બનાસકાંઠામાં ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ, ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઇગામ, વાવ, થરાદ, દિયોદર, ભાભર બાદ ડીસા, પાલનપુર, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો

બનાસકાંઠામાં ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ, ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ

અલ્કેશ રાવ, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સાર્વત્રિક કમોસમી વરસાદ પડતા ખેડૂતો દ્વારા ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠામાં અનેક જગ્યાએ ભારે પવન સાથે કરા પડ્યા હતા. આ ઉપરાંત ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતાં અનેક જગ્યાએ છાપરાના પતરા ઉડયા હતા.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઇગામ, વાવ, થરાદ, દિયોદર, ભાભર બાદ ડીસા, પાલનપુર, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પાડણ, નેસડા, ગોલપ, માડકા ગામો સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે કમોસમી વરસાદ થતાં ખેડૂતોના પાકને નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

જિલ્લાના સરહદી વિસ્તાર વરસાદ પડતાં થરાદ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી વિવિધ પાકોની બોરીયો પલળી ગઈ હતી. ટેકાના ભાવે ખરીદેલા રાયડા સહિત જીરું, મેથી, ઘઉં જેવા પાકોની બોરીયો પલળી હતી. વિવિધ પાકોની બોરીયો પલળી જતાં મોટું નુકસાન થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news