પાટણ લોકસભા ચૂંટણી 2019 પરિણામ: મહત્વની બેઠક પર ભાજપનો સપાટો

ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને 193879 મતોથી હરાવ્યાં. 

પાટણ લોકસભા ચૂંટણી 2019 પરિણામ: મહત્વની બેઠક પર ભાજપનો સપાટો

અમદાવાદ: પાટણનો ઈતિહાસ જેટલો મહત્વનો છે તેટલી જ પાટણ લોકસભા સીટ મહત્વની છે. આ સીટ પરથી ભાજપના ભરતસિંહ ડાભીનો મુકાબલો કોંગ્રેસના જગદીશ ઠાકોર સામે હતો. ભાજપના ઉમેદવાર જંગી બહુમતીથી જીતી ગયા છે.  છેલ્લી 3 ચૂંટણીઓની વાત કરીએ તો 2014માં પણ આ બેઠક ભાજપે જીતી હતી. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને 193879 મતોથી હરાવ્યાં. 

જુઓ LIVE TV

2014માં ભાજપે લીલાધર વાઘેલાની ટિકિટ આપી હતી. જેમણે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ભાવસિંહ રાઠોડને 1 લાખ 38 હજાર 719 મતથી હરાવ્યા હતા. જ્યારે 2009માં ભાજપના ભાવસિંહ રાઠોડ જગદીશ ઠાકોર સામે હાર્યા હતાં. તે અગાઉ 2004માં ગુજરાતી સિનેમાના જાણીતા ચહેરા એવા મહેશ કનોડિયાને ભાજપે ટિકિટ આપી હતી. તેઓ જીતીને ચોથીવાર સાંસદ બન્યાં હતાં. વર્ષ 1991થી સતત ત્રણ ટર્મ સુધી મહેશ કનોડિયા ચૂંટાઈ રહ્યાં હતાં. જો કે 1999માં પ્રવીણ રાષ્ટ્રપાલે તેમને હરાવીને સિલસિલો તોડ્યો હતો. વર્ષ 2004માં ભાજપે ફરી તક આપતા તેઓ જીત્યા હતાં. 

જુઓ વિગતવાર પરિણામ...

Gujarat-Patan
Results
O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes    
1 CHAUDHARI KIRTIBHAI JESHANGBHAI Nationalist Congress Party 9184 31 9215 0.82    
2 JAGDISH THAKOR Indian National Congress 437358 2131 439489 39.02    
3 DABHI BHARATSINHJI SHANKARJI Bharatiya Janata Party 629813 3555 633368 56.24    
4 SURAJKUMAR MAHENDRABHAI PARMAR Bahujan Samaj Party 6588 63 6651 0.59    
5 PRAJAPATI JAYANTIBHAI DEVABHAI Hindusthan Nirman Dal 2771 17 2788 0.25    
6 UMEDBHAI HARIBHAI NAI Independent 1036 5 1041 0.09    
7 CHAUDHARI SHAILESHKUMAR KANJIBHAI Independent 1217 5 1222 0.11    
8 PRAVINKUMAR TULSIDAS PANDYA Independent 1372 4 1376 0.12    
9 BHORANIYA SHOYABBHAI HASAMBHAI Independent 1783 1 1784 0.16    
10 MAKWANA VAGHABHAI MAGANBHAI Independent 2039 5 2044 0.18    
11 MOLAPIYA ABDULKUDUS ABDULMAJID Independent 5645 2 5647 0.5    
12 RATHOD GOVINDBHAI BHIKHABHAI Independent 7299 5 7304 0.65    
13 NOTA None of the Above 14268 59 14327 1.27    
  Total   1120373 5883 1126256      
                 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news