શશિ થરૂરે ગૌ રક્ષકોની સરખામણી 'બિલાડીના ટોપ' સાથે કરી, લોકસભામાં આપ્યું નિવેદન
શશિ થરૂરના જવાબમાં ગિરિરાજ સિંહે જણાવ્યું કે, ખેડૂતોને કૃષિ કરતાં વધુ આવક પશુપાલનના વ્યવસાયથી થા યછે, પશુધનના સંરક્ષણની દેશમાં સંપૂર્ણ વ્યવસ્થા છે
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મંગળવારે કોંગ્રેસના નેતા શશિ થરૂરે જણાવ્યું કે, દેશના અનેક શહેરોમાં 'ગૌ રક્ષા'ના નામે હિંસા આચરવામાં આવી રહી છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, સમગ્ર દેશમાં ગેરકાયદેસર ગૌ સંરક્ષક સમિતિઓ હિંસાની ઘટનાઓને અંજામ આપી રહી છે.
શશિ થરૂરે જણાવ્યું કે, શું એવું બની ન શકે કે સરકારની માન્યતા પ્રાપ્ત સમિતિઓને આ કામ સોંપવામાં આવે. કોંગ્રેસના નેતાએ સવાલ કર્યો કે, "ગૌ રક્ષા એ રાજ્યનો મુદ્દો છે, પરંતુ બિલાડીના ટોપની જેમ ફુટી નિકળેલા ગૌરક્ષકો સમગ્ર દેશમાં ફેલાઈને હિંસક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે."
થરૂરે જણાવ્યું કે, આ ગેરકાયદે ગૌ સંરક્ષક સમિતિઓ પર સરકાર ક્યારે કાર્યવાહી કરશે? આ સમિતિઓ હિંસાનો અડ્ડો બનતી જઈ રહી છે.
अवैध गौ संरक्षक समितियां हिंसक वारदातों को अंजाम दे रही हैं। क्या ऐसा नहीं हो सकता कि मान्यता प्राप्त समितियों को ही ये काम करने दिया जाएः शशि थरूर, आईएनसी#प्रश्नकाल pic.twitter.com/yAJxlcK8hA
— Lok Sabha TV (@loksabhatv) June 25, 2019
થરૂરના સવાલના જવાબમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી ગિરિરાજ સિંહે જવાબ આપતા કહ્યું કે, "થરૂર સાહેબ, તમે જે સવાલ પુછી રહ્યા છો તેની તપાસ માટે એક નિશ્ચિત પ્રક્રિયા છે. હું આપને વિનંતી કરીશ કે તમને જો કોઈ વિશેષ બાબત સામે વાંધો હોય તો ચોક્કસપણે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂતોને કૃષિ કરતાં વધુ આવક પશુપાલનના વ્યવસાયથી થા યછે, પશુધનના સંરક્ષણની દેશમાં સંપૂર્ણ વ્યવસ્થા છે."
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે