21 દિવસનું લોકડાઉન પૂરું થશે તો પણ એર ઈન્ડિયા નહીં કરે ટિકિટોનું બુકિંગ, જાણો કારણ

કોરોના વાયરસને ધોબીપછાડ આપવા માટે સરકારે 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન જાહેર કરેલુ છે. જે 14 એપ્રિલના રોજ ખતમ થવા જઈ રહ્યું છે. લોકડાઉનને આગળ વધારવાની આશંકાઓને હાલમાં જ સરકારે ફગાવી હતી પરંતુ એર ઈન્ડિયાએ શુક્રવારે જે નિવેદન જાહેર કર્યું તેનાથી એવું લાગી રહ્યું છે કે આ લોકડાઉનનો સમયગાળો વધશે. સરકારી એરલાઈન્સે શુક્રવારે કહ્યું કે આજથી લઈને 30 એપ્રિલ સુધી તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ્સ પર બુકિંગ બંધ કરી દેવાયું છે. 14 એપ્રિલ બાદના બુકિંગ માટે અમે નિર્ણયની રાહ જોઈ રહ્યાં છીએ. એરલાઈન્સના આ નિવેદનથી સ્પષ્ટ છે કે લોકડાઉનને આગળ વધારાય તેવી પૂરેપૂરી આશંકા છે. 

21 દિવસનું લોકડાઉન પૂરું થશે તો પણ એર ઈન્ડિયા નહીં કરે ટિકિટોનું બુકિંગ, જાણો કારણ

નવી દિલ્હી: કોરોના વાયરસને ધોબીપછાડ આપવા માટે સરકારે 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન જાહેર કરેલુ છે. જે 14 એપ્રિલના રોજ ખતમ થવા જઈ રહ્યું છે. લોકડાઉનને આગળ વધારવાની આશંકાઓને હાલમાં જ સરકારે ફગાવી હતી પરંતુ એર ઈન્ડિયાએ શુક્રવારે જે નિવેદન જાહેર કર્યું તેનાથી એવું લાગી રહ્યું છે કે આ લોકડાઉનનો સમયગાળો વધશે. સરકારી એરલાઈન્સે શુક્રવારે કહ્યું કે આજથી લઈને 30 એપ્રિલ સુધી તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ્સ પર બુકિંગ બંધ કરી દેવાયું છે. 14 એપ્રિલ બાદના બુકિંગ માટે અમે નિર્ણયની રાહ જોઈ રહ્યાં છીએ. એરલાઈન્સના આ નિવેદનથી સ્પષ્ટ છે કે લોકડાઉનને આગળ વધારાય તેવી પૂરેપૂરી આશંકા છે. 

વિસ્તારા શરૂ કરી રહી છે બુકિંગ
આ બાજુ વિસ્તારા એરલાઈન્સે કહ્યું કે હવે તે 15 એપ્રિલ અને ત્યારબાદ માટે બુકિંગ શરૂ કરી રહી છે. જો કે એરલાઈન્સે એમ પણ કહ્યું કે આ બધા વચ્ચે જો મંત્રાલયથી કોઈ નોટિફિકેશન બહાર પડશે તો કંપની તેને અનુસરશે. 

સરકારે હાલમાં જ સ્પષ્ટ કર્યું હતું કે લોકડાઉન આગળ નહીં વધે
સોશિયલ મીડિયામાં આવેલા અહેવાલો પર કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લાગુ 21 દિવસનું લોકડાઉન આગળ વધારવામાં નહીં આવે. કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાએ 30 માર્ચના રોજ સ્પષ્ટ કર્યું હતું કે સરકારની લોકડાઉન આગળ વધારવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે "હું લોકડાઉન આગળ વધારવાના રિપોર્ટ જોઈને ચોંકી ગયો છું. સરકારની આવી કોઈ જ યોજના નથી."

— ANI (@ANI) April 3, 2020

કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 2500ને પાર
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા છેલ્લા ત્રણ ચાર દિવસથી જે સ્પીડમાં વધી રહી છે તેને જોઈને એવી ચર્ચાઓ હતી કે સરકાર લોકડાઉનનો પીરિયડ આગળ વધારી શકે છે. જો કે સરકારના સ્પષ્ટીકરણ બાદ હાલ એવું લાગે છે કે લોકડાઉનનો પીરિયડ આગળ વધશે નહીં. ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા સરકારે જણાવેલા આંકડા મુજબ 2547 થઈ છે. જ્યારે 62 લોકોના મોત થયા છે. 

પીએમ મોદીએ કર્યું હતું લોકડાઉનનું એલાન
દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા પીએમ મોદીએ 24મી માર્ચે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ આ બીમારીથી બચવા માટે લોકોને પોતાના ઘરની આગળ લક્ષ્મણ રેખા ખેંચવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગથી આ બીમારી ફેલાતી અટકશે. કેન્દ્ર સરકારે લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવવાના રાજ્ય સરકારોને આદેશ આપ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news