UNSCમાં ચીનને કાશ્મીર મુદ્દે જબરદસ્ત પછડાટ, ભારતના 4 મિત્ર દેશોએ ડ્રેગનને ધૂળ ચટાડી

UNSCમાં આ મુદ્દે બ્રિટન પહેલીવાર ખુલીને ભારતના સમર્થનમાં આવ્યું છે. જ્યારે UNSCના જ એક અન્ય સ્થાયી સભ્ય રશિયાએ કહ્યું કે ફોરમમાં આ મુદ્દે ચર્ચા થવી જોઈએ નહીં. રશિયાનું કહેવું હતું કે એજન્ડામાં બીજા મહત્વના વૈશ્વિક મુદ્દાઓ હોવા જોઈએ.

UNSCમાં ચીનને કાશ્મીર મુદ્દે જબરદસ્ત પછડાટ, ભારતના 4 મિત્ર દેશોએ ડ્રેગનને ધૂળ ચટાડી

નવી દિલ્હી: કાશ્મીર (Kashmir) ની સ્થિતિ પર ચીને યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) માં બંધ રૂમમાં ચર્ચા કરાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. સિક્યુરિટી કાઉન્સિલના સભ્યો અમેરિકા (America) , ફ્રાન્સ, બ્રિટન અને રશિયાના વિરોધ બાદ ચીને (China) પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચવો પડ્યો છે. ઈકોનોમિકસ ટાઈમ્સના અહેવાલ મુજબ ડિસેમ્બરમાં UNSCના અધ્યક્ષ બનેલા અમેરિકાએ ચીનના સમર્થનવાળા પ્રસ્તાવને રોકવાનું નેતૃત્વ કર્યું હતું. આ બાજુ ફ્રાન્સે કહ્યું કે કાશ્મીરનો મુદ્દો ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેનો છે. 

ભારતે આ મામલે સંપૂર્ણ ચૂપકીદી સાધી રાખી હતી. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે ભારત સિક્યુરિટી કાઉન્સિલ ( UNSCનો સભ્ય નથી, આથી તે ચર્ચામાં સામેલ નથી. ફ્રાન્સના એક ડિપ્લોમેટિક સૂત્રએ જણાવ્યું કે અમારી સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે. કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય રીતે જ જોવો પડશે. અમે હાલમાં જ ન્યૂયોર્ક સહિત અનેક જગ્યાએ આ વાત કહી છે. 

ભારતના સમર્થનમાં આવ્યું બ્રિટન
UNSCમાં આ મુદ્દે બ્રિટન પહેલીવાર ખુલીને ભારતના સમર્થનમાં આવ્યું છે. જ્યારે UNSCના જ એક અન્ય સ્થાયી સભ્ય રશિયાએ કહ્યું કે ફોરમમાં આ મુદ્દે ચર્ચા થવી જોઈએ નહીં. રશિયાનું કહેવું હતું કે એજન્ડામાં બીજા મહત્વના વૈશ્વિક મુદ્દાઓ હોવા જોઈએ. 15 સભ્યોવાળી UNSCમાં સામેલ ઈન્ડોનેશિયાએ પણ આ વાત પર વાંધો ઉઠાવ્યો હતો કે લાઈન ઓફ કન્ટ્રોલના ભારતીય ક્ષેત્ર અને સુરક્ષા દળોના જમાવડાને ચર્ચાનો આધાર શાં માટે આધાર બનાવવામાં આવી રહ્યો છે. ઈન્ડોનેશિયાએ કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે. 

એક સૂત્રએ જણાવ્યું કે સરહદના મુદ્દે વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચીત માટે ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારત આવનાર છે અને ચીને આ અગાઉ દબાણ વધારવા માટે કાશ્મીરનો પ્રસ્તાવ આગળ વધાર્યો. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના ભારત સરકારના નિર્ણય બાદ જારી કરાયેલા માપદંડો જોતા ચીન ચર્ચા કરવા માંગતુ હતું. 

જુઓ LIVE TV

ભારત પર દબાણ બનાવવા માંગતુ હતું ચીન
ઘટનાક્રમથી વાકેફ એક વ્યક્તિએ કહ્યું કે રજાઓના કારણે સુરક્ષા પરિષદ ( UNSC)માં કામકાજ બંધ રહેવાનું છે. આ સાથે જ ભારતની અમેરિકા સાથે 2+2 વાર્તા બુધવારથી શરૂ થવાની છે. તથા વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચીત માટે 21 ડિસેમ્બરના રોજ વાંગ યી ભારત આવવાના છે. આવામાં યુએનએસસીમાં બંધ બારણે ચર્ચા પર ભાર મૂકવાનો હેતુ ફક્ત એ હતો કે સરહદ મુદ્દે ભારત પર દબાણ સર્જવામાં આવે. એક અન્ય સૂત્રએ કહ્યું કે સિક્યુરિટી કાઉન્સિલમાં ભારત-પાકિસ્તાન એજન્ડા અને ભારત-ચીન સરહદ મુદ્દા છે એ દેખાડીને ચીન ભારત પર દબાણ બનાવવા માંગતુ હતું. 

21 ડિસેમ્બરના રોજ વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચતી મોદી સરકાર ફરીથી સત્તા પર આવ્યાં બાદ બંને વચ્ચે વાર્તાનો પહેલો દૌર છે. મામલ્લપુરમમાં અનૌપચારિક શિખર સંમેલનમાં વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચીતને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો હતો. જેથી કરીને લાઈન ઓફ કંટ્રોલ પર સ્થિતિ સ્પષ્ટ થઈ શકે. 

રિપબ્લિકન સાંસદે કાશ્મીર પર ભારતનું સમર્થન કર્યું
અમેરિકી કોંગ્રેસના એક વરિષ્ઠ સાંસદે કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કર્યું છે. ફ્લોરિડાથી રિપબ્લિકન પાર્ટીના સાંસદ ફ્રાન્સિ રૂનીએ કહ્યું કે ભારત અમેરિકા મહત્વના સહયોગીઓ છે. આપણે કાશ્મીર મુદ્દે તેના વલણનું  સમર્થન કરવું જોઈએ. રૂનીએ સોમવારે એક બ્લોગમાં લખ્યું કે કાશ્મીરમાં 3 દાવેદારો વચ્ચે ભારતનો દાવો સૌથી વિશ્વસનીય છે. બ્રિટિશ શાસન ખતમ થયા બાદ 1950માં જમ્મુ અને કાશ્મીરના લગભગ બે તૃતિયાંશ ભાગે ભારત સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news