વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત!

Gujarat Weather Update: આગામી બે દિવસ બાદ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત,ભરૂચ,  સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે, તો 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. ઠંડરસ્ટ્રોમની પણ શક્યતા સાથે ભારે પવન ફંકાશે. પાંચમા દિવસે સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

1/6
image

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદ રહેશે. વરસાદને કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 41.5, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સૌથી વધુ તાપમાના 41.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. અમદાવાદનું તાપમાન અત્યાર સુધી સૌથી વધુ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ હિટવેવની શક્યતા નહીંવત છે. 

2/6
image

આ વખતે ચોમાસું સમય પહેલા આવી શકે છે અને ભારે વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગે આવી કોઈ આગાહી કરી નથી, પરંતુ નિષ્ણાતોના મતે, હિંદ મહાસાગરના ડીપોલ અને લા નીનાની સ્થિતિ એક સાથે સક્રિય થવાને કારણે આ વર્ષે ચોમાસું વહેલું આવી શકે છે. લા નીના ઇફેક્ટ એ હવામાનની પુનરાવર્તિત ઘટના છે જે મધ્ય અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં દરિયાની સપાટીના સરેરાશ તાપમાન કરતાં વધુ ઠંડુ અને હિંદ મહાસાગરના દ્વિધ્રુવ અને હિંદ મહાસાગરમાં દરિયાની સપાટીના તાપમાનમાં વધઘટનું કારણ બને છે.

3/6
image

આઈએમડી પ્રમુખ મહાપાત્રએ જણાવ્યું કે આ વર્ષ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે લા નીનાની સ્થિતિ જોવા મળી રહી છે. જેનું મધ્ય પ્રશાંત મહાસાગરને ઠંડુ કરવામાં યોગદાન છે. તેમણે કહ્યું કે ભારતીય ચોમાસા માટે લા નીના સારું છે અને આ વખતે તટસ્થ સ્થિતિઓ સારી છે. ગત વર્ષ અલ નીનોના કારણે ભારતીય ચોમાસાના 60 ટકા ક્ષેત્ર પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે. પરંતુ આ વર્ષે આ સ્થિતિ જોવા મળશે નહીં. યુરેશિયામાં આ વર્ષે પણ ઓછી બરફવર્ષાનું આવરણ છે જે મોટા પાયા પર ચોમાસા માટે અનુકૂળ છે. 

4/6
image

રિપોર્ટ મુજબ ભારતમાં 2023માં ચોમાસાની સીઝનમાં 868.6 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે મજબૂત અલ નીનોને જવાબદાર ઠેરવ્યું હતું. આ મહિનાના અંત સુધીમાં આઈએમડી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગાહી બહાર પાડશે જે એક નવા સંકેત વિશે જાણકારી આપવાની સ્થિતિ બની શકે છે.   

5/6
image

એપ્રિલના 25માંથી 20 દિવસ ગરમીનું તાપમાન ઉંચું રહેવાની આગાહી છે. જેમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે. તો મે મહિનામાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદમાં એપ્રિલના મોટાભાગના દિવસમાં યલો કે ઓરેન્જ અલર્ટની શક્યતા છે. જોકે, હાલ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 37 ડિગ્રી પાર નોંધાયું છે. 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયું છે. સૌથી વધુ તાપમાન કેશોદમાં 39.4 ડિગ્રી નોંધાયું છે. 

6/6
image

ઊભરતી લા નીના સ્થિતિઓ અને IOD ઘટનાના અવલોકનો મુખ્ય ચોમાસાના કન્વર્જન્સ ઝોનમાં પશ્ચિમ તરફના શિફ્ટ તરફ નિર્દેશ કરે છે. આનાથી ભારતીય દરિયાકાંઠાથી દૂર અરબી સમુદ્રમાંથી પ્રતિસાદ આવે છે, જે મોટા પાયે ઉપરની ગતિનું કારણ બને છે જે પ્રવર્તમાન ચોમાસુ પ્રણાલીને ટેકો આપે છે, જે સમગ્ર મોસમ દરમિયાન વરસાદમાં વધારો તરફ દોરી જાય છે.

gujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીગુજરાતનું હવામાનrain todayahmedabad weatherpredictionGujarat Monsoon ForecastAmbalal Patel forecastગુજરાતgujaratmetrology departmentગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહીRainfall NewsWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાતમાં વરસાદની આગાહીGujarat Rain forecastAmbalal PatelIMDIndia Meteorological DepartmentIMD Alertઆજનું હવામાનવરસાદની આગાહીવાતાવરણમાં મોટો ફેરફારકમોસમી વરસાદની આગાહીHeavy Rainsભારેથી અતિભારે વરસાદની આગાહીકમોસમી વરસાદgujarat rainભીષણ ગરમીની આગાહીગરમીHeatwaveheat strokeIMD WeatherWeather ForecastmonsoonMonsoon UpdateGujarati Newsindia newsRainfallrainહવામાન સમાચારકેવું રહેશે ચોમાસુંખેડૂત સમાચારખેડૂતોગુજરાતના ખેડૂતો માટે સમાચારચોમાસા અંગે સમાચારચોમાસાની આગાહીTop news todaytop news in gujaratilatest gujarati newslatest news in gujaratiGujarati Newstop