કચ્છ લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ભાજપના વિનોદ ચાવડા જંગી લીડથી જીત્યા

લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવી ગયા. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે ઝળહળતી ફતેહ હાંસલ કરી છે.

કચ્છ લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ભાજપના વિનોદ ચાવડા જંગી લીડથી જીત્યા

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવી ગયા. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે ઝળહળતી ફતેહ હાંસલ કરી છે. કેટલાક ઉમેદવારો તો જંગી બહુમતીથી જીતી ગયા છે. આવી જ એક બેઠક કચ્છની છે. જ્યાં ભાજપના ઉમેદવારે જંગી લીડથી હરિફ ઉમેદવારને હાર આપી છે. છેલ્લે મળતી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને 6 લાખથી વધુ મતો મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને સવા ત્રણ લાખ જેટલા મતો મળ્યાં છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી દલિત સમાજના મોટા આગેવાન છે. ભાજપ માટે આ વખતે સૌથી મોટો પડકાર ભાજપની જૂથબંધી હતી. આ ઉપરાંત જયંતી ભાનુશાળીની હત્યાનો મુદ્દો પણ નડે તેવું કહેવાતું હતું. આ મતવિસ્તારમાં ક્ષત્રિય, લોહાણા, મુસ્લિમ, આહિર, જૈન, પાટીદાર, સિંધી, વાણિયા, બ્રાહ્મણ, ગઢવી, માલધારી, દલિત આ બધી જ્ઞાતિઓના મતદારો નોંધપાત્ર સંખ્યામાં છે. જ્ઞાતિવાદ સમીકરણો અહીં ચાલતા નથી. ભાજપના ચાવડા નિર્વિવાદ વ્યક્તિત્વ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતા તરીકે મતદારોમાં ઓળખાય છે. 

જુઓ પરિણામ

Gujarat-Kachchh
Results
O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes    
1 CHAVDA VINOD LAKHAMSHI Bharatiya Janata Party 631753 5281 637034 62.26    
2 NARESH NARANBHAI MAHESHWARI Indian National Congress 329229 2292 331521 32.4    
3 LAKHUBHAI VAGHELA Bahujan Samaj Party 7394 54 7448 0.73    
4 CHAVDA PRAVINBHAI CHANABHAI Hindusthan Nirman Dal 2147 8 2155 0.21    
5 DHIRUBHAI BABULAL SHRIMALI New All India Congress Party 1590 6 1596 0.16    
6 MAHESHWARI DEVJIBHAI VACHHIYABHAI Bahujan Mukti Party 10004 94 10098 0.99    
7 SONDARVA BALUBEN MAHESHBHAI Rashtriya Power Party 1682 17 1699 0.17    
8 BABULAL AMARSHI VAGHELA Independent 2133 8 2141 0.21    
9 MARU MANISHA BHARAT Independent 4962 22 4984 0.49    
10 MEGHVAL BHIMJIBHAI BHIKHABHAI Independent 5750 11 5761 0.56    
11 NOTA None of the Above 18551 210 18761 1.83    
  Total   1015195 8003 1023198      
                 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news