અમદાવાદમાં આજથી દોડનારી મેટ્રો ટ્રેનની ફ્રી મુસાફરીની માહિતી મેળવવા ઝડપથી કરો ક્લિક

 14 વર્ષથી અમદાવાદની જનતા જેની રાહ જોઈ રહી હતી, તે મેટ્રો પ્રોજેક્ટ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લો મૂકશે. આજે વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના રુટ પર પહેલી મેટ્રો ટ્રેન દોડશે. 

અમદાવાદમાં આજથી દોડનારી મેટ્રો ટ્રેનની ફ્રી મુસાફરીની માહિતી મેળવવા ઝડપથી કરો ક્લિક

અમદાવાદ : 14 વર્ષથી અમદાવાદની જનતા જેની રાહ જોઈ રહી હતી, તે મેટ્રો પ્રોજેક્ટ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લો મૂકશે. આજે વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના રુટ પર પહેલી મેટ્રો ટ્રેન દોડશે. તેઓ ગુજરાતનો સૌથી મોટા એવા મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. જેના બાદ મેટ્રો ટ્રેન 6 માર્ચના રોજ સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકવામા આવશે. પરંતુ અમદાવાદીઓ માટે સૌથી રોમાંચક માહિતી એ છે કે, 10 દિવસ સુધી અમદાવાદીઓ મેટ્રો ટ્રેનની મફત મુસાફરી કરી શકશે.

પીએમ મોદીના હસ્તે મેટ્રોની શરૂઆત થઈ રહી છે ત્યારે મેટ્રો વિશે વાત કરીએ તો...

  • ફેઝ-1માં કુલ 39.25 કિલોમીટરના રૂટમાં મેટ્રો દોડશે.
  • 39.25 કિમીના રૂટમાં 32 સ્ટેશન હશે. જેમાંથી પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં 17 સ્ટેશન અને ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં 15 સ્ટેશન હશે.
  • વસ્ત્રાલથી થલતેજ વચ્ચેનો પૂર્વ-પશ્ચિમ કોરિડોર બની રહ્યો છે અને APMCથી મોટેરા વચ્ચેનો ઉત્તર-દક્ષિણ કોરિડોર બની રહ્યો છે.
  • પૂર્વ-પશ્ચિમ કોરિડોરનું અંતર 20.73 કિલોમીટર છે. જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોરનું અંતર 18.25 કિલોમીટર છે.
  • 7 કિલોમીટર અંડરગ્રાઉન્ડ ટનલમાં મેટ્રો દોડશે.
  • અંડરગ્રાઉન્ડ ટનલમાં 4 સ્ટેશન હશે.
  • 175 કરોડના ખર્ચે પ્લેટફોર્મ સ્ક્રીન ડોર સિસ્ટમ વિકસાવવામાં આવી છે. 
  • મેટ્રોનો દરવાજો સેન્સરથી ખુલશે.

MetroAhmdabadModi.jpg

મેટ્રો રેલના એમડી આઈ.પી. ગૌતમે જણાવ્યું છે કે પ્રથમ 8થી 10 દિવસ સુધી લોકો માટે ફ્રી મુસાફરી રાખી છે. હાલ તેનાં ભાડાની કોઇ જાહેરાત કરવામાં નથી આવી.

અંડરગ્રાઉન્ડ ટનલનું કામ શરૂ થયું
જે રીતે એપરલ પાર્ક થી કાલુપુર સુધીનું અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ થયું છે. તેવી જ રીતે અન્ય બે ટીબીએમ મશીનો દ્વારા કાલુપુર થી રીવરફ્રન્ટ સુધીનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનાં સત્તાધીશોની માનીએ તો, તેમના મુજબ 60 ટકા જેટલુ અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે. અન્ડરગ્રાઉન્ડ ટનલમાં ક્રોસ પેસેજ, ફર્સ્ટ સ્ટેજ કોન્ક્રીટ પ્લીન્થનું કામ ચાલી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, તંત્રએ મેટ્રોનો ઉપયોગથી 63 લાખની વસ્તીને લાભ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ગાંધીનગર સુધી મેટ્રો રૂટ લંબાવવાથી ગાંધીનગરની વિવિધ મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત સરકારી કચેરીઓને પણ જોડી શકાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news