ફ્રાન્સમાં એક દિવસમાં 53 હજાર કેસ, WHOએ કહ્યું- સમય બરબાદ ન કરે દેશ


ફ્રાન્સમાં લૉકડાઉનની અસર થઈ રહી નથી. બીજા લૉકડાઉન લગાવ્યાને આશરે એક સપ્તાહ થઈ ગયો છે, પરંતુ હજુ સંક્રમણના દરમાં ઘટાડો થયો નથી. સોમવારે અહીં 52 હજાર 518 નવા કેસ સામે આવ્યા છે.
 

ફ્રાન્સમાં એક દિવસમાં 53 હજાર કેસ, WHOએ કહ્યું- સમય બરબાદ ન કરે દેશ

પેરિસઃ દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો 4.73 કરોડથી વધી ગયો છે. 3 કરોડ 40 લાખ 12 હજાર 909 દર્દીઓ સાજા થઈ ગયા છે. અત્યાર સુધી 12.10 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. ફ્રાન્સમાં સંક્રમણની બીજી લહેર જીવલેણ સાબિત થઈ રહી છે. અહીં સોમવારે 52 હજાર નવા સંક્રમિત સામે આવ્યા છે. લૉકડાઉન છતાં મામલા વધવાથી સરકારનો વિરોધ તેજ થઈ ગયો છે. 

ફ્રાન્સમાં પ્રતિબંધ નિષ્ફળ સાબિત થયા
ફ્રાન્સમાં લૉકડાઉનની અસર થઈ રહી નથી. બીજા લૉકડાઉન લગાવ્યાને આશરે એક સપ્તાહ થઈ ગયો છે, પરંતુ હજુ સંક્રમણના દરમાં ઘટાડો થયો નથી. સોમવારે અહીં 52 હજાર 518 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન એક હજાર લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. બીજીતરફ લૉકડાઉન છતાં કેસ વધરા મૈક્રોંની સરકાર બદાવમાં છે. લોકોનું કહેવું છે કે લૉકડાઉન હટાવી લેવું જોઈએ કારણ કે તે બેઅસર સાબિત થઈ રહ્યું છે. દરરોજ કેસ વધી રહ્યાં છે. ફ્રાન્સમાં અત્યાર સુધી આશરે 15 લાખ જેટલા કેસ સામે આવ્યા છે.

ફ્રાન્સનો આતંકવાદ પર મોટો પ્રહાર, માલીમાં એર સ્ટ્રાઈક કરી 50 આતંકીઓનો ખુડદો બોલાવ્યો

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું- કડક કરો નિયમ
વિશ્વ આરોગ્ય સંસ્થાએ એકવાર ફરી તે દેશોને ચેતવણી જારી કરી છે જે મહામારીને લઈને ગંભીર નથી. ડબ્લ્યૂએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોલ એડેમહોમ ગ્રેબિયસે કહ્યુ- હજુ પણ સમય છે જ્યારે દેશોએ કડક થવું જોઈએ. હવે વધુ દૂર નથી. કારણ કે જો પગલા ભરવામાં આવશે નહીં તો સ્થિતિ હાથમાંથી નિકળી જશે. હવે તક છે જ્યારે દુનિયાના નેતાઓએ સાથે આવવું પડશે અને મળીને આ મહામારીનો મુકાબલો કરવો પડશે. આપણી પાસે હજુ તક છે. 

પોર્ટુગલમાં પણ લૉકડાઉનની તૈયારી
પોર્ટુગલ સરકારે સ્પષ્ટ કરી દીધું કે તે સંક્રમણને રોકવા માટે કટોકટી અને લૉકડાઉન લગાવવા પર વિચાર કરી રહી છે. પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે કટોકટી કેવી હશે કે લૉકડાઉન પહેલા જેવું હશે કે અલગ. રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલોએ કહ્યુ- અમે આ વિશે વિચાર કરી રહ્યા છીએ, કારણ કે યૂરોપીય દેશોમાં સંક્રમણની બીજી લહેર અત્યાર સુધી ખતરનાક સાબિત થઈ રહી છે. પ્રધાનમંત્રી એંતોનિયો કોસ્ટાએ કહ્યુ- દેશમાં કેસ વધી રહ્યા છે. આપણે બધાએ જલદી નક્કી કરવું પડશે કે આપણે કઈ રીતે સંક્રમણ પર કાબુ મેળવી શકીએ. બાકી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news