પંચમહાલમાં વસવાટ કરતા પરપ્રાંતિયો ભારે મુશ્કેલીમાં

પંચમહાલ જિલ્લામાં વિવિધ ઉદ્યોગોમાં પર પ્રાંતીય મજૂરો કામ કરે છે. જેમાં સૌથી મોટી સંખ્યામાં ઈંટોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં પર પ્રાંતીયો મોટી સંખ્યામાં છે

પંચમહાલમાં વસવાટ કરતા પરપ્રાંતિયો ભારે મુશ્કેલીમાં

જયેન્દ્ર ભોઈ, પંચમહાલ: કોરોના મહામારીને લીધે દેશભરમાં જાહેર કરાયેલ લોકડાઉનના લીધે ગરીબ અને મજુર વર્ગમાં ભારે તકલીફો ઉભી થઈ રહી છે. જેમાં ખાસ કરીને યુપી અને બિહાર તરફથી ગુજરાતમાં રોજગારી માટે આવેલ પર પ્રાંતીય મજૂરોને પોતાના માદરે વતન પરત મોકલવા તંત્ર માટે મોટી સમસ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં મોટી સંખ્યામાં વસવાટ કરતા પરપ્રાંતિયો ભારે મુશ્કેલીમાં છે.

પંચમહાલ જિલ્લામાં વિવિધ ઉદ્યોગોમાં પર પ્રાંતીય મજૂરો કામ કરે છે. જેમાં સૌથી મોટી સંખ્યામાં ઈંટોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં પર પ્રાંતીયો મોટી સંખ્યામાં છે. એટલે સુધી કે આ ઉદ્યોગોના માલિકો પણ પર પ્રાંતીય જ હોય છે. ત્યારે હાલ ચાલી રહેલ કોરોના લોકડાઉનમાં આ તમામ પર પ્રાંતિયો પોતાના માદરે વતન જવાની આશામાં ભારે મુશ્કેલી વચ્ચે જીવન નિર્વાહ કરી રહ્યા છે. ઈંટ ઉત્પાદનમાં નિષ્ણાત એવા ઉત્પાદકો મોટે ભાગે ઉત્તર પ્રદેશ રાજ્યના જ હોય છે. જે ધંધા રોજગારની આશાએ ગુજરાતમાં હંગામી વસવાટ કરે છે.

એક અંદાજ પ્રમાણે જિલ્લામાં 3000 જેટલા ઈંટ ઉત્પાદન ઉદ્યોગમાં મજૂરી કરતા મજૂરો જે પંચમહાલના કાલોલ અને ઘોઘમ્બા તાલુકાના ખેતરોમાં હાલ વસી રહ્યા છે. હાલોલ, કાલોલ અને ઘોઘમ્બા તાલુકાની જમીન ઈંટોના ઉત્પાદન માટે શ્રેષ્ટ હોવાનું માનવામાં આવે છે. જેને લઈ અહીં ઈંટોના 100 ઉપરાંત ભઠ્ઠા આવેલ છે. જેમાં શ્રમિકો પોતાના પરિવાર સાથે અહીં જ રહેતા હોય છે. જે હાલ લોક ડાઉનમાં ભારે મુશ્કેલીમાં વતન જવાની રાહે દિવસો ગુજરાન કરી રહ્યા છે.

મોટે ભાગે દિવાળીના તહેવાર બાદ ઈંટોના વેચાણની શરૂઆત થાય છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસના લોકડાઉનના લીધે ઈંટોનું વેચાણ અટકી ગયું સાથે સાથે ઉત્પાદન પણ રોકી દેવાયું છે. હવે મજૂરી કામ કરતા આશરે 3000 લોકો બેકાર બની ગયા છે અને તેઓના અહીં લાવનાર ઈટ ઉત્પાદકો પણ શ્રમિકોને રહેવા જમવા ઉપરાંતના ખર્ચ આપવા પણ સક્ષમ રહ્યા નથી. હાલ તો એક મહિના ઉપરાંતથી ઈટ ઉત્પાદકો જ મજૂરોને રાખી તેઓની વ્યવસ્થા કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી લોકડાઉનના ખુલતા અને ધંધો બંધ થઇ જતા હવે તેઓથી મજૂરો માટે ખર્ચ કરી શકાય એવી સ્થિતિ પણ રહી નથી.

સરકાર દ્વારા આવા પરપ્રાંતિય શ્રમિકોને તેઓના વતન પરત મોકલવાની વ્યવસ્થા કરવાની વાત કરાઈ છે. ત્યારે યુપી સરકાર સાથે સમનવ્ય સાધીને અહીંના મજૂરોને તેઓના વતન પરત મોકલાયએ જરૂરી થઇ ગયું છે. નહીતો આવનાર સમયમાં શ્રમિકો અને ઈટ ઉત્પાદકો વચ્ચે પેટ ભરવા મામલે સંઘર્ષ થઇ શકે એમ છે. જોકે સરકાર દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ સરકાર આવા મજૂરોને વહેલો તકે વતન મોકલવાની વ્યવસ્થા કરવા હોવાનું આશ્વાશન મળ્યું છે. જેનાથી આ ઈટ ઉત્પાદકોને વતન પહોંચવાની આશ ચોક્કસથી બંધાઈ છે. જેને લઇ શ્રમિકો અને ઈંટ ઉત્પાદકોમાં ખુશી જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news