ચીન સાથે સરહદે ભારે તણાવ વચ્ચે PM મોદીએ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે કરી મુલાકાત
ચીન સાથે સરહદે ભારે તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) સાથે મુલાકાત કરી. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યાં મુજબ લગભગ અડધો કલાકની આ મુલાકાતમાં બંને વચ્ચે મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અચાનક જ લેહ લદાખની મુલાકાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: ચીન સાથે સરહદે ભારે તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) સાથે મુલાકાત કરી. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યાં મુજબ લગભગ અડધો કલાકની આ મુલાકાતમાં બંને વચ્ચે મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અચાનક જ લેહ લદાખની મુલાકાત કરી હતી.
#WATCH Prime Minister Narendra Modi called on President Ram Nath Kovind and briefed him on the issues of national and international importance at Rashtrapati Bhavan today pic.twitter.com/YPqOxAvtuK
— ANI (@ANI) July 5, 2020
PM મોદીએ લેહ જઈને સૈનિકોનો જુસ્સો વધાર્યો
પીએમ મોદી શુક્રવારે અચાનક લેહ પહોંચી ગયા હતાં. નીમુમાં પીએમ મોદીએ સેના, એરફોર્સ અને ITBPના જવાનો સાથે મુલાકાત કરી. તેમના હાલચાલ જાણ્યા, ઉત્સાહ વધાર્યો. આમ કરીને પીએમ મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશો આપ્યો. પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ને દેખાડી દીધુ કે ભારત સરકાર તેના સૈનિકોની સાથે છે. પીએમ મોદીને પહેલા સેનાએ તાજા હાલાત અંગે બ્રિફ કર્યું અને ત્યારબાદ તેમણે ફ્રન્ટલાઈન પર તૈનાત જવાનો સાથે પોતે વાત કરી. આ દરમિયાન પીએમ જ્યાં બંકરજેવી એક ચેમ્બરમાં બેઠા હતાં, ત્યાં જવાનો તેમની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા ખુરશીઓ પર બેઠા હતાં.
વિસ્તારવાદને લઈને ચીન પર સાધ્યું નિશાન
લેહમાં પીએમ મોદીએ ચીનની વિસ્તારવાદી નીતિ પર આકરા પ્રહારો કર્યા અને ચીનનું નામ લીધા વગર કહ્યું કે વિસ્તારવાદનો યુગ સમાપ્ત થઈ ગયો છે અને હવે વિકાસવાદનો સમય છે. પીએમ મોદીએ ચીનને ચોખ્ખુ સંભળાવી દેતા ચેતવણી ઉચ્ચારી કે જો કોઈ પર વિસ્તારવાદની જીદ સવાર હોય તો તે હંમેશા વિશ્વ શાંતિ સામે જોખમ છે. ઈતિહાસ સાક્ષી છે કે આવી તાકાતો મીટાઈ જાય છે.
જુઓ LIVE TV
નામ ન લીધુ છતાં ચીનને લાગ્યા મરચા
પીએમ મોદીના સરપ્રાઈઝ લેહ પ્રવાસથી સૌથી વધુ મરચા ચીનને લાગ્યા છે અને તેને એક સ્પષ્ટ સંદેશ પણ ગયો છે. પીએમ લેહ ગયા ત્યારબાદ તાબડતોબ ચીનના વિદેશ મંત્રાલયે નિવેદન આપતા કહ્યું કે કોઈએ પણ એવું કામ ન કરવું જોઈએ જેનાથી તણાવ વધે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે