પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કેમ કર્યો આ દેશના પ્રધાનમંત્રીનો ઉલ્લેખ?

PM Modi Speech Unlock 2.0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના નામે સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે નામ લીધા વગર બુલ્ગેરિયાના પ્રધાનમંત્રીનો ઉલ્લેખ પણ કર્યો હતો. હકીકતમાં બુલ્ગેરિયાના પીએમને માસ્ક ન પહેરવા માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. 

 પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કેમ કર્યો આ દેશના પ્રધાનમંત્રીનો ઉલ્લેખ?

નવી દિલ્હીઃ પીએમ મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં કહ્યુ કે, કોરોના વિરુદ્ધ જંગમાં અનલૉક 1 લાગૂ થયા બાદથી બેદરકારી જોવા મળી રહી છે. કોરોના સંક્રમણથી બચવા માટે સાવચેતી જરૂરી છે. આ સંબંધમાં જે દિશા-નિર્દેશ સરકાર તરફથી સરકાર તરફથી જારી કરવામાં આવ્યા છે, તેનું પાલન થવુ જરૂરી છે. ગામના સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી આ નિયમોનું પાલન જરૂરી છે કારણ કે, કોઈ નિયમથી ઉપર નથી. આ સિલસિલામાં તેમણે બુલ્ગેરિયાના પ્રધાનમંત્રી બોઇકો બોરિસોવનો પણ ઉલ્લેખ કર્યો હતો. હકીકતમાં બુલ્ગારિયામાં બોઇકો બોરિસોવની સરકારે કોરોનાના વધી રહેલા કેસને જોતા નિયમો કડક કર્યાં છે. તેવામાં નિયમોનો ભંગ કરવા પર ખુદ બોઇકો બોરિસો પર દંડ ફટકારવામાં આવ્યો હતો. 

હકીકતમાં બોઇકો બોરિસોવ હાલમાં એક ચર્ચમાં ગયા હા. કોરોનાના વધતા કેસને જોતા લૉકડાઉનના નિયમોનું કડક પાલન કરવામાં આવે છે. આ રીતતે જાહેર સ્થળે માસ્ક પહેરવુ જરૂરી છે. બોરિસોવે આ નિયમનો ભંગ કર્યો અને પોતાના સ્ટાફ તથ કેટલાક પત્રકારોની સાથે ચર્ચમાં પહોંચી ગયા હતા. જેથી તેમના પર 150 યૂરો આશરે 13 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકતા ચીન ચિંતામાં ડૂબ્યું, આપ્યું આ નિવેદન 

ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કોરોના મહામારીને કારણે લાગૂ કરવામાં આવેલા નિયમો પ્રમાણે આ રીતે જાહેર સ્થળે માસ્ક પહેરવુ જરૂરી છે. પીએમ બોરિસોવે નિયમનો ભંગ કર્યો છે. જેથી તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news