કપરું છે આ વર્ષ 2020, કોરોના બાદ આ જોખમ તોળાવવાની ભીતિ

અત્યારે તો તમને એમ થતુ હશે કે આ કોરોના વાયરસના સંકટ સામે કેવી રીતે જીત મેળવીએ અને બધા પાછા નોર્મલ લાઈફ જીવે. પરંતુ જે પૂર્વાનુમાનો થઈ રહ્યાં છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે વર્ષ 2020નું વર્ષ દુનિયા માટે સંઘર્ષ, જંગ અને તબાહી લઈને આવ્યું છે. વર્ષની શરૂઆતની સાથે જ કોરોના વાયરસે સમગ્ર દુનિયા પર કેર વર્તાવ્યો છે. એક અનુમાન મુજબ આ વર્ષના અંત સુધીમાં 16 નાના મોટા તોફાનનું જોખમ તોળાઈ રહ્યું છે. જો કે આ તોફાનોથી કયો વિસ્તાર કેટલો પ્રભાવિત થશે તે હજુ સટિક રીતે જાણી શકાયું નથી. 
કપરું છે આ વર્ષ 2020, કોરોના બાદ આ જોખમ તોળાવવાની ભીતિ

નવી દિલ્હી: અત્યારે તો તમને એમ થતુ હશે કે આ કોરોના વાયરસના સંકટ સામે કેવી રીતે જીત મેળવીએ અને બધા પાછા નોર્મલ લાઈફ જીવે. પરંતુ જે પૂર્વાનુમાનો થઈ રહ્યાં છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે વર્ષ 2020નું વર્ષ દુનિયા માટે સંઘર્ષ, જંગ અને તબાહી લઈને આવ્યું છે. વર્ષની શરૂઆતની સાથે જ કોરોના વાયરસે સમગ્ર દુનિયા પર કેર વર્તાવ્યો છે. એક અનુમાન મુજબ આ વર્ષના અંત સુધીમાં 16 નાના મોટા તોફાનનું જોખમ તોળાઈ રહ્યું છે. જો કે આ તોફાનોથી કયો વિસ્તાર કેટલો પ્રભાવિત થશે તે હજુ સટિક રીતે જાણી શકાયું નથી. 

આ તોફાનમાં આઠ હરિકેન સામેલ
કોરોના વાયરસ બાદ પણ સંકટના વાદળો છવાયેલા રહેશે. આ તથ્ય અભ્યાસ બાદ પૂર્વાનુમાન રજુ કરતા કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે દુનિયાભરમાં 16થી વધુ સમુદ્રી તોફાન ત્રાટકી શકે છે. જેમાં આઠ હરિકેન પણ સામેલ છે. આ આઠ હરિકેનમાંથી ચાર તોફાન ખુબ જ ખતરનાક અને શક્તિશાળી હશે. વિશેષજ્ઞોએ કહ્યું કે અમને આ વર્ષે ફરીથી મોટી ગતિવિધિઓ થવાના સંકેતો મળ્યાં છે. 

— Philip Klotzbach (@philklotzbach) April 2, 2020

ભૂસ્ખલન થવાના પણ સંકેત મળ્યા
હવામાન વૈજ્ઞાનિક ફિલિપ ક્લોટ્સબેકે કહ્યું કે અમારું અનુમાન છે કે 2020માં એટલાન્ટિક બેસિન હરિકેન હવામાનની ગતિવિધિ સામાન્ય કરતા વધુ રહેશે. જે હરિકેન તોફાનની શ્રેણી 3થી 5 હશે તે મોટા તોફાન બનીને તૂટી પડશે. જેમાં 11 માઈલ પ્રતિ કલાક અને તેનાથી પણ વધુ ઝડપથી પવન ફૂંકાશે. એવું અનુમાન છે કે આ  તોફાન 1 જૂનથી 30 નવેમ્બરના હરિકન મૌસમ દરમિયાન આવશે. ક્લોટ્સબેકે કહ્યું કે આ મોટા તોફાનોથી ભૂસ્ખલન થવાના પણ સંકેત મળ્યા છે. 

અમેરિકાના તટો પાસે 69 ટકા ભૂસ્ખલન થવાની આશંકા
તેમના જણાવ્યાં મુજબ આ વર્ષે ઓછામાં ઓછા એક મોટા તોફાનથી અમેરિકાના તટો પાસે 69 ટકા ભૂસ્ખલન થવાની આશંકા છે. જો કે પૂર્વનુમાનમાં સટીક રીતે એ જાણી શકાયું નથી કે તોફાન ક્યાં હુમલો કરી શકે છે અને કયા સ્થાને ભૂસ્ખલનની આશંકા ઓછી છે. ક્લોટ્સબેક અને અન્ય વિશેષજ્ઞોએ જણાવ્યું કે એટલાન્ટિક બેસિનમાં પ્રતિવર્ષ સરેરાશ 12 ઉષ્ણકટિબંધીય તોફાન ત્રાટકે છે જેમાં છ હરિકેન હોય છે. 

— Philip Klotzbach (@philklotzbach) April 2, 2020

વૈજ્ઞાનિકોએ તો નામ પણ આપી દીધા
વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ જે તોફાન આવનાર છે તેમના નામ આ પ્રકાર છે, આર્થુર, બેરથા, ક્રિસ્ટોબલ, ડોલી, એડુઅર્ડ, ફે, ગોંઝાલો, હન્ના, ઈજાઈઅસ, જોસફિન, કેલી, લોરા, માર્કો, નાના, ઓમ, પોલેટ, રેને, સેલી, ટેડી, વિક્કી, અને વિલ્ફ્રેડ. તેમાં આઠ તોફાન હરિકેન પ્રકારના હશે. ચાર તબાહીવાળા હશે. બાકીના સામાન્ય પ્રકારના હશે. વૈજ્ઞાનિકોએ આ તમામના નામ નક્કી કરી લીધા છે. 

જુઓ LIVE TV

શું હોય છે હરિકેન?
હરિકેન એક પ્રકારના તોફાન છે. જેને ઉષ્ણકટિબંધીય તોફાન કહે છે. તે શક્તિશાળી અને વિનાશકારી તોફાન હોય છે. તેની ઉત્પતિ એટલાન્ટિક બેસિનમાં થાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ એક ઉષ્ણકટિયબંધીય તોફાનના પવનની ગતિ જ્યારે 74 માઈલ પ્રતિ કલાકે પહોંચે છે ત્યારે તે હરિકેન બની જાય છે. તેની તીવ્રતાને સૈફિર-સિમ્પસન હરિકેન વિન્ડ સ્કેલથી માપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news