પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પતિએ ખાધો ગળેફાંસો, મોતનું કારણ અકબંઘ
પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હતી. અને પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ પણ આપઘાત કરીને પંકા સાથે લટકીને જીવન ટુકાવ્યું હતું.
- પતિએ ગળું દબાવી પત્નીની કરી હત્યા
- પત્નીની હત્યા બાદ પતિએ પણ કર્યો આપઘાત
- પતિએ પંખા વડે લટકીને કર્યો આપઘાત
Trending Photos
સુરત: સુરતના કીમ વિસ્તારમાં પત્ની અને પતિ બંન્નેનો મૃતદેહ મળતા પોલીસ પણ દોડતી થઇ હતી. ઘટનાઅંગે વધુ માહિતી મળતા જાણ થઇ કે, પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હતી. અને પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ પણ આપઘાત કરીને પંકા સાથે લટકીને જીવન ટુકાવ્યું હતું. પતિ-પત્નીના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હત્યા અને આત્મહત્યા અંગેની તપાસ હાથ ધરી છે. પતિ પત્નીના મોતનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે