ઈમરાન ખાને મરિયમ અને નવાઝ શરીફને એક જ હોસ્પિટલમાં રાખવા આપ્યો આદેશ
જિયો ન્યૂઝ અનુસાર, સરવરે ગુરૂવારે જણાવ્યું કે, ખાને મરિયમ અને શરીફના આરોગ્ય અંગે માહિતી માગી હતી, ત્યાર પછી તેમણે પંજાબ સરકારને પૂર્વ વડાપ્રધાનની પુત્રી મરિયમને ટ્રાન્સફર કરીને સર્વિસ હોસ્પિટલમાં તેમના પિતાની સાથે દાખલ કરવા માટે કાયદાકીય ઔપચારિક્તાઓ પુરી કરવા આદેશ આપ્યો હતો.
Trending Photos
લાહોરઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝને લાહોર ખાતેની હોસ્પિટલમાં દાખળ કરાયેલા તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સાથે જ રાખવાની મંજુરી આપી છે. પંજાબ રાજ્યના ગવર્નર ચૌધરી મોહમ્મદ સરવરે આ માહિતી આપી છે.
જિયો ન્યૂઝ અનુસાર, સરવરે ગુરૂવારે જણાવ્યું કે, ખાને મરિયમ અને શરીફના આરોગ્ય અંગે માહિતી માગી હતી, ત્યાર પછી તેમણે પંજાબ સરકારને પૂર્વ વડાપ્રધાનની પુત્રી મરિયમને ટ્રાન્સફર કરીને સર્વિસ હોસ્પિટલમાં તેમના પિતાની સાથે દાખલ કરવા માટે કાયદાકીય ઔપચારિક્તાઓ પુરી કરવા આદેશ આપ્યો હતો. છેલ્લા સમાચાર અનુસાર નવાઝ શરીફની તબિયત સુધારા પર છે અને તેઓ આગામી સપ્તાહ સુધીમાં સંપૂર્ણ સાજા થઈ જાય તેવી સંભાવના છે.
સૂત્રો અનુસાર વડાપ્રધાન ઈમરાન ખાને પંજાબ રાજ્યના મુખ્યમંત્રી ઉસ્માન બુજદાર સાથે વાતચીત કરી છે અને તેમને આ પ્રકારના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પ્લેટલેટ્સ એકમદ ઘટી જતાં તેમને લાહોરની સર્વિસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની પુત્રી મરિયમ જ્યારે તેમની તબિયત જોવા ગઈ ત્યારે તેની તબિયત પણ અચાનક લથડી ગઈ હતી.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે