પરિણીત પુરુષને 'પાદરી'ની પદવી આપવી કે નહીં? વિટિકનમાં યોજાશે મતદાન
પાન અમેઝોન વિસ્તારમાં જોવા મળી રહેલા પડકારોને ધ્યાનમાં રાખીને વેટિકનમાં ત્રણ અઠવાડિયા લાંબી ચાલેલી બિશપની સભા પછી હવે મતદાન યોજાવાનું છે. વર્ષાવન ક્ષેત્રે એવા અમેઝનના જંગલોમાં આદિવાસી સમાજનું શોષણ વધુ થાય છે અને પાદરીઓનો ખુબ જ અભાવ હોવાના કારણે સંપ્રદાયની વર્ષો જુની આ પરંપરામાં સુધારો કરવા માટે મતદાન યોજાવાનું છે.
Trending Photos
વેટિકન સિટીઃ વેટિકન વિધાનસભામાં કેથલિક બિશપ એક્ઠા થયા છે. પરિણીત પુરુષને પાદરીની પદવી આપવી કે નહીં અથવા તો પાદરીના હાથ નીચે મહિલાઓની એક ટીમ બનાવવી તેના અંગે મતદાન કરીને પોપ ફ્રાન્સિસને પોતાનો અભિપ્રાય જણાવશે. કેથોલિક પરંપરામાં આ બાબતે છેલ્લા અનેક વર્ષોથી પ્રતિબંધ છે.
પાન અમેઝોન વિસ્તારમાં જોવા મળી રહેલા પડકારોને ધ્યાનમાં રાખીને વેટિકનમાં ત્રણ અઠવાડિયા લાંબી ચાલેલી બિશપની સભા પછી હવે મતદાન યોજાવાનું છે. વર્ષાવન ક્ષેત્રે એવા અમેઝનના જંગલોમાં આદિવાસી સમાજનું શોષણ વધુ થાય છે અને પાદરીઓનો ખુબ જ અભાવ હોવાના કારણે સંપ્રદાયની વર્ષો જુની આ પરંપરામાં સુધારો કરવા માટે મતદાન યોજાવાનું છે.
માત્ર આ અલગ પડેલા વિસ્તાર માટે જ નહીં પરંતુ સમગ્ર રોમન કેથોલિક ચર્ચના નિયમોમાં આ મુદ્દે સુધારો કરવા માટે સુચન આવ્યા છે. વેટિકનમાં આ મુદ્દે ચર્ચા કરવા માટે 184 બિશપ ભેગા થયા છે, જેમાંથી 60 ટકા અમેઝનના દેશોનાં છે.
આદિવાસી સમાજના પ્રતિનિધિઓ સાથે નિષ્ણાતો અને નન સાથે મળીને વેટિકનમાં મળેલી આ સભામાં સ્થાનિક મુદ્દાઓ ઉપરાંત જળવાયુ પરિવર્તનથી માંડીને ગરીબી, જમીનોનું ગેરકાયદે અધિગ્રહણ, પારાવાળું પ્રદૂષિત પાણી અને મહિલાઓ સામે હિંસા સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બિશપ અંતિમ પ્રસ્તાવો પર મતદાન કરશે. જે પ્રસ્તાવોને બે તૃતિયાંશ કરતાં વધુ બહુમતિ મળશે, તે દસ્તાવેજને મંજુરી માટે પોપ સમક્ષ રજુ કરવામાં આવશે.
પરિણીત પુરુષને પાદરીનો દરજ્જો
આ બધા જ પ્રસ્તાવોમાં સૌથી મહત્વનો મુદ્દો 'પરિણીત પુરુષ'ને પાદરીનો દરજ્જો આપવાનો છે. અમેઝન જેવા અંતરિયાળ વિસ્તારોમાં અનેક લોકો પરિણીત હોય અને ત્યાર પછી કેથોલિક સંપ્રદાયમાં જોડાયા હોય તો તેમને નિયમ મુજબ પાદરીનો દરજ્જો મળતો નથી. અત્યારે અમેઝનના વિસ્તારોમાં પાદરીઓની અછત જોવા મળી રહી છે. જો બિશપ મતદાન દ્વારા મંજુરી આપશે તો તેના માટે ચર્ચના નિયમોને નવેસરથી લખવાની જરૂર નથી. માત્ર પોપ ફ્રાન્સિસે પરિણીત પુરુષને પાદરીનો દરજ્જો આપવાનો નિયમ છે તેની બાદબાકી જ કરવાની છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે