અમદાવાદ કોર્પોરેશને શરૂ કરી 'કોરોના સાંત્વના' હેલ્પલાઈન, 1100 નંબર ડાયલ કરીને મેળવો માર્ગદર્શન

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. કોર્પોરેશન દ્વારા પણ કોરોનાને અટકાવવા માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે.

 અમદાવાદ કોર્પોરેશને શરૂ કરી 'કોરોના સાંત્વના' હેલ્પલાઈન, 1100 નંબર ડાયલ કરીને મેળવો માર્ગદર્શન

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. કોર્પોરેશન દ્વારા પણ કોરોનાને અટકાવવા માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ માટે મનપાએ ધનવંતરી રથ, 104: ઘરઆંગણે ડોક્ટરની સેવા, કોરોના ઘર સેવા, સંજીવની વાન જેવા ઘણા પગલા ભર્યા છે. તો હવે મનપાએ 'કોરોના સાંત્વના' નામની 1100 નંબરની એક નવી હેલ્પ લાઈન શરૂ કરી છે.

કોરોના સાંત્વના હેલ્પ લાઈન શરૂ
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબદ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાસે બેઠક યોજાઈ હતી. જેમાં કમિશનર સહિત વિવિધ અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં કોરોના સાંત્વના 1100 નંબરની હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ લાઈન પર લોકોને મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન પૂરુ પાડવામાં આવશે. આ હેલ્પલાઈન પર બે ખાસ ટીમો સવારે 9 કલાકથી રાત્રે 9 કલાક સુધી હાજર રહેશે. 

રાજ્યમાં કોરોનાથી થતા મૃત્યુદરમાં ઘટાડો, રિકવરી રેટમાં મોટો વધારોઃ નીતિન પટેલ  

આ ટીમ દ્વારા શહેરીજનોને માનસિક તકલીફો કે સમસ્યાઓ અંગે ચર્ચા કરીને નિઃશુલ્ક સલાહ/માર્ગદર્શન આપવામાં આવશે. દરેક ટીમમાં ત્રણ નિષ્ણાંત, તાલીમબદ્ધ અને અનુભવી મનોચિકિત્સક હાજર રહેશે. જેઓ કોરોનાની અસરો અંગેની ચિંતા, નકારાત્મક વિચારો, કુટુંબીજન/નજીકની વ્યક્તિના કોરોના સંક્રમણ/મૃત્યુ થકી ઉભો થયેલો શોક/માનસિક આઘાત, ઉદાસીનતા, સલામતીની ચિંતા જેવી વિવિધ મુશ્કેલીઓ અંગે ચર્ચા કરીને જરૂરી સારવાર/નિદાન કરશે. તો સ્ત્રીઓની સમસ્યાઓ સાંભળીને તેના નિરાકરણ માટે પ્રત્યેક ટીમમાં એક મહિલા તબીબ ચિકિત્સક પણ હાજર રહેશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news