આત્મહત્યાની સ્થિતિએ પહોંચી ગયેલા વિદ્યાર્થીઓ માટે તારણહાર બન્યું આ ‘પુસ્તક’

લાખો વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બનેલ અને ડિપ્રેશનથી પીડાતા છ વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બહાર કાઢનાર પુસ્તક ‘ડિયર જિંદગી - જીવન સંવાદ’ હાલમાં જ રિલીઝ થયું છે. વરિષ્ઠ પત્રકાર દયાશંકર મિશ્ર (Dayashankar Mishra) નું પુસ્તક ‘ડિયર જિંદગી - જીવન સંવાદ’ (Dear Zindagi-Jeevan Samvad) વિમોચન તાજેતરમાં દિલ્હીના ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરમાં થયું 

Updated By: Jan 11, 2020, 11:13 PM IST
આત્મહત્યાની સ્થિતિએ પહોંચી ગયેલા વિદ્યાર્થીઓ માટે તારણહાર બન્યું આ ‘પુસ્તક’

અમદાવાદ :બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. આવામાં કાને એવા અનેક કિસ્સા સંભળાય છે કે, અભ્યાસના તણાવથી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. તો કોઈએ પરીક્ષાના નબળા પરિણામથી આત્મહત્યા કરી. આવા કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યાં છે. વિદ્યાર્થીઓ મોત તરફ ન ધકેલાય તે માટે શિક્ષણ વિભાગ, સ્કૂલ તથા વાલીઓ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેઓને ડિપ્રેશનમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરાય છે. ત્યારે આવામાં લાખો વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બનેલ અને ડિપ્રેશનથી પીડાતા છ વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બહાર કાઢનાર પુસ્તક ‘ડિયર જિંદગી - જીવન સંવાદ’ હાલમાં જ રિલીઝ થયું છે. વરિષ્ઠ પત્રકાર દયાશંકર મિશ્ર (Dayashankar Mishra) નું પુસ્તક ‘ડિયર જિંદગી - જીવન સંવાદ’ (Dear Zindagi-Jeevan Samvad) વિમોચન તાજેતરમાં દિલ્હીના ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરમાં થયું હતું. આ પ્રસંગે વરિષ્ઠ આચોલક ડો.વિજય બહાદુર સિંહ, સાહિત્યિક અભિરુચિ ધરાવતા વરિષ્ઠ આઈપીએસ અધિકારી ધર્મેન્દ્ર સિંહ, મધ્યપ્રદેશ માધ્યમના સંપાદક પુષ્પેન્દ્ર પાલ સિંહ અને પુસ્તકમાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર કેન્સર સર્વાઈવર શીલ સૈનીના હસ્તે પુસ્તક વિમોચન કરાયું હતું. 

JNU હિંસાનો વધુ એક Videoનો રાઝ ખૂલ્યો, હુમલાના ષડયંત્રની ખૂલી ગઈ પોલ

પોતાના પુસ્તક અને અનુભવો વિશે વાત કરતા દયાશંકર મિશ્રએ પુસ્તક વિમોચન સમયે કહ્યું કે, અત્યાર સુધી વેબ સીરિઝના રૂપમાં લખાયેલ 650થી વધુ લેખોમાંથી સિલેક્ટેડ 64 લેખને પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ઓછામાં ઓછા છ લોકો એવા છે, જેઓએ સ્વીકાર્યું કે, તેઓ આત્મહત્યાની મનસ્થિતિમાં પહોંચી ગયા હતા, પરંતુ આ લેખોને વાંચવાનું શરૂ કર્યા બાદ તેમનું જીવન બચી ગયું. તેમણે સ્પષ્ટ રૂપે કહ્યું કે, આ પુસ્તક ખુદને ફીટ અને તેજતર્રાર ગણાવનાર વ્યક્તિત્ત્વ વિકાસના પુસ્તકો જેવી નથી. આ પુસ્તક ઉછેરની સાથે બાળકોના મન, ડિપ્રેશનનું કારણ અને મનના આત્મહત્યા સુધી પહોંચવાના કારણો વિશે વિસ્તારથી વાત કરે છે. ડિપ્રેશનનો કોયડો સોલ્વ કરીને આત્મહત્યાથી બચાવનારું પુસ્તક છે જીવન સંવાદ. 

ઓળખી શક્તા હોવ તો ઓળખી બતાવો, આ બાળકીમાં છુપાયો છે એક સુંદર એક્ટ્રેસનો ચહેરો

પુસ્તકમાં પોતાનું યોગદાન આપનાર  શીલ સૈની કેન્સર સર્વાઈવર છે. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે ‘જીવન સંવાદ’ના ડિજીટલ લેખોએ તેઓને જીવન સંજીવની આપી હતી. આ પુસ્તક માત્ર ડિપ્રેશન સામે લડવાનુ જ શીખવતુ નથી, પરંતુ તે દરેક એ વ્યક્તિ માટે છે, જે દુખમાં છે, તકલીફમાં છે. આ પુસ્તક આપણી દુખની ક્ષણોમાં મદદનો હાથ વધારતો મિત્રની જેમ છે. આ પુસ્તકને સંવાદ પ્રકાશને પ્રકાશિત કર્યું છે. જેના વિમોચન સમારોહમાં વિવિધ શહેરોમાંથી આવેલા ‘જીવન સંવાદ’ના વાચકો ઉપસ્થિત રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....