર્ણ બહુમતી સાથે આવી છે તેનો અર્થ છે દેશની જનતાનો મારા પર અભુતપુર્વ વિશ્વાસ છે. 
- જેમ જેમ વિશ્વાસ વધે છે તેમ તેમ જવાબદારી પણ વધે છે. માટે દેશવાસીઓને કહીશ કે તમે મને જે જવાબદારી સોંપી છે તે હું સારી રીતે નિભાવીશે.
- એનડીએનાં જે સાથીઓએ અમને સમર્થન આપ્યું છે, તેમણે મહેનત કરી છે ત્યારે હું દેશવાસીઓને કહેવા માંગીશ તેને મારુ વચન સમજો, સંકલ્પ સમજો, પ્રતિબદ્ધતા માનો તમે દિલથી મને જે કામ આપ્યું છે તે આગામી દિવસોમાં પણ હું તેને નિભાવીશ.
- આગામી દિવસોમાં આ જવાબદારી હું બદઇરાદા, બદનિયતથી કોઇ જ કામ નહી કરું. 
- કામ કરતા કરતા ભુલ થઇ શકે છે પરંતુ બદ ઇરાદા અને નિયમથી હું કોઇ પણ કામ નહી કરું. 
- દેશે મને જે મોટી જવાબદારી સોંપી છે ત્યારે હું કહીશ કે હું મારા માટે કાંઇ જ નહી કરું. 
- મારા સમયની પળેપળ, મારા શરીરનું કણ-કણ માત્ર અને માત્ર દેશવાસીઓ માટે હશે. 
- મારા દેશવાસીઓ તમે જ્યારે પણ મારુ મુલ્યાંકન કરો તો આ ત્રણ પાસાઓને ધ્યાનમાં રાખજો, કાંઇ ભુલ થાય તો મને જરૂર કહેજો. જો કે હું જાહેરમાં જે કહુ છું તેને જીવવા માટે ભરપુર પ્રયાસ કરુ છું. 
- હું રાષ્ટ્રીય અધ્યક્ષ, રાજ્યોનાં અધ્યક્ષ, તેમની ટીમ અને ભાજપનાં પેજ પ્રમુખ સુધીનાં તમામ કાર્યકર્તાઓ તેમના પરિશ્રમ, પ્રતિબદ્ધતાનો આભારી છું. 

અમિત શાહનું સંબોધન

- વિશ્વનાં સૌથીલોકપ્રિય નેતા વડાપ્રધાન મોદીનું કરતલ ધ્વની દ્વારા સ્વાગત કરવા માટેની અપીલ કરી હતી. 
- દેશની જનતા અને અથાગ મહેનત કરનારા કરોડો કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
- આઝાદી બાદ ઐતિહાસિક જીત વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં પ્રાપ્ત થઇ તે ગૌરવની વાત છે. 
- ઐતિહાસિક વિજય માટે દેશનાં સવાસો કરોડ લોકોનો આભાર વ્યક્તક કરુ છું. તેમનો આભારી છું.
- આ ઐતિહાસિક વિજય ભાજપની નહી પરંતુ દેશની વિજય છે, બુથ સ્તરથી માંડીને મેનટુમેન કામ કરનારા કાર્યકર્તાઓનો વિજય છે. 
- 2014થી 2019 સુધી ઐતિહાસિક નીતિઓ પર કામ કરનાર વડાપ્રધાન મોદીનો વિજય છે.
- વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાનો વિજય છે. 
- પાંચ વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારે દેશનાં 28 કરોડ ગરીબ પરિવારોનું જીવન સ્તર ઉઠાવવાનું કામ કર્યું છે. 
- કરોડો કાર્યકર્તાઓએ આટલા લાંબા ચૂંટણી અભિયાન દરમિયાન પરિશ્રમની પરાકાષ્ઠતા સાથે કામ કર્યું
- વડાપ્રધાનની અથાગ મહેનત અમારા વિજયનો મુખ્ય આધાર બની છે. 
- દેશની અંદર 50 વર્ષ બાદ પહેલીવાર કોઇ પુર્ણબહુમતીવાળી સરકાર આવી છે. 
- દિલ્હીની કાર્યકારીણીમાં મહાગઠબંધનની વાત થઇ મે દેશનાં કાર્યકર્તાઓએ કહ્યું કે, 50 ટકાની લડાઇ લડવા માટે કાર્યકર્તાઓ રણમેદાનમાં ઉતરે.
- દેશનાં 17 પ્રાંતની અંદર જનતાએ 50 ટકા કરતા પણ વધારે મત આપીને ભાજપ પર પસંદગી ઉતારી છે. 
- અરૂણાચલ પ્રદેશ, ચંડીગઢ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉતરાખંડ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરપ્રદેશ જેવા અનેક પ્રાંતોમાં 50 ટકા કરતા પણ વધારે મત મળ્યા છે. 
- ભાજપનો તો વિજય થયો જ છે પરંતુ સાથે સાથે કોંગ્રેસને શરમજનક પરાજય મળ્યો છે. 
- 17 યુનિટ એવા છે જેમાં કોંગ્રેસને 0 મળ્યા
- આંધ્ર, અરૂણાચલ, ગુજરાત, હરિયાણા, હિમાચલ, જમ્મુ કાશ્મીર, મણિપુર, મિઝોરમ, ઓરિસ્સા, રાજસ્થાન, સિક્કીમ, ત્રિપુરા, ઉતરાખંડ, આદમાન નિકોબાર, ચંડીગઢ, દિવ દમણ, લક્ષદ્વીપ, દાદરાનગર હવેલીમાં કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ખોલી શકી નથી. 
- 50 વર્ષથી કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ પરિવારવાદ, જાતીવાદ અને તૃષ્ટીકરણની રાજનીતિ કરતા હતા. 
- વડાપ્રધાન મોદી અને કાર્યકર્તાઓની અથાગ મહેનતનાં કારણે દેશમાંથી જાતીવાદ, પરિવારવાદ અને તૃષ્ટીકરણને દફન કરી દીધું છે. 
- ઉત્તરપ્રદેશની અંદર સપા-બસપા એક થઇ ગયા ત્યારે સમગ્ર દેશનું મીડિયા સવાલો ઉઠાવી રહ્યું હતું. જો કે ત્યાં પણ બંન્નેની સ્થિતી દયનીય છે.
- હવે દેશમાં પરિવારવાદી પાર્ટીઓ, જાતીવાદી પાર્ટીઓનું કોઇ જ મહત્વ રહેતું નથી, તૃષ્ટીકરણ કરનારાઓને લોકોને જડબાતોડ જવાબ મળ્યો છે.
- 21 પરિવારવાદી પાર્ટીઓ જે એક્ઝિટ પોલ બાદ ફરી રહ્યા હતા તેઓ ઘર ભેગા થઇ ગયા હતા. 
- ચંદ્રા બાબુ નાયડુએ વિપક્ષી પાર્ટીઓ માટે જે પરિશ્રમ કર્યો તો ચૂંટણી પહેલા કર્યો હોત તો તેમનું ખાતુ ખુલી ગયું હોત.
- જગનરેડ્ડીએ રાજ્ય સરકાર રચી તે બદત તેમને શુભકામના
- નવીનપટનાયકને ઓરિસ્સામાં રાજ્ય સરકાર રચવા બદલ ખુબ શુભેચ્છાઓ
- સિક્કીમની અંદર બોન ચારલિંગને પણ વિધાનસભા જીત બદલ અભિનંદન
- અરૂણાચલ પ્રદેશી અંદર પુર્ણ બહુમતીવાળી સરકાર બનવા જઇ રહી છે, પ્રેમા ખાંડુને પણ શુભેચ્છાઓ.
- ગોવાની અંદર 4 વિધાનસભા ચૂંટણી હતી તેમાં 3માં ભાજપનો વિજય થયો છે. 
- બંગાળની અંદર આટલા અત્યારા થવા છતા પણ 18 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે. 
- બંગાળમાં 5 વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ 4 ભાજપ જીતી ચુક્યું છે. 
- વિપક્ષનો જે પરાજય છે, જે ભાજપનો પ્રચંડ વિજય છે તે ટુકડે ટુકડે ગેંગની વિચારધારા લઇને ચાલનારા પાર્ટીઓનો પરાજય છે. 
- આ વિજય ટુકડા -ટુકડા ગેંગની વિરુદ્ધ શુદ્ધ રાષ્ટ્રવાદનો વિજય છે. 
- રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસનાં જીત બાદ મે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, કોંગ્રેસ જરૂર જીતી છે પરંતુ આપણે હાર્યા નથી.
- આજે આ તમામ રાજ્યોમાં ભાજપે સુપડા સાફ કરી દીધા છે તે માત્ર કાર્યકર્તાઓનો આભારી છે.
- દેશનું ગૌરવ વધારવાનું કાણ વડાપ્રધાન મોદીએ કર્યું છે, 8 કરોડ ગરીબોનું જીવન ઉઠાવવાનું કામ કર્યું છે. 
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે, દેશનાં ગરીબો 70 વર્ષથી રાહ જોઇ રહ્યા હતા. 
- વિપક્ષે માત્ર મોદી હટાવોની નકારાત્મક રાજનીતિ કરી
- વડાપ્રધાન વિરુદ્ધ અપશબ્દો બોલ્યા અને તેમની વિરુદ્ધ નેગેટિવ પ્રચાર કરતા રહ્યા. 
- બંગાળની અંદર 80થી વધારે કાર્યકર્તાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. 
- હું તમામ આ કાર્યકર્તાઓને ભાજપનાં તમામ કાર્યકર્તા તરફથી શ્રદ્ધાંજલી અર્પિત કરૂ છું.
- કેરળ અને કર્ણાટકમાં પોતાનો જીવ ગુમાવનાર કાર્યકર્તાઓને પણ શ્રદ્ધાંજલી અર્પિત કરૂ છું.
- 80 કરોડ ભાજપના કાર્યકર્તાઓને હું સાધુવાદ અર્પિત કરવા માંગુ છું. 
- મોદીના માર્ગદર્શનની અંદર ભાજપે સંગઠન અને જનાધાર મજબુત કર્યું છે, કાર્યક્ષેત્રની વિસ્તૃતી કરી છે. 
- વડાપ્રધાન મોદીનો આગામી 5 વર્ષનો કાર્યકાળ ભાજપના વિસ્તારનો કાર્યકાળ બનવાનો છું. 
- હું મારા ગાંધીનગર લોકસભા ક્ષેત્રનાં મતદાતાઓનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું. 
- વડાપ્રધાન તમે આવો અને નવા ભારતનાં બિલ્ડિંગનું નિર્માણ કરો.
- દેશનાં આઝાદીનાં 75 વર્ષ પુર્ણ થાય ત્યારે 75 સંકલ્પ લીધા છે તે 2022માં પુર્ણ કરીને વિશ્વ સમક્ષ પુર્ણ કરીને વિશ્વની મહાશક્તિ બનાવવાનું સ્વપ્ન પુર્ણ કરે.
- દેશનાં કરોડો કાર્યકર્તા અને દેશનાં તમામ નાગરિકો તરફથી ભાવિ વડાપ્રધાનને શુભકામનાઓ...