સુરત જિલ્લામાં કોરોના વાયરસના નવા 291 કેસ, 11 મૃત્યુ


છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 207 અને ગ્રામ્યમાં 84 કેસનો સમાવેશ થાય છે. તો સુરત જિલ્લામાં વધુ 11 લોકોના મૃત્યુ થયા છે. 

સુરત જિલ્લામાં કોરોના વાયરસના નવા 291 કેસ, 11 મૃત્યુ

સુરતઃ સુરત જિલ્લામાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. હવે જિલ્લામાં દરરોજ 300 કેસ સામે આવી રહ્યાં છે. તો મૃત્યુના આંકડા પણ વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 291 કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં 207 અને ગ્રામ્યમાં 84 કેસનો સમાવેશ થાય છે. તો સુરત જિલ્લામાં વધુ 11 લોકોના મૃત્યુ થયા છે. 

સુરતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
સુરત જિલ્લામાં અત્યાર સુધી 12 હજાર 514 કેસ સામે આવ્યા છે. જેમાંથી 8518 લોકો સારવાર બાદ રિકવર થઈ ગયા છે. તો અત્યાર સુધી 396 લોકોના મૃત્યુ થયા છે. સુરતમાં એક્ટિવ કેસોની સંખ્યા 3600 છે. 

કોરોનાનો નવો રેકોર્ડઃ છેલ્લા 24 કલાકમાં 1144 કેસ, 24 મૃત્યુ, રિકવરી રેટ 73.06%  

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ
રાજ્યમાં દરરોજ કોરોના વાયરસના નિવા કેસ રેકોર્ડ બનાવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1144 કેસ નોંધાયા છે. આ એક દિવસમાં અત્યાર સુધી નોંધાયેલા કેસનો રેકોર્ડ છે. તો આ દરમિયાન કુલ 24 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 783 લોકો સારવાર બાદ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોનો આંકડો 59,126 પર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક 2396 થઈ ગયો છે. અત્યાર સુધી સારવાર બાદ રાજ્યમાં કુલ 43195 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news