નિઝામુદ્દીન વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમથી 1400 લોકો સંકટમાં, તબ્લીગી જમાત પર FIRના આદેશ

દિલ્હીમાં કોરોના સંદિગ્ધો પર સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. સરકાર નિઝામુદ્દીન વિસ્તારમાં ભેગા થયેલા તમાં 1400 લોકોને કોરોના તપાસ માટે હોસ્પિટલ મોકલી રહી છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈસ્લામિક સંગઠન તબ્લીગી જમાત પર FIR દાખલ કરવાના આદેશ આપ્યા છે. તેના પર લોકડાઉન દરમિયાન કાર્યક્રમ યોજીને મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાનો આરોપ છે. 

નિઝામુદ્દીન વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમથી 1400 લોકો સંકટમાં, તબ્લીગી જમાત પર FIRના આદેશ

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના સંદિગ્ધો પર સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. સરકાર નિઝામુદ્દીન વિસ્તારમાં ભેગા થયેલા તમાં 1400 લોકોને કોરોના તપાસ માટે હોસ્પિટલ મોકલી રહી છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈસ્લામિક સંગઠન તબ્લીગી જમાત પર FIR દાખલ કરવાના આદેશ આપ્યા છે. તેના પર લોકડાઉન દરમિયાન કાર્યક્રમ યોજીને મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાનો આરોપ છે. 

તમામ 1400 કોરોના સંદિગ્ધોને હોસ્પિટલ લઈ જવા માટે સરકારે 100 બસોની વ્યવસ્થા કરી. કહેવાય છે કે આ 1400 લોકોમાંથી 300થી વધુ લોકો વિદેશી નાગરિક છે જે સાઉદી અરબ, ઈન્ડોનેશિયા, દુબઈ, ઉઝ્બેકિસ્તાન અને મલેશિયા જેવા દેશથી આવ્યાં છે. નોંધનીય છે કે દિલ્હી સરકારે લોકડાઉનના કારણે કાર્યક્રમને સ્થગિત કરવા માટે બે નોટિસો પણ ફટકારી હતી. પરંતુ આમ છતાં આ કાર્યક્રમનું આયોજન કરાયું. 

— ANI (@ANI) March 31, 2020

ગૌતમ ગંભીરે લીધા આડે હાથ
ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે કેજરીવાલની કાર્યવાહીની સમર્થન કરતા કહ્યું કે આ લોકો નિઝામુદ્દીનમાં શું વિચારી રહ્યાં હતાં? સમગ્ર દેશમાં લોકડાઉન શું એ મજાક છે? આપણામાંથી કોઈ એકની ભૂલ મોટી સમસ્યાને નોંતરી શકે છે. 

— Press Trust of India (@PTI_News) March 30, 2020

ભાગ લેનારા 6 લોકોના મોત-રિપોર્ટ
દિલ્હીના નિઝામુદ્દીનમાં આયોજિત તબ્લીગી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા લોકોમાંથી 6 લોકોના મોત થયા છે.મોતને ભેટનારા તેલંગણાના છે.  આ કાર્યક્રમમાં ભાગ લઈને ઘરે પાછા ફરેલા લોકોમાં સૌથી પહેલા તેલંગણાના 6 લોકોના મોતના અહેવાલ આવ્યા બાદથી સરકારમાં હડકંપ મચ્યો છે. 

જુઓ LIVE TV

200થી વધુ લોકો સંક્રમતિ હોવાની આશંકાકાર્યક્રમમાં સામેલ 200થી વધુ લોકોમાં કોરોનાના સંક્રમણની આશંકાથી હડકંપ મચ્યો છે. કોરોના સંક્રમિત હોવાની સંભાવના બાદ અહીં હાજર 163 લોકોને દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં દાખલ કરાયા. સરકારે આ વિસ્તારમાં રહેનારા લોકોને પણ દિલ્હીની અલગ અલગ હોસ્પિટલમાં તપાસ માટે દાખલ કરાયા છે. સોમવારે દિલ્હીમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ 25 સામે આવ્યાં હતાં. જેમાંથી 19નો સંબંધ આ કાર્યક્રમ સાથે હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news