રાજસ્થાનમાં મધ્યપ્રદેશવાળી? ગહલોત સરકાર સંકટમાં, અનેક ધારાસભ્યોના ફોન બંધ

રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય સંકટનો મામલો તૂલ પકડી રહ્યો છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટને લઈને સસ્પેન્સ હજુ યથાવત છે. હાલ સચિન પાઈલટના લોકેશનને લઈને રાજકીય ગલિયારામાં ઉથલપાથલ છે. મળતી માહિતી મુજબ પાઈલટ ટીમે તેઓ દિલ્હી NCRમાં હોવાનો મીડિયાને મેસેજ મોકલ્યો હતો. જે દરમિયાન તેમની સાથે લગભગ 25 વિધાયકો હોવાનું કહેવાયું. 

રાજસ્થાનમાં મધ્યપ્રદેશવાળી? ગહલોત સરકાર સંકટમાં, અનેક ધારાસભ્યોના ફોન બંધ

દિલ્હી: રાજસ્થાન કોંગ્રેસ (Congress) માં આંતરિક કલેહ વધતો જાય છે. સૂત્રના હવાલે જાણવા મળ્યું છે કે સીએમ અશોક ગેહલોત અને સચિન પાઈલટ વચ્ચે મતભેદ વધી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ માનેસરમાં કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યો છે. પાઈલટ કેમ્પના અનેક ધારાસભ્યોના ફોન બંધ છે. ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવી શકે છે. 

આ બધા વચ્ચે સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે રાજસ્થાન એસઓજીએ ડેપ્યુટી સીએમ સચિન પાઈલટને નોટિસ મોકલી છે. નોટિસ મળવાથી સચિન પાઈલટ સરકાર સામે નારાજ છે. સચિન પાઈલટ પોતાના અનેક સમર્થક ધારાસભ્યો સાથે દિલ્હીમાં છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ પાઈલટે હવે પ્રેશર પોલિટિક્સનું વલણ અપનાવ્યું છે. PCC ચીફનું પદ ન છોડવા માટે પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે. હાઈકમાન્ડ તરફથી પાઈલટને ઈશારો મળી ચૂક્યો હતો. બીજી બાજુ સીએમ ગહેલોતના CMRમાં મંત્રીઓની અવરજવરનો સિલસિલો ચાલુ છે. આ બાજુ મંત્રી હરીશ ચૌધરી, ટીકારામ જૂલી, ભંવર સિંહ ભાટી, ભજનલાલ જાટવ, સાલેહ મોહમ્મદ, મહેન્દ્ર ચૌધરી, મહેશ જોશી, બાબુલાલ નાગર, રામલાલ જાટ પણ પહોંચી ગયા છે. 

સચિન પાઈલટ રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી છે. 2018માં રાજસ્થાનમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ વરિષ્ઠ નેતા અશોક ગેહલોત અને સચિન પાઈલટ બંને સીએમ પદની રેસમાં હતાં. પરંતુ પાર્ટી હાઈકમાને અશોક ગેહલોતને સીએમ પદની જવાબદારી સોંપી અને સચિન પાઈલટને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યાં. ગેહલોત અને પાઈલટ વચ્ચે સત્તા સંતુલન જાળવવા માટે સચિન પાઈલટને રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં. 

જુઓ LIVE TV

સચિન પાઈલટ નાયબ મુખ્યમંત્રી તો બની ગયા પણ આમ છતાં રાજ્યમાં બે ટોચના નેતૃત્વ વચ્ચે ઘર્ષણના સમાચાર આવતા રહે છે. શનિવારે જ્યારે સીએમ ગેહલોતને રાજ્યમાં કોંગ્રેસમાં જૂથબાજી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે ઈન્કાર કર્યો અને કહ્યું કે સીએમ કોણ બનવા ન ઇચ્છે. પરંતુ જ્યારે એક વ્યક્તિ સીએમ બની જાય તો બધા તેની સાથે થઈ જાય છે. 

અત્રે જણાવવાનું કે સરકાર પાડવાને લઈને રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં જે એફઆઈઆર નોંધાઈ છે તેમાં તે વાતનો ઉલ્લેખ છે કે SOGને એક કોલ રેકોર્ડિંગ દરમિયાન ખબર પડી છે કે રાજ્યમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે ઝગડો ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી અને અપક્ષોને તોડીને સરકાર પાડવામાં આવે. આ બાબતે SOGએ બે ભાજપના નેતાઓની ધરપકડ પણ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news