ઈરાને USને આપી ચેતવણી, કહ્યું- 'જો યુદ્ધ થયું તો પોતાને સુરક્ષિત ન સમજતા'

જર્મનીના વિદેશ મંત્રીની મુસાફરી વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ સોમવારે અમેરિકાને ચેતવણી આપી કે તહેરાન વિરુદ્ધ આર્થિક યુદ્ધ છેડ્યા બાદ 'તે સુરક્ષિત રહેવાની આશા રાખી શકે નહીં'.

ઈરાને USને આપી ચેતવણી, કહ્યું- 'જો યુદ્ધ થયું તો પોતાને સુરક્ષિત ન સમજતા'

તહેરાન: જર્મનીના વિદેશ મંત્રીની મુસાફરી વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ સોમવારે અમેરિકાને ચેતવણી આપી કે તહેરાન વિરુદ્ધ આર્થિક યુદ્ધ છેડ્યા બાદ 'તે સુરક્ષિત રહેવાની આશા રાખી શકે નહીં'. ખાડીમાં હાલના તણાવને ધ્યાનમાં રાખીને ઈરાનના વિદેશ મંત્રી જવાદ ઝરીફે આકરા શબ્દોમાં પોતાની વાત રજુ કરી. અત્રે જણાવવાનું કે એક વર્ષ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક તાકાતો સાથે થયેલા 2015ના કરારમાંથી બહાર નિકળવાનો નિર્ણય લીધો હતો. ટ્રમ્પે ઈરાનના તેલ ક્ષેત્રોને નિશાન બનાવતા આકરા પ્રતિબંધ લગાવવાની પણ જાહેરાત કરી હતી. ત્યારથી આ સંકટ દિન પ્રતિદિન વધી રહ્યું છે. 

ઝરીફે કહ્યું કે ટ્રમ્પ પોતે જાહેરાત કરી હતી કે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ આર્થિક યુદ્ધ છેડ્યું છે. આ વિસ્તારમાં તણાવ ઘટાડવાનું એક માત્ર સમાધાન છે કે આર્થિક યુદ્ધ રોકવામાં આવે. તેમણે ચેતવણી ઉચ્ચારી કરે અમારી સાથે જે પણ યુદ્ધ શરૂ કરશે તે તેને ખતમ કરી શકશે નહીં. 

જુઓ LIVE TV

જર્મનીના વિદેશ મંત્રી હીકો માસે ભાર આપતા કહ્યું કે તેમનો દેશ અને અન્ય યુરોપીય દેશ પરમાણુ સંધિને બચાવવા માટે રસ્તો શોધવા માંગે છે. તેમણે કહ્યું કે, "અમે કોઈ ચમત્કાર કરી શકીશું નહીં પરંતુ તેને નિષ્ફળ જતી રોકવા માટે જે પણ થઈ શકે તે પ્રયત્નો અમે કરીશું."

જો કે યુરોપે અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા નવા પ્રતિબંધોમાંથી બહાર કાઢવા માટે હજુ ઈરાનને કોઈ પણ પ્રકારની રજુઆત કરી નથી. સંધિને બચાવવા યુરોપ માટે ઈરાને સાત જુલાઈની તારીખ નક્કી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news