રસ્તા પર ચરસ વેચતા મોહંમદ અફઝલને અમદાવાદ પોલીસે પકડ્યો
Trending Photos
- પોલીસે આરોપી મોહમ્મદ અફઝલ ઉર્ફે અબુ શેખ પાસેથી 60 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો નોંધ્યો
મૌલિક ધામેચા / અમદાવાદ :છેલ્લા ઘણા સમયથી રાજ્યના ગૃહમંત્રીએ નશાબંધીના કાયદામાં ફેરફાર કર્યા બાદ માદક પદાર્થોની હેરાફેરી કરતા શખ્સો સામે કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે. અમદાવાદના કારણ પોલીસે ત્રણ દરવાજા પાસેથી એક શખ્સને માદક પદાર્થ સાથે ઝડપી પાડી એનડીપીએસ એકટ હેઠળ કાર્યવાહી કરી છે.
મૂળ અમદાવાદનો રહેવાસી મોહમ્મદ અફઝલ છેલ્લા ઘણા સમયથી કારણ વિસ્તારમાં હોપ ગલીના નાકે માદક પદાર્થ વેચી રહ્યો હતો. જે અંગે કારંજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ત્રણ દરવાજા પાસેથી મોહમ્મદ અફઝલને પકડી પાડવા વોચ ગોઠવી હતી. જેના બાદ આખરે તેને ઝડપી પાડયો હતો. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે 182 ગ્રામ જેટલું ચરસનો જથ્થો કબજે કરાયો છે. સાથે જ રોકડ અને એક વાહન પણ કબજે કરાયું છે.
આ પણ વાંચો : ન્યૂ યરની ઉજવણી માટે પ્રેમી સાથે Oyo હોટલમાં રોકાયેલી યુવતી સવારે મૃત મળી
હાલ તો પોલીસે આરોપી મોહમ્મદ અફઝલ ઉર્ફે અબુ શેખ પાસેથી 60 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસનું માનવું છે કે પકડાયેલા આરોપી અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા હોઈ શકે છે. જોકે તેના વિરુદ્ધ પોલીસ ચોપડે કોઈ ગુના નોંધાયા નથી. મહત્વનું છે કે, આરોપી મોહમ્મદ અફઝલ ઉર્ફે અબુ શેખની વધુ પૂછપરછ કરતા સામે આવશે કે ચરસનો જથ્થો ક્યાંથી લાવતો હતો અને કોણ તેને સપ્લાય કરતું હતું. સવાલ એ પણ છે કે બેરોકટોક રીતે આરોપી ચરસનો જથ્થો ખુલ્લેઆમ વેચતો હતો. ત્યારે આ માદક પદાર્થ આપનાર ગોડફાધર કોણ છે ? પરંતુ આ તમામ સવાલોના જવાબ ત્યારે જ મળશે જ્યારે પોલીસ તેની વધુ પૂછપરછ કરશે. હાલ તો કારણ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે