ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019-21 : જાણો ટેસ્ટ ક્રિકેટના 'વર્લ્ડ કપ' વિશે A to Z

1 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થઈ રહેલી એશિઝ સિરીઝ સાથે જ ટેસ્ટ ક્રિકેટના 'વર્લ્ડ કપ' એવી 'વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ'નો પ્રારંભ થઈ જશે. જુન 2021 સુધી રમાનારી 73 ટેસ્ટ પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનનો ફેંસલો થશે 
 

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019-21 : જાણો ટેસ્ટ ક્રિકેટના 'વર્લ્ડ કપ' વિશે A to Z

ઝી ડિજીટલ ડેસ્ક/અમદાવાદઃ 1 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થઈ રહેલી એશિઝ સિરીઝ સાથે જ ટેસ્ટ ક્રિકેટના 'વર્લ્ડ કપ' એવી 'વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ'નો પ્રારંભ થઈ જશે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 1 ઓગસ્ટ, 2019થી જૂન, 2021 સુધી વિશ્વની 9 ટેસ્ટ ટીમ વચ્ચે કુલ 73 મેચ રમાશે. જુન 2021 સુધી જે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના બે સ્થાને હશે તેમના વચ્ચે ઈંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ મેદાનમાં ટેસ્ટ ક્રિકેટનો બાદશાહ કોણ છે તે નક્કી થશે. 

ઉલ્લેખનીય છે કે, 7 જુન, 1975ના રોજ ICC દ્વારા વન-ડે વર્લ્ડ કપની શરૂઆત કરાઈ હતી અને ટી-20 વર્લ્ડ કપની પ્રથણ મેચ 11 સપ્ટેમ્બર, 2007ના રોજ રમાઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં 'વર્લ્ડ કપ' જેવી કોઈ ફોર્મ્યુલા ન હતી, પરંતુ ICC દ્વારા આપવામાં આવતા રેન્કિંગના આધારે જે ટીમનું રેન્કિંગ વધુ હોય તે ટોચના સ્થાને રહે છે. 

શા માટે શરૂ કરાઈ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ?
છેલ્લા કેટલાક વર્ષથી કેટલીક ટીમ વચ્ચે ટેસ્ટ સિરીઝમાં અપવાદ થયા પછી ટેસ્ટ ક્રિકેટને જોઈએ તેવો ખાસ પ્રતિસાદ મળતો ન હતો. રેન્કિંગમાં ટોચની ટીમ અને તળિયાની ટીમ વચ્ચે જ્યારે મુકાબલો હોય ત્યારે તો ટેસ્ટ શ્રેણી તદ્દન નીરસ બની જતી હતી. બે ટીમ વચ્ચેની પ્રત્યેક ટેસ્ટ શ્રેણી જ નહીં પરંતુ દરેક ટેસ્ટ મેચ રસપ્રદ બની રહે તે હેતુ સાથે 'વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ'નો કન્સેપ્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. 

કઈ-કઈ ટીમો ભાગ લેશે?
ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વિન્ડીઝ. (પ્રત્યેત 9 ટીમ જુન 2021 સુધી ઓછામાં ઓછી 6 ટીમ સામે ટેસ્ટ શ્રેણી રમશે. જેમાં પ્રત્યેક ટીમને 3 ટેસ્ટ શ્રેણી ઘર આંગણે અને 3 ટેસ્ટ શ્રેણી વિદેશમાં રમવાની થશે.)

ટેસ્ટ ક્રિકેટ માટે કેટલાક નવા નિયમો
1 ઓગસ્ટથી શરૂ થઈ એશેઝમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ સફેદ ડ્રેસમાં તો હશે જ, પરંતુ આ શ્રેણીમાં તેમની ટીશર્ટ પર તેમનું નામ અને નંબર પણ હશે. વનડે અને ટી-20માં તો ઘણા સમય પહેલાં ખેલાડીઓની ટીશર્ટના પાછળના ભાગમાં તેમનું નામ અને નંબર લખવાનું શરૂ થયું હતું. ટેસ્ટ ક્રિકેટમાં હવે શરૂ થઈ રહ્યું છે. આ ઉપરાંત, શ્રેણીમાં એક નવો નિયમ પણ લાગુ થઈ શકે છે. આ નિયમ માથામાં ઈજા પહોંચતા એ ખેલાડીના સ્થાને સબસ્ટીટ્યુટ ખેલાડીને રમવા દેવાની મંજૂરી આપવાનો. આશા છે કે, આ નિયમને મંજૂરી મળી જશે અને તેને તાત્કાલિક પ્રભાવથી લાગુ કરવામાં આવશે. નિયમ લાગુ કરવાનું મુખ્ય કારણ એશેઝ ટેસ્ટ શ્રેણીની સાથે-સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ શરૂ થઈ રહી છે અને આ નિયમનો તેની તમામ મેચમાં ઉપયોગ કરી શકાય. 

— England Cricket (@englandcricket) July 22, 2019

પોઈન્ટ કેવી રીતે અપાશે? 

