ધ્યાનથી જુઓ થાળીને... ગુજરાત વિધાનસભાના કેન્ટીનની આ થાળીમાંથી મળી આવ્યું જીવડું

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની વિવિધ રેસ્ટોરન્ટ્સ અને નામાંકિત હોટલના ફૂડમાંથી જીવાત, વંદા નીકળવાનો બનાવ બનતો હતો. ત્યારે હવે ખુદ ગુજરાત વિધાનસભા (Gujarat Vidhasanbha) ની કેન્ટીન આ લિસ્ટમાં સામેલ થઈ છે. સરકારી બાબુઓ અને રાજકીય નેતાઓને ભોજન પિરસતી ગુજરાત વિધાનસભાની કેન્ટીનનું ભોજન પણ શુદ્ધ રહ્યું નથી. વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવડું નીકળ્યું હતું. કેન્ટીમાં લોકોને પીરસાયેલી દાળમાંથી જીવડું નીકળ્યું હતું. તો બીજી તરફ, કેન્ટીનના કોન્ટ્રાક્ટરના મેનેજરે જીવડું નીકળ્યાનો સ્વીકાર પણ કર્યો છે. 
ધ્યાનથી જુઓ થાળીને... ગુજરાત વિધાનસભાના કેન્ટીનની આ થાળીમાંથી મળી આવ્યું જીવડું

બ્રિજેશ દોશી/ગાંધીનગર :છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની વિવિધ રેસ્ટોરન્ટ્સ અને નામાંકિત હોટલના ફૂડમાંથી જીવાત, વંદા નીકળવાનો બનાવ બનતો હતો. ત્યારે હવે ખુદ ગુજરાત વિધાનસભા (Gujarat Vidhasanbha) ની કેન્ટીન આ લિસ્ટમાં સામેલ થઈ છે. સરકારી બાબુઓ અને રાજકીય નેતાઓને ભોજન પિરસતી ગુજરાત વિધાનસભાની કેન્ટીનનું ભોજન પણ શુદ્ધ રહ્યું નથી. વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવડું નીકળ્યું હતું. કેન્ટીમાં લોકોને પીરસાયેલી દાળમાંથી જીવડું નીકળ્યું હતું. તો બીજી તરફ, કેન્ટીનના કોન્ટ્રાક્ટરના મેનેજરે જીવડું નીકળ્યાનો સ્વીકાર પણ કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્યના ફૂડ એન્ડ સેફટી વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ ડેઝીગ્નેટેડ અધિકારીઓને હોટલો, કેન્ટિન અને રેસ્ટોરાંમાં જઇ તાત્કાલિક તપાસ કરવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ રેસ્ટોરન્ટ અને કેન્ટિનનના રસોડાની બહાર No Admisson With Out Permission અને Admisson only With Permisson જેવા બોર્ડ માર્યા હોય, તો તેને દૂર કરાવવાના રહેશે. આ ઉપરાંત રસોડું સ્વચ્છ રાખવા જાણ કરવી. આ સિવાય ગ્રાહકો રસોડાની અંદરની સ્થિતિ કેવી છે? તે જોઈ શકે તેવી બારીઓ અને દરવાજા રાખવા માટે હુકમમાં જણાવાયું છે. જેને પગલે કોઈ પણ ગ્રાહક હવે રેસ્ટોરન્ટમાં આવેલ રસોડામાં જઈને સ્વચ્છતાની તપાસ પણ કરી શકશે.

સોમનાથ મંદિરથી કોઈ યાત્રાળુ ભૂખ્યો પાછો નહિ જાય, ટ્રસ્ટ દ્વારા નવી સુવિધા ઉમેરાઈ

ગુજરાત સરકારના આવા પગલા છતાં ખુદ વિધાનસભાની કેન્ટીનમાં સ્વચ્છા મામલે છીંડા જોવા મળ્યા હતા. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની કેન્ટીમાં જીવડું નીકળ્યું છે ત્યારે કેવા પગલા લેવાય છે તે જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news