અમદાવાદના કમિશનરને અચાનક જ ક્વોરેન્ટાઈન કરવાનુ કારણ શું? કોંગ્રેસના ધારાસભ્યએ ઉઠાવ્યા આગઝરતા સવાલો

કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતાં અમદાવાદ (AMC) મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થયા છે. વિજય નહેરા (Vijay Nehra) ની મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ જરાત મેરીટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને CEO મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. આ સાથે જ ગાંધીનગરમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારે કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય શૈલેષ પરમારે વિજય નહેરા મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા છે. 

અમદાવાદના કમિશનરને અચાનક જ ક્વોરેન્ટાઈન કરવાનુ કારણ શું? કોંગ્રેસના ધારાસભ્યએ ઉઠાવ્યા આગઝરતા સવાલો

ગૌરવ પટેલ/અમદાવાદ :કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતાં અમદાવાદ (AMC) મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થયા છે. વિજય નહેરા (Vijay Nehra) ની મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ જરાત મેરીટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને CEO મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. આ સાથે જ ગાંધીનગરમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારે કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય શૈલેષ પરમારે વિજય નહેરા મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા છે. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન જવાના ડરે જુનાગઢના 5 ડોક્ટરોએ રાજીનામા આપ્યા 

ધારાસભ્ય શૈલેષ પરમારે આ મુદ્દે સવાલો ઉઠાવ્યા કે, અમદાવાદના કમિશનરને અચાનક જ ક્વોરેન્ટાઈન કરવાનુ કારણ શું ? અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ 40 દિવસ સુધી અમદાવાદ શહેરના નાગરિકોના હિત ખાતર અન્ય રાજ્યો કરતા પણ શહેરમાં વધારે ટેસ્ટ કરાવ્યા. 4000 કરતા વધુ પોઝિટિવ કેસો શોધી કાઢી સરાહનીય કામગીરી કરી છે. તેઓ સતત કોરોના પોઝિટિવ દર્દીઓ વચ્ચે હોસ્પિટલમાં, રેડ ઝોન વિસ્તારમાં તથા કોરોનાને લગતી અન્ય કામગીરીમાં હાજર રહ્યાં હતા. ત્યારે અચાનક જ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યાનું કારણ બતાવી તેઓને ૧૪ દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવાનું કારણ શું ? અમદાવાદ શહેરમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસો શોધ્યા એ શહેરના
નાગરિકોનુ હિત હતું, પરતુ ભાજપની ગુજરાત સરકાર માટે શુ અહિત હતુ ? કારણ કે કોરોના પોઝિટિવના શહેરમાં વધુ કેસોના કારણે ભાજપ સરકારની છબી તો ખરડાતી નહોતી ને ? અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનરને તેમની કોરોના માટેની કામગીરી બદલ અભિનંદન.

ભરૂચથી વડોદરાના રેડ ઝોનમાં આવેલા શબ્બીરે કોરોના ટેસ્ટ કરાવવાની ના પાડતા ટોળાએ માર માર્યો 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીની દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરિંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. કોવિડ-19 ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરિંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂક કરવામાં આવી છે. તો ત્રણ મોટા ફેરબદલ પણ કરવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરા હોમ ક્વોરેન્ટાઈન થતાં તેમના સ્થાને મુકેશ કુમાર જવાબદારી સંભાળશે. અમદાવાદમાં કોરોના વાયરસની સમગ્ર કામગીરીની દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગનું કામ ડૉ. રાજીવકુમાર ગુપ્તા સંભાળશે અને સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ પંકજ કુમાર સંભાળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news