અમદાવાદ: પત્નીની આબરૂ લેવા આવેલા શખ્શની પતિએ કરી હત્યા
અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ખારીકટ કેનાલ પાસે યુવકની હત્યા મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, આરોપીએ પોતાની પત્નીની આબરુ બચાવવા માટે હત્યા કર્યા હોવાનુ સામે આવ્યુ છે.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ: અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ખારીકટ કેનાલ પાસે યુવકની હત્યા મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, આરોપીએ પોતાની પત્નીની આબરુ બચાવવા માટે હત્યા કર્યા હોવાનુ સામે આવ્યુ છે.
નાનલીય ઉર્ફે નાનજી નામના આરોપી પરઆનંદ ઉર્ફે ગૌતમ નામના વ્યકિતની હત્યા કરવાનો આરોપ છે. પોલીસે 24 કલાકમાં આરોપીની ધરપકડ કરી કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે આરોપીએ પોતાની પત્નીની આબરુને બચાવવા હત્યા કર્યા હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યુ છે કે આરોપીએ લાકડા વડે માથામાં માર મારી આનંદની હત્યા કરવામાં આવી છે.
રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ્દ કરવા સુરત પોલીસે કરી કોર્ટમાં અરજી, વધશે મુશ્કેલી
વધુમાં પોલીસે જણાવ્યું કે, આરોપીનો હત્યા કરવાનો ઈરાદો ન હતો પરંતુ તેનાથી હત્યા થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે આરોપીની પત્ની અને પાડોશમાં લાકડા વીણવા ગયા હતા. ત્યારે મરનારે આરોપીની પત્નીની આબરુ લેવા ગયો અને સાથે રહેલ મહિલાએ આરોપીને બોલાવી લીધો હતો. તે દરમ્યાન આરોપી ઉશ્કેરાઈ ગયો અને હત્યા કરી નાખી હતી.
મહત્વનું છે કે, ગત 28 ડિસેમ્બરના રોજ વટવા ખારીકટ કેનાલ પાસે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલી તપાસ શરુ કરી હતી. જોકે પહેલા તો આ હત્યા કેમ થઈ છે અને આ મરનાર કોણ છે તેની પણ જાણ ન હતી. પરંતુ પોલીસે પહેલા મરનારની ઓળખ કરી અને ત્યાર બાદ તપાસ શરુ કરી હતી.
અમદાવાદ: ભરતીમાં પ્રથમ નંબરે આવેલા PSIએ ખાનગી રિવોલ્વરથી કરી આત્મહત્યા
પોલીસ માટે પડકાર હતો કે આ હત્યા કેમ થઈ છે. પરંતુ એક લાકડાએ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસની તપાસમાં હત્યાની જગ્યાએ પાસેથી કેટલાક લાકડાના ટુકડાઓ મળી આવ્યા હતા. જેથી ત્યાં લાકડી વીણવા કોણ આવે છે તેની તપાસ શરુ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ એક બાદ એક પોલીસને માહિતી મળતી ગઈ અને છેલ્લે હત્યાનો આરોપી પોલીસ ગિરફતમાં આવી ગયો. ત્યારે નોંધનીય છે કે, આરોપીએ પત્નીની આબરુ બચાવવા આવુ કર્યા હોવાનુ કહી રહ્યો છે. પરંતુ ખરેખર આ હત્યા પાછળ એજ કારણ છે કે, બીજુ કોઈ કારણ છે તે તપાસનો વિષય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે