બિહારઃ રાહુલ ગાંધીએ EVMને ગણાવ્યું MVM, કહ્યું- આ મોદી વોટિંગ મશીન છે
રાહુલ ગાંધીએ કહ્યુ કે, ઈવીએમ, એમવીએમ છે- મોદી વોટિંગ મશીન. પરંતુ બિહારમાં આ વખતે યુવા ગુસ્સામાં છે. તેવામાં ઈવીએમ હોય કે એમવીએમ, આ વખતે ગઠબંધન જીતી રહ્યું છે.
Trending Photos
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી છે. આ કડીમાં બુધવારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અરરિયામાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન રાહુલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નીતીશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, ઈવીએમ, એમવીએમ છે- મોદી વોટિંગ મશીન. પરંતુ બિહારમાં આ વખતે યુવા ગુસ્સામાં છે. તેવામાં ઈવીએમ હોય કે એમવીએમ, આ વખતે ગઠબંધન જીતી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમારો આ એક દિવસનો સંબંધ નથી, પરંતુ જિંદગીભરનો હોવો જોઈએ. તે (પીએમ મોદી) જેટલી નફરત ફેલાવવાનો પ્રયાસ કરે છે એટલું હું પ્રેમ ફેલાવવાનો પ્રયાસ કરુ છું. નફરતને નફરતથી નહીં પરંતુ પ્રેમથી કાપી શકાય છે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, કાળા નાણા વિરુદ્ધ લડાઈ હતી તો દેશની જનતા એટલે કે આપણા કિસાન, નાના દુકાનદાર, મજૂર લાઈનમાં ઉભા હતા? શું તે કાળા નાણા વાળી જનતા હતી? દેશના પ્રધાનમંત્રી જાણે છે કે દેશના લાખો-કરોડો મજૂર દરરોજના પગાર પર જીવે છે. પ્રધાનમંત્રીએ એક મિનિટ વિચાર્યું નહીં કે નોટિસ કે ચેતવણી વગરના લૉકડાઉનથી બિહાર અને અન્ય પ્રદેશોના મજૂરોનું શું થશે?
EVM is not EVM, but MVM - Modi Voting Machine. But, this time in Bihar, the youth is angry. So be it EVM or MVM, 'Gathbandhan' will win: Congress leader Rahul Gandhi in Bihar’s Araria#BiharElections2020 pic.twitter.com/PBSQwfPY0l
— ANI (@ANI) November 4, 2020
રાહુલ ગાંધીએ કહ્યુ કે, પંજાબમાં ફૂડ પ્રોસેસિંગના કારખાના છે, તેથી ત્યાં યોગ્ય ભાવ મળે છે. તેથી આપણે મકાઈને પ્રોસેસ કરવા માટે ફેક્ટરી બિહારમાં લગાવવી પડશે. અમારો પ્રયાસ રહેશે કે આ ફેક્ટરીઓ તમારા ખેતરની પાસે હોય.
લંડન જનારી એર ઈન્ડિયાની બે ફ્લાઇટ્સને લઈને દિલ્હી એરપોર્ટને મળી ધમકી, એલર્ટ જારી
હું તમને કહેવા ઈચ્છુ છું કે મહાગઠબંધનની સરકાર બનશે તો તે દરેક ધર્મ, જાતિ, ગરીબ, મજૂર અને દરેક જિલ્લાની સરકાર હશે. આપણે મળીને આ પ્રદેશને બદલવાનું કામ કરીશું. છત્તીસગઢમાં જ્યારે ચૂંટણી હતી તો અમે ચૂંટણીની તે બેઠકમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો અમે તમને 2500 રૂપિયા ધાનનો રેટ આપીશું. અમે તે કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે