વડોદરામાં નવા 77 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 3296 પર પહોંચી

વડોદરા શહેરમાં કોરોના વાયરસના વધુ 77 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3296 પહોંચી ગઈ છે. આજે કોર્પોરેશન દ્વારા 559 સેમ્પલ ટેસ્ટ કરવા માટે લીધા હતા. 

વડોદરામાં નવા 77 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 3296 પર પહોંચી

વડોદરાઃ વડોદરા શહેરમાં કોરોના વાયરસના વધુ 77 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3296 પહોંચી ગઈ છે. આજે કોર્પોરેશન દ્વારા 559 સેમ્પલ ટેસ્ટ કરવા માટે લીધા હતા. જેમાંથી 77નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આજે સારવાર બાદ 59 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી કોરોનાથી 2433 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 60 લોકોના મૃત્યુ થયા છે. 

વડોદરા ગ્રામ્યમાં પણ સંક્રમણ વધ્યું
વડોદરા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે ડભોઈમાં વધુ ચાર કેસ સામે આવ્યા છે. આમ ડભોઈમાં છેલ્લા બે દિવસમાં 15 કેસ સામે આવ્યા છે. આમ ડભોઈમાં સંક્રમિતોની સંખ્યા 66 પર પહોંચી ગઈ છે. તો પાદરામાં આજે નવા 6 કેસ સામે આવ્યા છે. પાદરામાં કોરોનાનો આંકડો કુલ 227 પર પહોંચી ગયો છે. પાદરામાં વધી રહેલા કેસને લઈને તંત્રએ પણ ધામા નાખ્યા છે. પાદરા શહેરમાં 7 PHC ડોક્ટરોની ટીમ કાર્યરત છે.

રાજ્યમાં કોરોનાથી થતા મૃત્યુદરમાં ઘટાડો, રિકવરી રેટમાં મોટો વધારોઃ નીતિન પટેલ  

આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય
રાજ્યના આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે કે હવે કોરોના ટેસ્ટ કરવા માટે પૂર્વ મંજૂરીની જરૂર રહેશે નહીં. આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ અથવા કેસ માટે પાંચ કેટેગરી નક્કી કરી છે. ટેસ્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર પડશે નહીં. જિલ્લા અથવા કોર્પોરેશનના હેલ્થ અધિકારીઓએ મેલ દ્વારા માહિતી આપવાની રહેશે. જે દર્દીના જીવનું જોખમ હોય તો કોવિડના ટેસ્ટની રાહ જોયા વગર તેને વ્યરિત સારવાર આપવાનું પણ આરોગ્ય વિભાગે કહ્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news