  • ICC વર્લ્ડ ટેસ્ટે ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમ થોડી રસપ્રદ છે. બે દેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણી 2 મેચની હોય કે પછી 5 મેચની, કુલ પોઈન્ટ 120 જ રહેશે. 
  • આ પ્રકારની વ્યવસ્થા રાખવાનો હેતુ એ છે કે, કોઈ ટીમ શ્રેણીમાં ઓછી ટેસ્ટ રમે તો તેને ગેરફાયદો ન થાય. 
  • શ્રેણીના પરિણામ નહીં પરંતુ મેચના પરિણામના આધારે જ પોઈન્ટ આપવામાં આવશે.
  • 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં દરેક વિજયના આધારે 20% અને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં એક વિજયના 50%  આપવામાં આવશે.
  • જે મેચના અંતે જે ટીમ ઓવર રેટમાં પાચળ હશે તેના બે પોઈન્ટ કાપી લેવામાં આવશે. 
  • આ રીતે જુન 2021 સુધી રમાનારી પ્રત્યેક ટેસ્ટ શ્રેણીમાં જે બે ટીમે કુલ સૌથી વધુ પોઈન્ટ સાથે ટોચના સ્થાને રહેશે તેમના વચ્ચે ફાઈનલ રમાશે. 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઈન્ટની ફાળવણી
ટેસ્ટ શ્રેણી (મેચ) વિજય ટાઈ ડ્રો પરાજય
2 60 30 20 0
3 40 20 13.3 0
4 60 15 10 0
5 24 12 8 0

 

પોઈન્ટની ગણતરી આવી રીતે કરાશે
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણી 'એશેઝ' શરૂ થઈ રહી છે, તેને આપણે ઉદાહરણ તરીકે લઈએ. સમજો કે પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ જીતે છે તો તેને 120 પોઈન્ટના 20% એટલે કે 24 પોઈન્ટ મળશે. બીજી ટેસ્ટ ડ્રો જાય તો બંને ટીમને 8-8 પોઈન્ટ મળશે. ત્રીજી ટેસ્ટ જો ઓસ્ટ્રેલિયા જીતે તો તેને 24 પોઈન્ટ મળશે અને આ રીતે ત્રણ મેચના અંતે બંને ટીમના પોઈન્ટ એક સરખા એટલે કે 32 થઈ જશે. હવે જો, ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિજય મેળવે અને પાંચમી ટેસ્ટ ડ્રો જાય તો તે સ્થિતિમાં શ્રેણીના અંતે ઈંગ્લેન્ડના 88, જ્યારે ઓસ્ટ્રેલિયાના 32+8=40 પોઈન્ટ થશે. 

ભારતની ટીમ ક્યારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમશે?
વેસ્ટ ઈન્ડીઝ સામે 22 ઓગસ્ટ, 2019થી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી સાથે જ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોતાની પ્રથમ મેચ રમશે. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ 18 ટેસ્ટ રમશે. જેમાં ભારત દ.આફ્રિકા સામે 3, ઈંગ્લેન્ડ સામે 5, બાંગ્લાદેશ સામે 2 એમ 10 ટેસ્ટ ઘર આંગણે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સામે કુલ 8 ટેસ્ટ વિદેશમાં રમશે. 

ભારત નંબર-1 ટીમ તરીકે ઉતરશે
ICC ટેસ્ટે રેન્કિંગમાં ભારતની ટીમ અત્યારે ટોચના સ્થાને છે. ટેસ્ટ રેન્કિંગમાં ભારતના અત્યારે કુલ 113 પોઈન્ટ છે. 

22 જુલાઈ, 2019 પ્રમાણે ટેસ્ટ ટીમ રેન્કિંગ

ક્રમ ટીમનું નામ રેન્કિંગ
1 ભારત 113
2 ન્યૂઝીલેન્ડ 111
3 દ.આફ્રિકા 108
4 ઈંગ્લેન્ડ 105
5 ઓસ્ટ્રેલિયા 98
6 શ્રીલંકા 94
7 પાકિસ્તાન 84
8 વેસ્ટ ઈન્ડીઝ 82
9 બાંગ્લાદેશ 65

 

કઈ ટીમ કેટલી ટેસ્ટ રમશે? 

ટીમ ટેસ્ટ કોની સામે નહીં રમે?
ઓસ્ટ્રેલિયા 19 શ્રીલંકા, વિન્ડીઝ
બાંગ્લાદેશ 14 ઈંગ્લેન્ડ, દ.આફ્રીકા
ઈંગ્લેન્ડ 22 બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ
ભારત 18 પાકિસ્તાન, શ્રીલંકા
ન્યૂઝીલેન્ડ 14 ઈંંગ્લેન્ડ, દ.આફ્રિકા,
પાકિસ્તાન 13 ભારત, વિન્ડીઝ
દ.આફ્રિકા 16 બાંંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ
શ્રીલંકા 13 ઓસ્ટ્રેલિયા, ભારત,
વિન્ડીઝ 15 ઓસ્ટ્રે્લિયા, પાકિસ્તાન

 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો 2019નો કાર્યક્રમ 

  • ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા (5 ટેસ્ટ- 1 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર, 2019)
  • શ્રીલંકા વિ. ન્યૂઝિલેન્ડ (2 ટેસ્ટ - 14 ઓગસ્ટથી 26 ઓગસ્ટ, 2019)
  • વિન્ડીઝ વિ. ભારત (2 ટેસ્ટ - 22 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર, 2019)
  • ભારત વિ. દ.આફ્રિકા (3 ટેસ્ટ - 2 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર, 2019)
  • પાકિસ્તાન વિ. શ્રીલંકા (2 ટેસ્ટ - ઓક્ટોબર, 2019)
  • ઓસ્ટ્રેલિયા વિ. પાકિસ્તાન (2 ટેસ્ટ - 21 નવેમ્બરથી 3 ડિસેમ્બર, 2019)
  • ભારત વિ. બાંગ્લાદેશ (2 ટેસ્ટ - 14નવેમ્બરથી 26 નવેમ્બર, 2019)
  • ઓસ્ટ્રેલિયા વિ. ન્યૂઝીલેન્ડ (2 ટેસ્ટ - 12 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર, 2019)
  • દ.આફ્રિકા વિ. ઈંગ્લેન્ડ (1 ટેસ્ટ - 26થી 30 ડિસેમ્બર, 2019) 
  • (નોંધઃ યજમાન ટીમનું નામ પ્રથમ લખ્યું છે.)

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news