સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના ઘરમાં કોરોનાનો પગપેસારો, પત્ની-પુત્ર પણ સંક્રમિત

યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 35 કેસ સામે આવ્યા છે. જોકે મોટાભાગનાની તબિયત સ્થિર છે અને હોમ ક્વોરેન્ટાઈન કરાયા 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના ઘરમાં કોરોનાનો પગપેસારો, પત્ની-પુત્ર પણ સંક્રમિત

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોના નાગચૂડની જેમ ફૂંફાડા મારી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra university) માં કુલપતિ સહિત કુલ 35 સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનાં પત્ની અને પુત્ર પણ કોરોનાગ્રસ્ત બન્યાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીમાં પણ હવે કોરોનાનો પગપેસારો થયો છે. યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 35 કેસ સામે આવ્યા છે. જોકે મોટાભાગનાની તબિયત સ્થિર છે અને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. 

હાલમાં છેલ્લા 4 દિવસથી ખુદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી સહિત 35 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જે તમામને ક્વોરેન્ટાઈન કરાયા છે. હાલ 50 % સ્ટાફથી યુનિવર્સિટી ખાતે કામગીરી કરવામાં આવી રહી છે. તો સાથે જ અડધાથી વધુ સ્ટાફને વર્ક ફ્રોમ આપી દેવાયું છે. ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જતીન સોની અને સિન્ડિકેટ સભ્ય ભાવિન કોઠારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડેપ્યુટી રજિસ્ટ્રાર જી.કે.જોષીને અમદાવાદ એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉપકુલપતિ વિજય દેસાણીને બાદ કરતાં મોટાભાગના અધિકારીઓ સંક્રમિત થયા છે. 

ઉલ્લેખનીય છે કે, રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા આજે વધુ 22 દર્દીના મોત નિપજ્યાં છે. રાજકોટ સિવિલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીના મોત નિપજ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રણ દિવસ કોવિડ 19નો ટેસ્ટ તેમજ હેલ્થની પ્રક્રિયા કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણી સહિત અનેક કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news