પેટાચૂંટણીમાં 8 બેઠક માટે 81 ઉમેદવાર વચ્ચે સીધો જંગ, ભાજપ-કોંગ્રેસના મત તોડશે 53 અપક્ષ ઉમેદવાર 

પેટાચૂંટણીમાં 8 બેઠક માટે 81 ઉમેદવાર વચ્ચે સીધો જંગ, ભાજપ-કોંગ્રેસના મત તોડશે 53 અપક્ષ ઉમેદવાર 
  • લિંબડી બેઠક ઉપર સૌથી વધુ 14 અને કપરાડા બેઠક ઉપર સૌથી ઓછા માત્ર 4 ઉમેદવારો છે.
  • ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં 53 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.
  • રાજકીય પક્ષ ભાજપ કોંગ્રેસની હાર જીત ઉપર અપક્ષ ઉમેદવારો સીધી અસર કરી શકે છે

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં 81 ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં છે. 8 બેઠકોની પેટાચૂંટણી (byelection) ઉપર આખરે ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં લિંબડી બેઠક ઉપર સૌથી વધુ 14 ઉમેદવારો મેદાનમાં છે. તો કપરાડા બેઠક ઉપર સૌથી ઓછા માત્ર 4 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. તો કચ્છ અબડાસા બેઠક ઉપર ૧૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. આ ઉપરાંત મોરબી અને ગઢડા બેઠક ઉપર 12-12 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. અમરેલી ધારી બેઠક ઉપર 11 ઉમેદવારો વચ્ચે જંગ છે. તો કરજણ અને ડાંગ બેઠક ઉપર 9-9 ઉમેદવારો મેદાનમાં છે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જેમાં ગઈકાલે કુલ 21 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. 

આ પણ વાંચો : પાવાગઢમા ખાનગી વાહનો પર પ્રતિબંધ, કયા રસ્તાઓ પર અમલ થશે તે ખાસ જાણી લો 

53 અપક્ષ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસની હારજીત પર અસર કરશે
આમ, ચૂંટણી પંચની યાદી મુજબ, ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં 53 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ કોંગ્રેસની હાર જીત ઉપર આ અપક્ષ ઉમેદવારો સીધી અસર કરી શકે છે. આ અપક્ષ ઉમેદવારો લિંબડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સૌથી વધુ છે. કુલ 14 ઉમેદવારોમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો 11 મેદાનમાં છે. ત્યારે મોરબી બેઠક પર અપક્ષ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસના મત તોડી શકે છે. આવામાં બંને રાજકીય પક્ષો માટે મોરબી બેઠક પરની જીત કપરી બની રહેશે. 

કપરાડા બેઠક
કપરાડા વિધાનસભા બેઠક પર 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામસે. કોંગ્રેસમાં 4 ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા જીતુભાઇ ચૌધરીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે, તો ભાજપનો છેડો ફાડી કોંગ્રેસ સાથે થયેલા બાબુભાઇ વરઠાની કોંગ્રેસમાંથી ઉમેદવારી છે. જ્યારે કે, જયેન્દ્ર ગાવિત અને પ્રકાશ પટેલની અપક્ષ ઉમેદવારી છે. આ બેઠક પર કુલ 10 ફોર્મ ભરાયા હતા, જેમાં કોંગ્રેસ ભાજપના ઉમેદવારો સાથે 3-3 ડમી ઉમેદવારો મળી કુલ 8 ફોર્મ  અને બીજા બે અપક્ષ ઉમેદવારો છે. 

આ પણ વાંચો : નવરાત્રિમાં અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર

અબડાસા બેઠક
કચ્છની અબડાસા વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અહીં 9 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા છે. ત્યારે હવે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત 10 ઉમેદવારો મેદાને છે. 

ધારી બેઠક 
ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે 1 અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. રૂડાણી ચતુરભાઈ પરષોત્તમભાઈ નામના અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. જેથી હવે પેટાચૂંટણીમાં કુલ 11 ઉમેદવારો મેદાને છે. 

  1. જયસુખભાઈ વલ્લભભાઈ કાકડીયા - ભાજપ
  2. સુરેશભાઈ મનુભાઈ કોટડીયા - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  3. ભુપતભાઈ છગનભાઈ ઉનાવા - વ્યવસ્થા પરિવર્તન પાર્ટી
  4. કપિલભાઈ કનુભાઈ વેગડા - યુવા જનજાગૃતિ પાર્ટી
  5. કાનજીભાઈ સવજીભાઈ અઘેરા - રાષ્ટ્રવાદી જન ચેતના પાર્ટી
  6. પ્રવીણભાઈ ખીમજીભાઈ ગેડિયા - અપક્ષ
  7. ઈમરાનભાઈ વલીભાઈ પરમાર - અપક્ષ
  8. પિયુષભાઈ બાબુભાઈ ઠુંમર - અપક્ષ
  9. બાવકુભાઈ અમરુભાઈ વાળા - અપક્ષ
  10. નાનાલાલ કાલિદાસ મહેતા - અપક્ષ
  11. રામજીભાઈ ભીખાભાઈ માધડ - અપક્ષ

આ પણ વાંચો : બાળપણથી ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતી મોરબીની ચેતનાને IKDRC ના તબીબોએ આપ્યુ નવું જીવન 

ગઢડા બેઠક
ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે જંગ છે. આ બેઠક પર કુલ 16 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં 3 ફોર્મ કેન્સલ થયા હતા અને એક ફોર્મ પાછું ખેંચાયું છે.

  1. આત્મારામ મકનભાઈ પરમાર - ભાજપ
  2. મોહન શંકરભાઈ સોલંકી - કોંગ્રેસ
  3.  વિનુભાઈ આનંદભાઈ પરમાર - રાષ્ટ્રીય જનચેતના પાર્ટી
  4. હરીલાલ રામજીભાઈ પરમાર - અપક્ષ
  5. મનહરભાઈ કાનજીભાઇ રાઠોડ - અપક્ષ
  6. ચેતનકુમાર હીરાલાલ સોલંકી - અપક્ષ
  7. વિજયભાઈ વીરાભાઇ પરમાર - અપક્ષ
  8. હરેશકુમાર છગનભાઈ ચૌહાણ - અપક્ષ
  9. ભગીરથ રાજુભાઈ બેરડીયા - અપક્ષ
  10. રમેશચંદ્ર નાનજીભાઈ પરમાર - અપક્ષ
  11. દિનેશભાઈ જીવરાજભાઈ પરમાર - અપક્ષ
  12. શાંતિલાલ મગનભાઈ રાઠવા - અપક્ષ

મોરબી 
મોરબી માળીયા વિધાનસભા પેટાચૂંટણી માટે ભરાયેલા ફોર્મમાંથી કેટલાક ફોર્મ પાછા ખેંચાયા છે. ત્યારે હવે કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના બ્રિજેશ મેરજા, કોંગ્રેસના જયંતિ પટેલ સામે મુખ્ય જંગ છે. તો 10 અપક્ષ ઉમેદવારો પણ છે. 

મુખ્ય 16 ઉમેદવારો
8 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચેની જંગ મોટી છે.  

બેઠક             ભાજપ                     કોંગ્રેસ
અબડાસા    પ્રદ્યુમનસિંહ જાડેજા    શાંતિલાલ સેંઘાણી 
ધારી           જેવી કાકડિયા        સુરેશ કોટડિયા 
કપરાડા        જીતુ ચૌધરી         બાબુભાઈ વરઠા
ગઢડા       આત્મરામ પરમાર     મોહન સોલંકી 
લિબડી       કિરીટસિંહ રાણા        ચેતન ખાચર 
મોરબી       બ્રિજેશ મેરજા         જયંતી પટેલ 
ડાંગ          વિજય પટેલ        સૂર્યકાંત ગાવિત 
કરજણ       અક્ષય પટેલ         કિરીટસિંહ જાડેજા 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news