PM મોદીની આ પ્રથા બંધ કરવી રૂપાણી સરકારને પડી ભારે, મુખ્યમંત્રીને સંકટ મોચનની ખોટ

LRD જેવા સંવેદન શીલ કિસ્સામા સરકારમાં પ્રવક્તા મંત્રીની પણ ઓફિસીયલ નિમણૂક ન કરાઇ હોવાના કારણે મોટાભાગે મંત્રીઓ આ કેસમા જવાબ આપવાથી બચી રહ્યા હોવાનુ જોવા મળી રહ્યુ છે.

PM મોદીની આ પ્રથા બંધ કરવી રૂપાણી સરકારને પડી ભારે, મુખ્યમંત્રીને સંકટ મોચનની ખોટ

કિંજલ મિશ્રા/અમદાવાદ: એલ.આર.ડી પેપર લીક મામલે જ્યાં એક તરફ 9 લાખ પરીક્ષાર્થીઓ રોષે ભરાયા છે. ત્યારે સરકાર માટે સ્થિતિ વધુને વધુ કપરી બની રહી છે, તેનુ કારણ છે સમગ્ર પ્રકરણમાં એક બાદ એક ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓના ખૂલી રહેલા નામો છે. જો કે  ભાજપ દ્વારા  પોલીસ તપાસમા બહાર આવી રહેલા નામોનાં પક્ષ માંથી સસ્પેન્ડની જાહેરાત કરવામાં આવી રહી છે તો બીજી તરફ સીએમ રૂપાણી દ્વારા સમગ્ર કેસમા અકસ્માતના મૃત્યુ પામેલા પરીક્ષાર્થીઓને પણ વળતરની જાહેરાત કરવામા આવી છે 

પરંતુ સમગ્ર પ્રકરણમા સીએમ રૂપાણીને ક્યાંક ને ક્યાંક સંકડ મોચનની ખોટ સાલી રહી હોય એવુ લાગી રહ્યુ છે. જેના મુખ્ય 2 કારણો છે. પ્રથમ રૂપાણી સરકારના બે સશક્ત નેતાઓ હાલમા હોસ્પિટલમા સારવાર અર્થે છે. રૂપાણી સરકારના 2 ડેમેજ કંટ્રોલર ની ભુમિકામા રહેતા નેતાઓ એટલે કે ગૃહમંત્રી પ્રદીપ સિહ જાડેજા તથા ડેપ્યુટી સીએમ નિતિન પટેલ હાલના મેડીકલ લીવ પર છે, તો બીજી તરફ ભાજપ સંગઠન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીથી માંડી મોટાભાગના પદાધિકારીઓ રાજસ્થાન ચૂંટણીમાં સંદર્ભે ગુજરાત બહાર છે.

જેના કારણે સમગ્ર કેસ મહત્વના નિર્ણય તથા તેની જાહેરાત ખુદ સીએમ દ્વારા કરવી પડી રહી છે. કોંગ્રેસ સહિતના તમામ વિરોધી પક્ષ તેમજ હાર્દિક પટેલ દ્વારા પણ છેલ્લા 2 દિવસથી સરકારને સતત આડે હાથ લેવામા આવી રહી છે. પરંતુ હાલમા રૂપાણી સરકારમાં સીએમ સિવાય સમગ્ર મામલે સરકાર કે સંગઠન માંથી કોઇ નકકર પ્રતિક્રિયા ના આવવાને કારણે સરકાર સતત ભીસમા આવી રહી છે.

વિજય રૂપાણીની સીએમ તરીકે બીજી ટર્મ શરૂ થઇ ત્યારથી સરકારમા પ્રવક્તાની પોસ્ટ ખાલી છે. LRD જેવા સંવેદન શીલ કિસ્સામા સરકારમાં પ્રવક્તા મંત્રીની પણ ઓફિસીયલ નિમણૂક ન કરાઇ હોવાના કારણે મોટાભાગે મંત્રીઓ આ કેસમા જવાબ આપવાથી બચી રહ્યા હોવાનુ જોવા મળી રહ્યુ છે. તમને જાણીને નવાઇ લાગશે પણ સરકારના એક પ્રવક્તા મંત્રી હોવા જોઇએ એ વિચાર સૌથી પહેલો નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે લાવ્યા હતા. અને તેનું અમલી કરણ કરનાર પણ સૌ પ્રથમ મોદીના વડપણ હેઠળ ચાલતી રાજ્ય સરકાર હતી.

165559-nitin-patel

ત્યાર બાદ ભાજપ શાશિત તમામ રાજ્યોમા રાજયસરકારની ઓફિસીયલ પ્રવક્તા મંત્રીની નિમણૂકનો ચીલો ચાતર્યો. જેમાં સૌથી વધુ ટર્મ તે સમયમા મંત્રી તથા હાલન ભાજપના ઉપાધ્યક્ષ આઇ કે જાડેજા તથા ડેપ્યુટી સીએમ નિતિન પટેલ તેમણે સરકારના પ્રવક્તા મંત્રી તરીકે ફરજ બજાવી હતી. જો કે ગુજરાત માંથી શરૂ થયેલી પરંપરાનો ગુજરાતમા જ આજે છેદ ઉડી ગયો છે. અત્યાર સુધીની રાજય સરકારના પ્રવક્તા મંત્રીઓનીના નામ અને તેમના સમયગાળો આ મુજબ હતો.

  •     2001 - પુરુષોત્તમ રૂપાલા , આઇ.કે.જાડેજા
  •     2002 ની ચુટણીના પુરષોત્મ રૂપાલાની હાર થતા તેમને પડતા મૂકયા
  •     2002 -2007 - સૌરભ પટેલ- આઇ કે જાડેજા
  •     2007 વિધાન સભાની ચુંટણીના આઇ કે જાડેજાની હાર થતા તેમણે રીપીટ ન કરાયા
  •     2007 -2012  જય નારાયણ વ્યાસ, સૌરભ પટેલ
  •     2012 - 2017 નિતિન પટેલ

વર્ષ 2014મા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રઘાન તરીકે દિલ્હીની ગાદી સંભાળી ત્યારે તેમના અનુગામી તરીકે આનંદી બેન પટેલની સીએમ તરીકે વરણી થઇ હતી.. તેમણે કોઇ પણ પ્રકારના ફેરફાર વિના પ્રવક્તા મંત્રી તરીકે નિતિન પટેલને જ કાર્યરત રાખ્યા હતા. પાટીદાર આંદોલન સહિત રાજ્યની અનેક વિષમ પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડીયાના મારફતે આનંદી બેનએ મુખ્યમંત્રી તરીકે રાજીનામાની જાહેરાત કર્યા બાદ આ  કાંટાળો તાજ તે સમય ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી વહન કરતા વિજય રૂપાણીના શિરે આવ્યો હતો.

gujarat-cm

આનંદી બેનનો વારસો ચાલુ રાખતા રૂપાણીએ પણ પ્રવક્તા તરીકે નિતિન પટેલેને જ કન્ટીન્યું રાખ્યા હતા. જો કે નવી સરકારમાં આ મહત્વની પોસ્ટ ભૂલાઇ ગઇ છે. અથવા કોઇ ચોક્કસ કારણો સર આ પોસ્ટની નિયુક્તી અંગે હજુ સુધી ફોડ પાડવામા નથી આવ્યો કારણ ગમે તે હોય પરંતુ જે પ્રથાની નરેન્દ્ર મોદીને ગુજરાતથી જ શરૂઆત કરી હતી. હાલમા તેમના જ હોમ ગ્રાઉન્ડ પર જળવાઇ રહી નથી જેના રાજકીય આલમમાં ચર્ચા હતી. એલ.આર.ડી કેસમા સરકારનો પક્ષ મજબૂત રીતે મૂકવામાં આવી રહેલી ઉણપનુ આ પણ એક મહત્વનુ ફેકટર માનવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news