કોરોના વાયરસ કઈ રીતે બદલી રહ્યો છે રૂપ, વૈજ્ઞાનિકોએ મેળવી જાણકારી
વિશ્વભરમાં 6 લાખથી વધુ લોકોનો જીવ લઈ ચુકેલ કોરોના વાયરસ કઈ રીતે પોતાનું રૂપ બદલી રહ્યો છે. તેના વિશે બ્રિટનના વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ તે પણ દાવો કર્યો કે, કોરોના વાયરસમાં થતા આ ફેરફારથી વેક્સિન બનાવવામાં મદદ મળી શકે છે.
Trending Photos
લંડનઃ વિશ્વભરમાં 6 લાખથી વધુ લોકોનો જીવ લઈ ચુકેલ કોરોના વાયરસ કઈ રીતે પોતાનું રૂપ બદલી રહ્યો છે. તેના વિશે બ્રિટનના વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ તે પણ દાવો કર્યો કે, કોરોના વાયરસમાં થતા આ ફેરફારથી વેક્સિન બનાવવામાં મદદ મળી શકે છે.
તેનાથી વેક્સિન તૈયાર કરવામાં થશે સરળતા
વૈજ્ઞાનિકોએ એક નવા અભ્યાસથી જાણકારી મેળવી છે કે કોરોના વાયરસના કેટલાક મ્યૂટેશન માનવની ઇમ્યૂનિટી સિસ્ટમથી સંબંધિત તે પ્રોટીનથી દિશા-નિર્દેશિત થાય છે જે તેને નબળો પાડવામાં સહાયક છે. વૈજ્ઞાનિકોએ કહ્યું પરંતુ વાયરસ તેની વિરુદ્ધ ફરી ઉભો થાય છે. આ શોધ કોરોના વાયરસના ખાત્મા માટે નવી રસી તૈયાર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
આ એક વિટામીન આગળ જીવલેણ કોરોના પાંગળો બની જાય છે? રસપ્રદ તારણ
બ્રિટનની યુનિવર્સિટી ઓફ બાથનું સંશોધન
બ્રિટનની યુનિવર્સિટી ઓફ બાથના એલન રાઇસ સહિત સંશોધનકર્તાનું કહેવું છે કે બધા જીવાધારી મ્યૂટેશન (ઉત્પરિવર્તન કે રૂપમાં ફેરફાર) કરે છે તો આ પ્રક્રિયા સામાન્ય રીતે આકસ્મિત હોય
છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પરંતુ કોરોના વાયરસના મામલામાં બની શકે કે મ્યૂટેશનની પ્રક્રિયા આકસ્મિત ન હોય તથા માનવ તેને નબળો કરવા માટે રક્ષા તંત્રના રૂપમાં ઉત્પરિવર્તિત કરી રહ્યો છે.
મોલીક્યૂલર બાયોલોજી એન્ડ ઇવોલ્યૂશનમાં પ્રકાશિત થયો અહેવાલ
કોરોના વાયરસ સંબંધિત આ અહેવાલ પ્રસિદ્ધ મેગેઝિન મોલીક્યૂલર બાયોલોજી એન્ડ ઇવોલ્યૂશનમાં પ્રકાશિત થયો છે. વૈજ્ઞાનિકોએ વિશ્વભરના 15,000થી વધઠુ વાયરસ જીનોમનો અભ્યાસ કરી 6 હજારથી વધુ ઉત્પરિવર્તનોની ઓળખ કરી છે. યુનિવર્સિટી ઓફ બાથે મિલનર સેન્ટર ફોર ઇવોલ્યૂશનના ડાયરેક્ટર લોરેન્સ હર્સ્ટે કહ્યુ કે, અમે વાયરસનું ઉત્પરિવર્તન કરી તેના પર હુમલો કરી રહ્યાં છીએ.
ફરીથી જીવીત થઈ રહ્યો છે કોરોના વાયરસ
રિસર્ચમાં જાણવા મળ્યું કે ઇવ્યોલૂશન (વિકાસ)ના ક્રમમાં પ્રાકૃતિક પસંદગી (Theory of natural selection) અથવા યગ્યતમની જીતના સિદ્ધાંત હેઠળ કોરોના વાયરસ ઉત્પરિવર્તનની પ્રક્રિયા વિરુદ્ધ ફરી ઉભા થાય છે. આ શોધ કોવિડ-19 વિરુદ્ધ નવી રસી બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે