ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 105 થયો, અમદાવાદમાં કૂદકેને ભૂસકે વધે છે કેસ
Trending Photos
બ્રિજેશ દોશી, ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી. જયંતી રવિના જણાવ્યાં મુજબ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 10 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે. હાલ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. નવા કેસોમાં અમદાવાદના 5 કેસ, ગાંધીનગરના 2 કેસ, પાટણનો એક કેસ સામેલ છે. મોટાભાગના કેસો પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા હોય ને સંક્રમિત થયેલા છે. એસવીપીમાં દાખલ એક દર્દીનું મોત નિપજ્યું છે.
જયંતી રવિએ જણાવ્યાં મુજબ કુલ 105 કેસોમાં 84 સ્ટેબલ છે. કુલ 14 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ કોઈ દર્દી વેન્ટિલેટર પર નથી. અચાનક કેસોમાં વધારો થાય તો તેની તૈયારી તંત્રએ કરી રાખી છે. 1000 વેન્ટિલેટર સાથે રૂમની તૈયારીઓ કરી છે.
વધુ વિગતો માટે જુઓ VIDEO
અમદાવાદના જે 5 કેસો નવા આવ્યાં છે તેમાં 2 બાપુનગર, એક જમાલપુર અને એક આંબાવાડીના છે. આ સાથે અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 43 પહોંચી છે. જ્યારે સુરતમાં 12, વડોદરામાં 9, રાજકોટમાં 10 અને ગાંધીનગરમાં 13, કચ્છ અને મહેસાણામાં એક-એક, ગીર સોમનાથમાં 2, પંચમહાલ-પાટણમાં 1-1, ભાવનગરમાં 9 પોઝિટિવ કેસ છે. ગુજરાતમાં કોરોના વાયરસથી કુલ 10 લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે