બીસીસીઆઈએ શ્રીસંતને આપી રાહત, પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષનો કર્યો

તમને જણાવી દઈએ કે એસ શ્રીસંત પર સ્પોટ ફિક્સિંગનો આરોપ આઈપીએલ 2013મા લાગ્યો હતો ત્યારબાદ બીસીસીઆઈએ તેના પર આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. 
 

બીસીસીઆઈએ શ્રીસંતને આપી રાહત, પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષનો કર્યો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર એસ શ્રીસંત માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે તે ઝડપથી ક્રિકેટના મેદાન પર વાપસી કરવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ શ્રીસંત પર લાગેલા પ્રતિબંધનો સમય ગાળો ઘટાડી દીધો છે. બોર્ડે હવે સાત વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે જે 13 સપ્ટેમ્બર 2020ના પૂરો થઈ જશે. એટલે કે આગામી એક વર્ષ બાદ શ્રીસંત ફરી બોલિંગ કરી શકે છે. 

તમને જણાવી દઈએ કે એસ શ્રીસંત પર સ્પોટ ફિક્સિંગનો આરોપ આઈપીએલ 2013મા લાગ્યો હતો ત્યારબાદ બીસીસીઆઈએ તેના પર આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. લાંબી લડાઇ બાદ શ્રીસંતને સુપ્રીમ કોર્ટથી પણ રાહત મળી ગઈ છતાં બોર્ડે તેનો આજીવન પ્રતિબંધ યથાવત રાખ્યો હતો. પરંતુ સપ્રીમ કોર્ટે કહ્યું કે, તે શ્રીસંતના મામલાને જુએ. ત્યારબાદ બોર્ડે પોતાના નિર્ણય પર ફરી વિચાર કરતા આ નિર્ણય કર્યો છે. 

36 વર્ષીય શ્રીસંતે ભારત માટે 27 ટેસ્ટ, 53 વનડે અને 10 ટી20 મેચ રમી છે. ભારત માટે તેણે અંતિમ વનડે મેચ 2 એપ્રિલ 2011ના રમી હતી. ચો ભારત માટે અંતિમ ટી20 મેચ એક ફેબ્રુઆરી 2008મા રમી હતી. શ્રીસંતે વનડે વિશ્વકપ બાદ એકપણ મેચ રમી નથી. તેણે ટેસ્ટમાં 87 વિકેટ, વનડેમાં 75 અને ટી20મા 7 વિકેટ પોતાના નામે કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news