56 દિવસ બાદ લોકડાઉન મુક્ત થયેલા અમદાવાદની આ છે તસવીરો, દરેક રસ્તા પર જીવન ધબક્યું

સતત ધબકતુ શહેર અમદાવાદ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે સૌથી વધુ પ્રભાવિત થયું હતું. પરંતુ આખરે 60 દિવસ બાદ જાણે અમદાવાદમાં પ્રાણ ફૂંકાયો હોય તેવુ જોવા મળ્યું. અમદાવાદના રસ્તાઓ પર વાહનો દોડતા જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં દુકાનો શરૂ થઈ હતી. પરંતુ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત હોવાને કારણે હજી પણ અમદાવાદમાં અનેક દુકાનો અને ઓફિસ ખૂલી નથી. ત્યારે તસવીરોમાં જોઈ લો કે, બે મહિના બાદ ખૂલેલા અમદાવાદમાં કેવો માહોલ છે. લોકોમાં કેવો ઉત્સાહ છે. 

ગૌરવ પટેલ/અમદાવાદ :સતત ધબકતુ શહેર અમદાવાદ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે સૌથી વધુ પ્રભાવિત થયું હતું. પરંતુ આખરે 60 દિવસ બાદ જાણે અમદાવાદમાં પ્રાણ ફૂંકાયો હોય તેવુ જોવા મળ્યું. અમદાવાદના રસ્તાઓ પર વાહનો દોડતા જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં દુકાનો શરૂ થઈ હતી. પરંતુ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત હોવાને કારણે હજી પણ અમદાવાદમાં અનેક દુકાનો અને ઓફિસ ખૂલી નથી. ત્યારે તસવીરોમાં જોઈ લો કે, બે મહિના બાદ ખૂલેલા અમદાવાદમાં કેવો માહોલ છે. લોકોમાં કેવો ઉત્સાહ છે. 

1/4
image

અમદાવાદ, સરખેજ ગાંધીનગરના રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકડાઉન ખૂલ્યાના પહેલા જ દિવસે ટ્રાફિક પોલીસ ટ્રાફીક નિયંત્રણના કંટ્રોલ કરતા નજરે પડ્યા હતા. દોઢ મહિનાના લાંબા સમય બાદ અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો

2/4
image

અમદાવાદ પશ્વિમમાં લોકડાઉનમાં આપેલી રાહતની અસર જોવા મળી. લાંબા સમયથી સુનકાર ભાસતા રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી

3/4
image

અમદાવાદમાં પાન પાર્લરની દુકાનો પર સવારથી જ લોકોની લાઈન લાગેલી જોવા મળી. તમાકુ અને તમાકુની બનાવટના બંધાણીઓ ગલ્લા પર ઉમટ્યા હતા. લોકો તમાકુ અને ગુટકાના મ્હોં માંગ્યા ભાવે ખરીદી રહ્યા છે

4/4
image

હેર સલૂનની દુકાનો ખુલતા લોકો હેર કટ માટે લોકો દુકાનોમાં પહોંચ્યા હતા. તો સાથે સેનેટાઇઝર, માસ્ક અને દો ગજ દુરીનો નિયમ પાળતા પણ લોકો નજરે ચઢ્યા. મોટાભાગની ભીડ હેર કટિંગ શોપમાં જોવા મળી રહી છે